________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૮ )
અમૃતસાગર,
( તરંગ
છાલ, ઘાસીઓપિત્તપાપડે, કાળીપાડ, કડવાં પરવળ, સુખડ, રતાંજલિ, વાળો, ક, આમળાં, અરડૂસે અને રાતો ધમાસે એઓને વાટી તેમાં સાકર નાખીને ઠંડુજ રાખી પીવામાં આવે તે પિત્તની મરિકા, બળતરા, પિત્તને તાવ, પિત્તનાં ત્રણ અને પિત્તને વિસર્ષ પણ મટી જાય છે. અથવા લેહી કઢાવવાથી લોહીના દેશની મસૂરિકા મટે છે. અથવા અરસે મેથ, કરીઆતું, ઇંદ્રજવ, જવાસે, કડવાં તુરીયા (કુકડેવેલે), અને લીંબડાની અંતરછાલ એનો કવાથ થંડે થયા પછી દેષના પ્રમાણમાં તેમાં મધ નાખી પીએ તે કફની મસૂરિકા મટી જાય છે. અથવા લીંબડે, ઘાસીયપિત્તપાપડ, કાળીપડ, કડવાં તુરીયાં, સુખડ, રતાંજલિ, વાળો, આંબળા, અરડૂસે અને રાતે ધમાસ એઓને કવાથ કરી તેમાં સાકર નાખી પીએ તે સમસ્ત પ્રકારની મસૂરિકાઓ, તાવ તથા વિસર્ષ યુક્ત હેય; તદપિ નાશ થઈ જાય છે. અથવા આંબળાં અને જેઠીમધ એઓને કવાથ કરી તેમાં મધ નાખી કોગળા કરવાથી હેંમાં કે ગળામાં ભરિકાના લીધે વ્રણ પડ્યા હોય તે મટી જાય છે. અથવા વેગ અને જેઠીમધ એઓના પાણીથી આંખે સિંચન કરે તે મસૂરિકામાં એંટીજ તી કે ખરાબ થતી આંખો સારી થાય છે. અથવા જેઠીમધ, ત્રિફળા, મોરવેલ, દારૂહળદરની છાલ, નીલકમળ, વાળો, દર અને મજીઠ એઓને વાટી આંખ ઉપર પડે કે એઓનું પાણી કરી આંખોમાં ટીપાં નાખે તે આંખમાં થએલી મસૂરિકા નાશ થઈ જાય છે અને પાછી કદી પણ વ્યથા થતી નથી. અથવા ગુંદીની છાલને વાટી આંખ્યોની ઉપર જાઓ લેપ કરે છે, આંખોમાં ભરિકાની પીડા થઈ હોય તે મટી જાય છે. અથવા પાંચ ક્ષીર વૃક્ષોની છાલને ભૂકે પાકેલી રસીવાળી લીલી જણાતી ભસૂરિકા ઉપર ભભરાવો અને રાખ અથવા અડાયા છાણને ભૂ ભરાવો, જેથી મસૂરિકા મટી જાય છે. ભાવપ્રકાશ
મસૂરિકાને અધિકાર સંપૂર્ણ
મસૂરિકાના ભેદરૂપ શીતળાને અધિકાર
શીતળાનું સ્વરૂપ. શીતળાના નીકળવા પહેલાં ૩ દિવસ તાવ આવે છે. વિષમ વેદના-કયારેક ઘોડી અને કયારેક ઘણું જણાય છે, ક્યારેક ટાઢ અને કયારેક ગરમી જણાય છે, પણ તેને કશે ચેકસ નિયમ હેત નથી. પછી ભસૂરિકાના આકારે ફેલીઓ નીકળે અને મોટી થાય છે. તાવ આવ્યા પછી ત્રીજે દિવસે ફોલ્લીઓ નીકળવા માંડે છે તે સાતમા દિવસ સુધી નીકળતી જ જાય છે અને તે પછી નમવા લાગે છે તેને શીતળા–માતા–બળીઆકાકા-બદરી-ભરી-- અચપડાવી વગેરે વગેરે નામોવાળી કહે છે. એ શીતળા ૭ પ્રકારની છે.
પહેલા પ્રકારની શીતળાનું સ્વરૂપ. મરિકામાં જે શીતળા દેવીનું દબાણ થયું હોય તે તે શીતળા કહેવાય છે. આ શીતળામાં ભૂતના પ્રવેશથી થએલા વિષમજ્વર જેવો તાવ આવે છે. પહેલાં તાવ આવીને પછી મેટા ફેલાએ નીકળે તે મોટી શીતળા કહેવાય છે. આ શીતળા પહેલા સાત દિવસે નીકળે છે, બીજા સાત દિવસે ભરાય છે અને બીજા સાત દિવસે સુકાઈ જાય છે અને પે
For Private And Personal Use Only