________________
ધર્મ તત્વ પ્રકાશ
પૈકી દશવૈકાલિક-સૂત્રમાં મૂખ્યતયા ચરણ કરણાનુયોગનું પ્રતિપાદન છે.
આપણે ત્યાં બાળ રિચાર કરવો” આ વસ્તુ-દ્વારા જ્ઞાન અને ક્રિયા બનેનું મહત્વ બતાવવામાં આવ્યું છે, કેઈ અપેક્ષાએ જ્ઞાન મૂખ્ય છે અને કેઈ અપેક્ષાએ ક્રિયા મૂખ્ય છે. એકલું જ્ઞાન એ પાંગળ છે અને એકલી ક્રિયા એ આંધળી છે, એટલે જ્ઞાન અને ક્રિયાને વેગ મળતા મુક્તિમાર્ગની સાધના સુંદર રીતે કરી શકાય છે.
ક્રિયા વિનાનું એકલું જ્ઞાન કામ આવી શકતું નથી અને જ્ઞાન વગરની એકલી ક્રિયા પણ ઉપયોગી નીવડતી નથી, માટે જ કલ્યાણની કામના વાળા આત્માઓએ જ્ઞાન અને ચારિત્ર બન્નેની આરાધના કરવાની છે, જ્ઞાન અને ક્રિયા બનને મળીને જ મોક્ષનું કારણ બને છે, માટે જ શાસ્ત્રકારોનું એ ફરમાન છે કે
દઈ રાળ વિવાદી ઘણા અન્નાળો શા | • પાવંતો ગુજ્જો વો, વાવાળા જ ઘમ I
જેમકે-એક અટવીમાં એક આંધળો અને બીજે પાંગળો એમ બન્ને જણા જુદા જુદા સ્થળે બેઠા છે. અચાનક-અટવીમાં આગ લાગી. દાવાનળ સળગે પણ આંધળો જોઈ શકતા નથી અને પાંગળ જોવા-જાણવા છતાં દેડી શકતા નથી, પરિણામે બનેને વિનાશ થાય છે.
હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. એક અટવીમાં બીજો એક આંધળે અને બીજો પાંગળે એમ બન્ને બેઠા હતા ત્યાં અચાનક દાવાનળ સળગ્યે અને બન્ને જણાએ સલાહ-સંમતિથી.