Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 423
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) અમૃતસાગર (તરંગ ભજન સારી પેઠે પચી જાય છે. તદઅંતર સુગંધિત પુષ્પમાળ, અત્તર, સુકમાળ વસ્ત્ર એઓને ધારણ કરવાં, ખસના પંખાથી પવન લે, શીતળ છાયામાં રહેવું. ભોજન કર્યા પછી બે ઘડી થાય એટલે ટાઢું અને મીઠું પાણી આતે આતે પીવું, પણ ઉતાવળથી કે ઘણું પાણી પીવું નહીં જમ્યા પહેલાં પાણી પીએ તો અગ્નિ મંદ થાય છે અને જમ્યાના અંતમાં પાણી પીએ તે વિષ સમાન ગુણઆપે છે માટે ભજનના વચમાં પાણી પીવું. અજીર્ણમાં પાણી પીવાથી અજીર્ણ મટે છે. અન્ન પચ્યા પછી પાણી પીએ તે બળ વધે છે. ભેજન કરી બેસી રહેવાથી આલસ્ય વધે છે, શરીર ભારે થાય છે. માટે મુંજા રા પર્વ છે-જમીને ૧૦૦ ડગલાં જેટલું કરવું. જેને સુવાની ટેવ હોય તેણે જરા સુઈ જવું, સીધા સુવાથી બળ વધે છે, ડાબા પડખે સુવાથી આયુ તથા બળ વધે છે, ભોજન પચી જાય છે. અને ભોજન કરી પંથ કરે કે દડે તે તેની પાછળ મૃત્યુ દોડે છે. અર્થાત મહારોગને શરણ થઈ મરણ પામે છે. સુવું કહ્યું છે, પણ ઊંઘ લેવી કહી છે એમ સમજવું નહીં માત્ર ડાબે પડખે બે ઘડી આળોટી આરામ લે. ભજનના અંતમાં સુંદર નવેવન મરવંતી માનુનીના હાથની મળેલી ગાયની સુંદર છાશ રૂચિ પ્રમાણે તુને અનુસરી પીવી તથા શીખરણી-શીખંડ, દહીનું ઘોળવું વગેરે સેવન કરવાં-એટલે દુધને ઉકાળી રાતે જમાવેલું ભેંશ કે ગાયનું દહી લઈ ઉત્તમ વસ્ત્રથી સાકર કે બૂરા સાથે મથી-છણ નાખી તથા તેમાં મરી, એળચી, બરાસ વગેરે અંદાજેસર નાખી તૈયાર કરેલું શીખંડ સેવન કરવાથી વીર્ય, બળ તથા રૂચિ વધે છે અને પિત્ત-વાયુ વગેરેને નાશ થાય છે. અથવા બેંશને દહીને છણી તેમાં સુંઠ, મરી, પીપર, રાઈ, સિંધાલુણ વગેરે નાખો તે દહીનું ઘોળવું સેવન કરે તે કફ તથા વાયુનો નાશ કરે છે. શીતકાળમાં દહીં ખાવું, પણ કફપ્રકોપ સમયમાં ખાવું નહીં. જમ્યા પછી સુંદર સુગંધિત મુખવાસ-એળચી, સોપારી, બરાસ વગેરે સહિત ઉત્તમ કાથા, ચૂનાયુક્ત પાનબીડાં ખાવાં. પછી વ્યાપારાદિ કાર્યોમાં દઢ ઉત્સાહ સાથે પ્રવવું. સમજુ મનુગે સંધ્યાકાળે આહાર, મિથુન, નિદ્રા, શાસ્ત્રાદિકનું અધ્યયન અને પંથ એ પાંચ કર્મ કરવાં નહીં, કેમકે જમવાથી રોગ, મથુનથી ભયંકર સંતાન, નિદ્રાથી નિધન નતા, ભણવા-વાંચવાથી આયુષ્યની હાનિ અને પંથથી ભય ઉત્પન્ન થાય છે. રાત્રિચર્યા. ચાંદની રાત હોય તે ચાંદનીમાં ફરવું, કેમકે ચાંદની ટાઢી છે, કામદેવ સંબંધી આ નંદનદાતા છે, અને તરશ, પિત્ત તથા બળતરાને નાશ કરનાર છે. અંધારી રાત ભય,મેહ, ભ્રાંતિને ઉત્પન્ન કરનાર તથા પિત્ત કફને હરનાર છે અને કામદેવને વધારી ગ્લાનિ આપનાર છે. રાતે પહેલે પિહોરે કાંઈક ભૂખ રહે એવી રીતે જમવું અને ભારે પદાર્થો ખાવા નહીં. પછી નિયમસર સુંદર સુકમાળ પથારી ઉપર સુંદર સ્થાનમાં શયન કરવું અને મિથુનની ઇચ્છા થાય તે સુંદર છેલડી કામવતી કામિનીથીશક્તિ પ્રમાણે કામક્રીડા કરવી. સંગના આદિ તથા અંતમાં ભેંશનું અથવા ગાયનું સાકર સહિત કેટલું દુધ પીવું. સંભોગ કરીને નહાવું. વૃદ્ધા એટલે પિતાથી મોટી ઉમ્મરવાળી સ્ત્રી સાથે સંભોગ કરવો નહીં; કેમકે સુ કે ખરાબ માંસ, શ્રદ્ધા સ્ત્રો, ઉગતા સૂર્યને કે કન્યા સંક્રાંતિનો તડકો, બરોબર નહીં જામેલું દહી, પરોઢીયે મૈથુન કરવું અને પરોઢીયે ઉંઘવું એ છ વાનાં તુરત પ્રાણને નાશ કરનારા છે. પણ જે તાજું માંસ, નવું અન્ન, બાળા સ્ત્રી, દુધનું જમણ, તાજું ઘી અને ઉના પ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434