________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
અમૃતસાગર
(તરંગ
સન્ધાન-આથાને વિધિ જે પદાર્થ દ્રવરૂપ પદાર્થોમાં લાંબા કાળ સુધી રાખી મુકવામાં આવે તે સધિત-એબાએલો થઈ જાય છે. તેને આ કહે છે.
આસવ તથા અરિષ્ટનાં લક્ષણ. કાચાં ઔષધથી અને કાચા પાણીથી જે મધ કરવામાં આવ્યું છે તે આસવ કહેવાય છે અને કવાથ કરીને જે મધ કરવામાં આવ્યું હોય તે અરિષ્ટ કહેવાય છે. એની માત્રા ચાર તેલા પર્વત છે. જે સામાન્ય રીતે અરિષ્ટ કરવો હોય તે તેમાં નાખવાના પદા
ને તેલ ન કહેલ હેય; તદપિ ૧૦૨૪ તલાબાર કવ, ૪૦૦ તેલ ગોળ, ૨૦૦ તેલા મધ અને ૪૦ તેલ ઔષધ નાખવું. સિંધુ, સુરા, સુત, ચુદ, કુદક, સિવીર, આરનાલ, કાંજીક અને શિડાકી વગેરેની કૃતિ જાણવી હોય તે “ ભાવ પ્રકાશ પખંડને બીજો ભાગ જુ.
ઔષધીઓને દીપન પાચનદિ પ્રકાર. જે પદાર્થ, કાચાને પકવે નહીં પણ અગ્નિને પ્રદીપ્ત કરે તે દીપન કહેવાય છે, જેમ કે મેથી. જે પદાર્થ, કાચાને પકાવે છે, પણ અગ્નિને પ્રદીપ્ત કરૂં નથી તે પાચન કહેવાય છે, જેમ કે નાગકેસર. જે પદાર્થ, કાચાને પકાવી અગ્નિ પ્રદીપ્ત કરે છે તે દીપન પાચનરોચન કહેવાય છે, જેમ ચિત્રક. જે પદાર્થ-ઔષધ, વાયુ, કફ, પિત્તને સમાન ભાવે રાખે અર્થાત સમતામાં રહેલા દેને વધારે નહીં અને વિષમ થયેલા દેને સમ કરે છે તે શમન કહેવાય છે, જેમ લિંબાડાની ગળો. જે પદાર્થ, કાચા વાત, પિત્ત અને કફને પકાવી વાયુના બંધને ભેદીને નીચે લઈ જાય છે અર્થાત્ મળને ઉખેડી નાખે છે તે અનુલોમન કહેવાય છે. જેમ હરડે. જે પદાર્થ, કઠામાં ચાટી રહેલાં મળ, કફ અને પિત્ત કે જે પકાવવા યોગ્ય છે તેને પકાવ્યા વિના જ નીચે લઈ જાય તે સનસન કહેવાય છે, જેમ ગરમાળો. જે પદાર્થ, શિથિલ અથવા કષ્ટ થઈને રહેલા કિંવા પવને પોતાના અધિકપણાને લીધે ગેલી જેવા કરેલા મળ-આદિને તેડી નીચે પાડે છે તે ભેદન કહેવાય છે, જેમ કે જે પદાર્થ, અરધા પાકેલા કિંવા કાચા મળ વગેરેને દ્રવરૂપ કરી નાખે અને મૂળદ્વાર માર્ગે કહાડે તે રેચન કહેવાય છે, જેમ નસેતર જે પદાર્થ, કાચ પિત્ત, કફ અને અન્નના સમૂહને મુખના માર્ગથી બહાર કાહાડે તે વમન કહે છે, જેમ મઢળ. જે પદાર્થ, મળના સંગ્રહને મુખદ્વારા કિવા ગુદાદ્વારા બહાર કાપાડે છે તે દેહશોધન કહેવાય છે, જેમ કુકડ વેલાનું ફળ. જે પદાર્થ, જઠરાગ્નિને દીપ્ત કરનાર, કાચાને પકાવનાર અને ગરમપણાને લીધે દ્રવને સુકાવનાર તે ગ્રાહી કહેવાય છે, જેમ સુંઠ. જીરું અને ગજપીપર, જે પદાર્થ, રક્ષ-લુખાપણાથી, શીતપણાથી, કપાયપણાથી કે પાકમાં હલકાઈથી વાયુને ઉલટો કરનાર હોય તે સ્તંભન કહેવાય છે, જેમ નાગરથ, બીલીને ગર્ભ, હાની બીલીઓ, મેચરસ, કડાછાલ, દર અને અશો. જે પદાર્થ, શરીરમાં ચેટી રહેલા મળાદિ દેને બલાત્કારથી ઉખેડી નાખે તે પદાર્થ છેદન ગુણવાળા કહેવાય છે, જેમ જવખાર તથા ક્ષારે, મરી, સુંઠ, પીપર અને શિલાજીત. જે પદાર્થ, સરીરની ધાતુઓને કિવા મળેને શોષણ કરી પાતળાં કરે તે લેખન કહેવાય છે. જે આપને ઉપગ કરવાથી સુંદરીની સંગાથે સુરત કેળ કરવામાં ઉત્સાહ થાય, અને ધાતુની વૃદ્ધિ કરે
For Private And Personal Use Only