Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 412
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીશ મિશ્ર પ્રકરણ (૩૭૯ ) દવાઓ સેવવી. જે મનુષ્ય બળવાન હોય, કફરોગી હોય, ઉબકાના દરથી પીડાતા હોય, ધીર રિવાળો હોય, જેને ઉલટી ફાયદાકારક હય, વિષદોષયુક્ત હોય, મંદાગ્નિ, સ્લીપદ-રા, કોઢ, વિસર્ષ-રતવા, પ્રમેહ, અજીર્ણ, ભ્રમ, શ્વાસ, ઉધરસ, મૃગી, ઉન્માદ, રક્તાતીસાર, નાક, હેઠ, તાળુ તથા કાનને પાક, મેદવૃદ્ધિ, અતીસાર, કફ, પિત્ત, પડખાનો દુખાવે, છાતીના વ્યાધિ, કંઠમાળ, ભરનીગળ, રસોળી, શળીખમ, વધરાવળ, તાવ, જીભ ઉપર પડ ચડેલું હોય અને અરૂચિ એટલા રોગવાળા રોગીને અવશ્ય ઉલટી કરાવવી, પણ અતિ ઘરે, ગર્ભવતી, દુર્બળ, જાડા શરીરવાળે, ક્ષતથી આતુર, મદથી પીડાતે, બાળક, રૂક્ષ, ભૂખ્યા, જેને કાન, આંખ તથા મોમાંથી લોહી વહેતું-નીકળતું હોય, જેને પિચકારી મારી હોય, ઉદાવ રોગી, લૂખા અને કઠણ પદાર્થો ખાધા હોય, કેવળ વાયુવાળો, પાંડુરોગી, તિમિર, ગેટ, પેટના રોગવાળે, કમિયાના રોગવાળા અને ભણવાથી જેનો ઘાંટે બેસી ગયો હોય એઓને ઉલટી કરાવવી નહીં, પરંતુ એઓ જે અજીર્ણ કે વિષથી પીડાતા હોય તો તેને ઉલટી આપવી. પાતળી રાબડી કરી તેમાં દુધ, છાશ, દહી નાખી ગાળા સુધી પાવી. પછી સિંધાલૂણ, મધ, અને વજ ખવરાવી, ઉનું પાણી પાઈ, ગળામાં આંગળી કે એરંડાનું નાળ નાખવું જેથી ઉલટી થાય છે. કડવી, તીખી અથવા સૂગ ચઢે તેવી વસ્તુઓથી ઉલટી કરાવવી. મીંઢળનું ચૂર્ણ ઉના પાણી સાથે પાવું. ફટકડી, તમામુ ઉના પાણી સાથે પીવાં. લીંબડા વગેરે કડવા પદાર્થો પાઈ ઉલટી કરાવવી, જેથી ઉપર કહેલા સર્વ રેગે નાશ થાય છે. ઉલટી બરાબર રીતે થવી જોઈએ નહીં તે, હદથી વિશેષ કે ઓછી રીતે ઉલટી થવાથી બગાડ થાય છે માટે યોગ્ય રીતે ઉલટી કરાવવી, ઉલટી કરાવ્યા બાદ જીભ ઉપર જીરાનું ચૂર્ણ ચેપડવું. મતલબમાં જીભને સ્વાદિષ્ટ વસ્તુઓ લગાડી સુગ અને વિરસતા મટે તેમ કરવું. બીજોરું, નારંગી વગેરે રૂચિકારક ફળો ખાવાં. સુગંધિ અત્તર પુષ્પ વગેરે સુંઘાડવા અને સુંદર રૂચિકારક ભોજન જમાડવાં. વિશેષ માહેતી માટે ભાવપ્રકાશ પૂર્વખંડને બીજો ભાગ વાંચે. ( વિરેચન-રેચને વિધિ. પ્રથમ માણસને સ્નેહપાન કરાવી બાફ દઈને પછી ઉલટી કરાવવી. ત્યાર પછી યેગ્યરીતે જુલાબ આવે. ઉલટી કરાવ્યા વિના રેચ આપવાથી કફ નીચા ભાગમાં પડીને ગ્રહણી નામના શરીરની અંદરના સ્થાનકને ઢાંકી દે છે, કે જેથી અગ્નિમંદ થઈ જાય છે, શરીર ભારે રહે છે અને મરડો થાય છે. ઉલટી કરાવ્યા વિના રે આયો હોય તે કાચા કફને ઉપાયોથી પકવો જોઈએ. શરદ્દ અને વસંતઋતુમાં દેહનું શોધન કરવા જરૂર રેચ લે, પણ બીજી ઋતુઓમાં રેચ લે નહીં. રેચમાં રૂચિકારક ઔષધીઓ આપવી. જેને અજીર્ણ,પિત્ત, આમજન્યરોગ, પેટના રોગ, આરે, બંધકોષ, પાંડુ, મસા, ઉપદંશ, પ્રમેહ, વ્રણ, બરલ, વિસ્ફોટક, આંતરવિધિ, ગટે, શળ,વિશચિકા, નેત્રરોગ, યોનિરોગ, શૂળ, કૃમિ, ઝેરદેશ, ઉલટી, વાતરક્ત, ભગંદર, કોઢ, કાન, નાક, મુખ, માથાના રેગ, સેજાના રોગ, મૂત્રનું રોકાણ, અરૂચિ, ગરમી અને છાતીના રોગ થએલ હોય તેને અવશ્ય રેચ લેવો યોગ્ય છે; પરંતુ વૃદ્ધ, બાળક, ગર્ભિણી, ન તાવ ચઢેલું હોય તેને તુરત બાળક પ્રસવ્યું હોય તેને સ્થૂળ શરીરવાળા, તરો, ક્ષીણ, બીહીકણ કે બીહીનેલો, મંદાગ્નિવાળો, મેદરોગી, ભૂષા શરીરવાળે અને ખેદ, ઘા તથા ચીકણા શરીરવાળા હોય તેને રેચ આપવો નહીં. પિત્તપ્રકૃતિવાળાને કોમળ, કફ પ્રકૃતિવાળાને સાધારણ અને વાયુપ્રકૃતિવાળાને આકરે જુલાબ આપ. કુણુ કોઠાવાળાને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434