________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢારમે. )
કર્ણરેમ પ્રકરણ
(૩૫)
કની રીતિ પ્રમાણે તેને પકવી સારી પેઠે તેમાંથી રસ નવી લઈ તે રસના રહેવાય તેવાં ઉનાં ટીપાં નાખવાં, જેથી કાનમાં આવતા સણકા–શૂળ મટી જાય છે. અથવા આકડાનાં પાકેલાં પીળાં પાંદડાં લઈ તે ઉપર ઘી ચોપડી અગ્નિ ઉપર શેકી તેમાંથી રસ નીચોવી લઈ તે રસ સહેવાય તે ઉને કાનમાં નાખે તે કાનનું શુળ મટી જાય છે અથવા બકરાના મૂત્રમાં સિંધાલુણ નાખી ઉનું કરી નવશેકું હોય ત્યારે તેને કાનમાં નાખે તે કાનનું ભયંકર શળ અને કાનમાં થ તે ગણમણુટ તથા પરૂ વેહેતું હોય તે મટી જાય છે. અથવા ધોળા આકડાનું મૂળ લાવી વાટી તેનાથી ધીમી આંચ વડે પકાવેલું તેલ કાનમાં નાખે તે ત્રણે દોષનું કાનનું શળ તુરત મટી જાય છે અથવા અંઘાડની રાખને પાણીમાં મેળવી તેમાં અંઘાડાને કક નાખીને પકાવેલું તેલ કાનમાં રાખે છે, તેથી કાનમાં થતો ગણગણાટ અને બહેરાપણું મટી જાય છે. અથવા બીલાંને ગાયના મૂત્રમાં વાટી તેને કક નાખીને પાણીમાં કે દુધમાં પકાવેલું તેલ કાનમાં નાખે તે બહેરાપણું અવશ્ય મટી જાય છે. આ બિલવ તેલ કહેવાય છે. જેમાંથી ગંધાતું કે વગર ગધાતું પરૂવહેતું હોય કે કાનમાં છવાત પડી હોય તે પણ ઉપર કહેલ સાધારણ ઉપાયે કરવા. અથવા સાજીખાર સહિત બીજો
ને રસ કાનમાં નાખે તે કાનમાંથી નીકળતું પરૂ, પીડા અને બળતરા મટી જાય છે, અથવા આંબાનાં, જાંબુના, મહુડાનાં અને વડનાં કુણું કુણું પાંદડાંઓને ઝીણું વાટી તેનાથી પકાવેલું તેલ કાનમાં નાખે તે કાનમાંથી જાડું નિતર ગંધાતું પરૂ વહેતું હોય તે રોગ મટે છે. અથવા ચમેલીના પાનના રસથી પકાવેલું તેલ કાનમાં નાખવાથી હમેશાં - નમાંથી વહેતું જાડું ગંધાતું પરૂબંધ પડે છે અથવા સ્ત્રીના ધાવણથી રસવંતીને વાટી મધમાં મેળવી કાનમાં નાખે તે કાનનું પરૂ કે ગંધાતું જાડું નિરતર વહેતું પરૂ બંધ પડે છે. અથવા ઉપલેટ, હિંગ, વજ, દેવદાર, સવા, સુંઠ, અને સિંધાલૂણ એએની ચટણી બનાવી બકરાના મૂત્રમાં નાખી તેથી પકાવેલું તેલ કાનમાં નાંખે તે, નિરંતર કાનમાંથી ગંધાતું જાડુ પરૂવેહેતું હોય તે (પૂતિકર્ણ) રેગ મટી જાય છે. આ કુષ્ટાદિતલ કહેવાય છે. મોટી છીપના જીવડાના માંસને કલ્ક કરી તેથી પકાવેલું સરસીયું તેલ કાનમાં નાખે તો, કાનમાંથી વહેતું પરૂ
તુરત બંધ પડે છે. અથવા ગંધક, મણીલ, અને હળદર એઓના ચાર લાભાર ચૂર્ણના | કકને સરસીયું તેલ તેલા ૩ર અને ધતુરાના પાંદડાનો રસ તોલા કર તેમાં નાખી તેલ પકા
વવાની રીતિ પ્રમાણે પકાવી કાનમાં નાખે તે, બહુ વખતથી વેહે કાન પણ મટી જાય છે. અથવા કાનમાં જીવાત પડી હોય તે કૃમિરેગના અધિકારમાં લખેલા કૃમિનાશક ઉપાયો કરવા. અથવા ગિણીને ધુમાડે, સરસીયું તેલ અને ગાયના મૂત્રમાં ઘુંટેલી હરતાલને રસ પણ કૃમિનો નાશ કરે છે. અથવા કાનમાંથી બહુજ દુર્ગધ આવતી હોય તે ગુગળને ધૂપ દેવો. અને કાનના સેજાના ઉપાય સેજાના અધિકારમાં કહેવા પ્રમાણે, કાનના મસા–અરશેના ઉપાય અરસેના અધિકારમાં કહ્યા પ્રમાણે અને કાનના અબુદના ઉપાયે અખુંદના અધિકારમાં કહ્યા પ્રમાણે કવા, જેથી આરામ થાય છે. ભાવપ્રકાશ, અથવા મૂલાને રસ સરસીયું અને મધ સમાન ભાગે લઈ કાનમાં નાખે તે, બહેરાપણું મટે છે. અથવા નહાન એક લચીના ચૂર્ણને સાકર સહિત કાનમાં નાખે તે બહેરાપણું મટે છે. અથવા સુંઠ, પીપર, સિંધાલૂણ, ઉપલેટ, હીંગ, વજ, લસણ અને તલનું તેલ લઈ તેમાં આકડનાં પાકાં પાંદડાને રસ નાખી તેલ પકાવવાની રીતિ પ્રમાણે તેલ પકાવી કાનમાં નાખે તે કાનની પીડા મટી
For Private And Personal Use Only