________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
ધર્મ–તત્વ-પ્રકાશ
વ્યાખ્યાન ૧ લું શાસ્ત્રકાર મહર્ષિ શ્રી આર્યશસ્વૈભવસૂરીશ્વરજી મહારાજ શ્રી દશવૈકાલિક સૂના પ્રથમ અધ્યયનની પ્રથમ ગાથામાં આપણને ચાર વસ્તુ સમજાવી રહ્યા છે. - પ્રથમ ધર્મનું સ્વરૂપ, બીજુ ધર્મનું મહત્વ, ત્રીજું ધમનું ફળ અને ચોથી વસ્તુ-ધર્મ કોને ફળે ?.
આ ચારે વિષય અત્યંત મહત્વની છે. આરાધક આત્મા એને અત્યંત ઉપયોગી છે. ધર્મનું સ્વરૂપ, ધર્મનું મહત્વ વિગેરે વિસ્તુને જાણ્યા સિવાય-ધર્મની આરાધનામાં જે રસ અને ઉલ્લાસ ઉત્પન્ન થવો જોઈએ તે થતું નથી માટે જ આ બધા વિષને ઝીણવટપૂર્વક સૂમ બુદ્ધિથી સમજવાની અત્યંત આવશ્યકતા છે. તેથી જ આપણે આ ચાતુર્માસમાં આ ચાર વિષય ઉપર વિશદ રીતે વિવેચન કરવાનું રાખ્યું છે. આ અનુયોગના ચાર પ્રકાર છે-૧ ચરણ કરણાનુગ ૨ દ્રવ્યા અનુગ, ગણિતાનુગ અને ધર્મ કથાનુગ. આ ચાર અનુગ