________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પચીશમે.)
દિનચર્ય પ્રકરણ,
( ૩૮૯)
જેવું જાડું-પાતળું ૧૨ આંગળ લાંબુ, ગાંઠા વગરનું છિદ્ધવિનાનું ઉત્તમ દાતણ સ્વસ્થ ચિત્તે આસ્તેથી પેઢાને ઘસી ઉલ ઉતારી દાતણ કરવું. ટાઢા પાણીના ૧૨ કોગળા કરી ટાઢા પાણીથી હે ધોઈ નાખવું. દાંતે ઘસવા માટે સિંધવ સાથે હેજ શેકેલું જીરું અને જરા સુંઠ મેળવી તેનું ચૂર્ણ દાતણના કુણા કુચાથી ઘસવું જેથી દાંતના રોગ મટે છે. ત્યાર પછી શરીરે નારાયણ તેલ વગેરે તેલનું મર્દન કરી ચણાના લેટની કે કંકોડી વગેરેની પીઠી ચોળી શરીરના બળ પ્રમાણે કુસ્તિ-કસરત કરી, થાક દૂર થવા સુંદર જળથી સ્નાન કરવું એટલે કે થી હેડલ ઉના પાણીથી અને કેડથી ઉપર ટાટા કે નવાયા પાણીથી ન્હાવું જેથી કેટલાક રોગે મટે છે, અર્થાત હાવાથી શોચ મટે છે, શરીરના મેલ જાય છે, શક્તિ વધે છે, ગરમીના રોગ મટે છે, હીયાને તાપ, લેહીને કપ, શરીરની દુર્ગધ થાક, પરસેવો, આલસ્ય, ચળ, તરા, બળતરા, તાપ-પાપ મટે છે અને ઉત્સાહ, બળ, આયુષ્ય, તેજ, કાંતિ, સુકુમાળતા, રૂચિ, ભૂખ, બુદ્ધિ, સુખ અને દ્રવ્યાદિ વધે છે. વીર્યને વધારે છે, આનંદ આપે છે, શરીરના કમિ, અને માર્ગના ખેદને દૂર કરે છે.
ઉંઘમાંથી ઉઠીને, ભોજન કરીને, ઉઘનાં ઝોકાં આવતાં હોય ત્યારે તથા તાવ, અતીસાર, આંખ કે કાનના દરદવાળા, શીખમ, તથા આફરો થયે હેય તેવા, પવનરોગીએ અને અજીર્ણવાળાએ હાવું નહીં.
નાહ્યા પછી લેવાથી શરીરને સારી પેઠે લુછી ઋતુને અનુસરતાં પવિત્ર વસ્ત્ર પહેરી સંધ્યાવંદન દેવપૂજાન ગાય બ્રાહ્મણ આચાર્ય ગુરૂ વૃદ્ધ અને અતિથિ વગેરેનું પૂજન સન્માન કરી શક્તિ પ્રમાણે દાન દઈ મધ્યાન્હ સમય બલિ વૈશ્વદેવાદિક કરી નોકર-ચાકર પશુ-પક્ષિય અને કુટુંબી જનોની સંભાળ લેવી; અથવા કુટુંબીઓ સાથે બેસી ભજન કરવું. તેમાં પ્રથમ મધુર, સ્નિગ્ધ, પછી તીખા અને ખારા પદાર્થો જમી અથવા પોતાની પ્રકૃતીને માફક આવે તેવા હિતકારી પદાર્થો ચોખા, ઘઉં, મગ, ઘી અને ઉત્તમ પ્રકારનાં શાક ભાજી વગેરેથી યુક્ત ભોજન ધીમે ધીમે જમી પછી સાકર સહિત કઢેલું દુધ પીવું, પણ ભજનના અંતે દહીં ખાવું નહીં, બેજન હદથી વધારે કે નિયમથી ઓછું કરવું નહીં; પરંતુ રૂચિ પ્રમાણે ભોજન કરવું અને ભજન કરવા સમય ભોજન ઉપર માતા, પિતા મિત્ર, વૈધ, રસોઈ કરનાર, મોર, ચકોર, કુકડે, કુતરો અને વાંદર એઓની દૃષ્ટિ પાડવી અર્થત એની રૂબરૂ જમવું અને જમી ઉઠ્યા પછી અગત્સ્ય, કુંભકર્ણ, શનૈશ્વર, વડવાનળ તથા ભીમસેન એ પાંચ પ્રબળ અગ્નિવાળાઓનું સ્મરણ કરી પેટ ઉપર હાથ ફેરવે જેથી
૧. વૈદ્યરાજ હરિશ્ચંદ્ર કહે છે કે-ઉના પાણીથી નહાવું, દુધ પીવું, યુવાન સ્ત્રીઓનો સમાગમ કરવો અને ધી સહિત અલ્પજન કરવું એટલાં વાનાં મનુષ્ય લોકોને સદા હિતકારી છે. ટાઢા પાણીથી કે ઉના પાણીથી ન્હાવું એ પોત પોતાની પ્રકૃતિને અનુસાર ઉપયોગમાં લેવું.
२ मख्खीचख्खी गोरख रख्खी चेतमच्छंदर आकल वाकुल करे तो गुरू દિનાથ ચાણ-જમતાં પહેલાં આ મંત્ર બોલી જમવું, જેથી માખી ભેજનમાં આવતી નથી એમ હું મારા અનુભવથી કહું છું.
૩ મેર, કુ, કુતરૂં અને ચકોર ઝેરનું પારખું કરે છે માટે તેઓને ભોજનના પદાર્થ નાખી પછી જમવું. જે ઝેરથી મળેલા પદાર્થ હોય છે તો તેઓ સુંધી દૂર ખસે છે માટે જમતી વખતે તેઓને અવશ્ય પાસે રાખવાં
ભા, કર્તા,
For Private And Personal Use Only