Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 428
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પચીશમે) મિશ્ર પ્રકરણ. ( પ) નમાં સમાન રૂપે રહ્યા હોય તે શરીરને મહાસુખ મળે છે, પણ જો એ ઓછાવત્તા રૂપે થાય છે તે અનેક રોગોને જન્મ આપી શરીરને નાશ કરે છે. આ સંબંધી વિશેષ ખુ લાશે મેળવવા વૃદ્ધત્રયી વાંચે.. શારીરિક ઈહિયવિજ્ઞાન સમાપ્ત સૃષ્ટિ કમ. આ બ્રહ્માંડના કારણે આમાં જે તિરૂપ સત-ચિત-આનંદ રૂપ બ્રહ્મ પરમાભા તે પૃહા રહિત નિર્ગુણ છે, તે પિતાની પ્રકૃતિરૂપ ભાયાથી-માયાના વેગથી, ઈચ્છાદિ યુકત થઈ આ જગતને ઉત્પન્ન કરે છે-એટલે પરબ્રહ્મ પરમાત્માની માયા નિત્ય છે, જેમ સૂ ની પ્રતિઋયા-પ્રકાશ છે તેમ પરમાત્માની પ્રતિઅછાયા માયા છે. તે માયાએ જડ ચેતન્યતાને સંગ કરી આ અનિત્ય-ક્ષણભંગુર અસાર સંસારને ઉત્પન્ન કર્યો, જેમ. નાટકી લે કે બાજીગર લેકે પોતાની માયા ફેલાવી અનેક રૂપને પ્રકાશે છે તેમ તે માયા-પ્રકૃતિ સંસારની માતા તેને પ્રથમ બુદ્ધિને ઉત્પન્ન કરી. તે બુદ્ધિ કેવી છે? કે પછામથી મહતને જેનું સ્વરૂપ છે. તે મહતથી અહંકાર ઉત્પન્ન થે, તેના ત્રણ પ્રકાર છે-રજ, તમ અને સત એ ત્રણ ગુણો છે. રૂપ અહંકારના ભેદ છે. પછી તે સગુણ અને રજોગુણના મેળાપથી દશ ઈદ્રિયો ઉત્પન્ન થઈ તથા અગ્યારમું મન પણ પેદા થયું અર્થત મન, નાક, જીભ, આંખ અને ચામડી એ પાંચ જ્ઞાનેંદ્રિ તથા વાણી, હાથ, પગ, લિંગ અને ગુદા એ પાંચ કર્મેન્દ્રિય મળી દશ ઈદ્ધિ થઈ. તમોગુણ વિશેષ સતે ગુણના મેલાપથી પાંચ તન્માત્રા એટલે શબદ, સ્પર્શ, રૂપ, રસ તથા ગંધ એ પાંચ તન્માત્રા છે. તે તન્માત્રાથી પંચ મહાભૂત પેદા થયા; અર્થત શબ્દથી આકાશ, સ્પર્શથી વાયુ, રૂથી અગ્નિ, રસથી જળ અને ગંધથી પૃથ્વી ઉત્પન્ન થયાં. પાંચ જ્ઞાતિના વિષય એટલે કાનને વિષય શબ્દ, ચામડીને સ્પર્શ, નેત્રને રૂપ, જીભને સ્વાદ અને નો સુગંધિ દુર્ગધિ ગ્રહણ કરવાને વિષય છે. કવિના વિષય એટલે વાણી વિષય બોલવું, હાથને ગ્રહણ કરવું, પગે ચાલ, લિંગને મધુન કરવું અને ગુદાને વિષય મળનો સર્વ પ્રકારે ત્યાગ કરવાનું છે. પ્રફ તિને પ્રાધાન, પ્રકૃતિ, શક્તિ, નિયા અને વિકૃતિ એવાં પાંચ નામોથી ઓળખે છે તે શિવથી સંયુકત રહે છે તે પ્રકૃતિના વીશ મહતત્વ છે. એટલે અહંકાર ૧, પાંચમાત્રા ૬, દશ ઈદ્રિયો ૧૭, મન ૧૮ પ્રકૃતિ ૧૦ અને પાંચ મહાભૂત ૨૪ એ ચાવીશ મહતત્વ કહેવાય છે, તે વિકાર છે. એ ૨૪ મહતત્વને રહેવાને શરીર રૂપી ઘર છે. એ ઘરમાં જીવાત્મા શુભ તથા અશુભ કર્મોને આધીન થએલે નિવાસ કરે છે. તે મનરૂપી દૂતને વચ્ચે થ જીવથી સંયુક્ત શરીર બુદ્ધિવાન દેહ કહેવાય છે. તે દેહ પાપ-પુણ, સુખ દુઃખાદિકેએ કરી વ્યાપ્ત છે મનથી પાસમાં બંધાયેલ તથા પિતાના કરેલા કર્મથી બંધાયેલ છે. વાત્મા એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, દશ ઈદ્રિયો અને બુદ્ધિ એ સર્વ અજ્ઞાનથી જીવાત્માના બંધનરૂપ છે. જ્યારે આભાને આત્મજ્ઞાન થાય ત્યારે એ બંધનથી મુંકા થઈ મુક્તિને સંપાદન કરે છે. જેથી દુઃખ ઉપજે તે વ્યાધિ અને જેથી સુખ ઉપજે તે આરેગ્યતા કહેવાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434