________________
વ્યાખ્યાન ૧લું
mm
પિતાના પ્રાણ બચાવવાનું નકકી કર્યું. આંધળે કહે હું જોઈ શકતા નથી પણ ચાલી શકું છું. ત્યારે પાંગળ કહે હું જોઈ શકું છું પણ ચાલવા માટે અસમર્થ છું. એટલે આંધળાએ પાંગળાને પોતાના ખભા ઉપર બેસાડ્યો અને પાંગળો જેમ દેરે તેમ આંધળે ચાલવા લાગ્યા, પરિણામે બને સહીસલામત સ્થાને પહોંચી ગયા અને બંનેને પ્રાણ બચી ગયા. તેવું જ જ્ઞાન અને ક્રિયાનું છે. જ્ઞાન એ માર્ગ બતાવે છે અને કિયા રસ્તે કાપે છે. બને મળી મેક્ષમાં પહોંચે છે.
શાસ્ત્રકારે કહે છે. जहाखरो चंदणमार वाहों भारस्य भागी ण हु चंदणस्स, तहाखु नाणी चरणेण हीणो नाणस भागी न हु सुगइस्स.
ચંદનને ભાર વહન કરનાર ગધેડો જેમ ચંદનની સુવાસ પામી શકતું નથી. પણ ફક્ત ભારનો જ ભાગી થાય છે. એવી રીતે જ્ઞાનવાન પણ જે ચારિત્રવાન નથી તે તે સદગતિને ભાગી બની શકતા નથી એટલે મુક્તિ પુરીમાં પહોંચવા માટેજ્ઞાન અને ચારિત્ર બનેની અત્યંત આવશ્યકતા છે એ વાત સિદ્ધ છે.
જો કે ઉપદેશ માળામાં પ્રથકારે જ્ઞાનાધિક અને શાસનની ઉન્નતિ કરનાર કિયાહીનને પણ વરતર કહ્યા છે. શ્રેષ્ઠ કહ્યા છે, ખૂબ સુંદર ચાત્રિ પાળનાર ઉત્કટ તપશ્ચર્યા કરનાર પણ જે જ્ઞાનમાં અ૮૫ છે તેને જ્ઞાનીની અપેક્ષાએ બીજા નંબરને બતાવ્યું છે. આ વાત આપેક્ષિક છે. ત્યાં શાસનની ઉન્નતીની અપેક્ષા છે. તેથી જ્ઞાનીની અપેક્ષાએ કિયાવાનું એ છે છે. આ વાત આપણે એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીશું,