________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૯૬ )
અમૃતસાગર,
( તરંગ
ચોથા પડમાં રહેલા દોષોનો સ્વભાવ-ચોથા પડમાં રહેલા દેષ હોય તો ધારા જેવું દેખે છે તેથી તે રોગને તિમિર કહે છે અને ચારેબાજુએ દષ્ટિને રોકી દે છે. કેટલાક ગ્રંથકારો આ રોગને લિંગનાશ" કહે છે. આ અંધારા જે મોટો રોગ ન હોય ત્યાંસુધી માણસ આકાશમાં રહેલા ચંદ્ર, સૂર્ય, તારાગણ અને વીજળીને દેખે છે, કેમકે આ કાશ પ્રકાશમય હેવાથી તેમાં અંધારાનું જોર ચાલતું નથી. તેમ અગ્નિ વગેરે. નિર્મળ તેને દેખે છે અને રત્ન સોના વગેરે પ્રકાશિત પદાર્થોને પણ દેખે છે, પણ જ્યારે આ રોગ લાંબા વખતને થાય ત્યારે તેમાંનું કશું પણ દેખાતું નથી. જેમ આ તિમિર નામના રોગને લિંગનાશ કહે છે તેમનિલિકા અને કાચ પણ તેને જ કહે છે.
કીકીના રોગનાં નામની સંખ્યા. કીકીના રોગ બાર છે. તે પૈકી છ રોગ લિંગનાશ કહેવાય છે–એટલે વાયુ, પિત્તનો, કફને, વિદેષને, લોહીને અને પરિગ્લાય એમ છ પ્રકારનો હોય છે. તથા પિત્ત વિદગ્ધદષ્ટિ કવિદગ્ધ દષ્ટિ, ધુમ્રદર્શી, હસ્વજાત્ય, ન લય અને ગંભીરિકા એ બીજા છ રેગ અર્થાત એકંદરે ૧૨ રોગ છે. ચરકના મત પ્રમાણે સન્નિમિત્તક લિંગના અને બીજે અનિમિત્તક લિંગનાશ કહેવાય છે.
છ જાતના લિંગનાશ-મોતીયાબિંદુનાં લક્ષણો. વાયુ જન્ય લિંગનાશ હોય તે, રૂપે જાણે ભમતાં હોય તેવાં મેલાં અસ્પષ્ટ રતાશવાળાં અને જાણે ફેરવીને ફેકેલાં હોય એવાં જણાય છે.
પિત્તજન્ય લિંગનાશ હોય તે–સૂર્યનાં, પતંગીયાનાં, ઈદ્રધનુષ્માં અને વીજળીનાં રૂપો મોરના પીછાં જેવાં વિચિત્ર નિલાં અને કાળાં જોવામાં આવે છે.
કફજન્ય હેય તે-ચીકણ, ઘેળા, પાણીથી કુબેલાં અને કાળીઆના જાળાં જેવાં રૂપિ જણાય છે.
સન્નિપાતજન્ય હેય તે–મેર વિચિત્ર ઘણા પ્રકારનાં રૂપો દેખાય તથા અનેક વર્ગવાળાં વિશેષ અથવા ઓછા અંગવાળાં દેખાય અથવા તેજોમય દેખાતાં હોય છે.
રકતજન્ય લિંગનાશ હોય તે અનેક પ્રકારનાં અંધારાં તથા રાતાં, લીલા, પીળાં અને કાળાં રૂપ જણાય છે.
પરિસ્સાથી–એટલે લોહીથી મુતિ થએલા પિત્તથી લિંગનાશ થયો હોય તો-સઘળી દિશાએ પીળી દેખાય, સૂર્ય જાણે ઉગતો હોય તેમ દેખાય અને વૃક્ષે પતંગીયાઓથી કે દેવતા વગેરેના તેજ રૂપથી વ્યાપ્ત હોય તેવાં દેખે છે.
લિંગનાશનો અન્ય પ્રકાર. વાયુથી લિંગનાશ થયો હોય તે-આંખનો રંગત, પિત્તથી કે પરિલાયીથી થયો હોય તે આંખને રંગ નીલો, કફથી ધળે, લેહથી રતાશવાળો અને વિદોષથી વિચિત્ર રંગ (આંખમાં) જણાય છે
૧ લિંગ એટલે દ્રષ્ટિ. ૨ ચરકના મત પ્રમાણે કીકીના ૧૪ રાગ છે.
For Private And Personal Use Only