________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાવીશ)
મિશ્ર પ્રકરણ
(૩૮૩)
મધુપ્રમેહ અને જળોદરથી પીડાતે હેય તથા ગર્ભવંતી હેય એટલાં મનુષ્યને નિરૂહ બસ્તિ દેવી નહિ, પણ વાયુ સંબંધી વ્યાધિ, ઉદાવ, વાતરક્ત, વિષમજ્વર, મૂચ્છો, તરશ, આફરે, મૂત્રકૃચ્છ, પથરી, પેટનારોગ, વધરાવળ, પ્રદર, મંદાગ્નિ, પ્રમેહ, શળ, અમ્લપિત્ત અને છાતીના રોગ, એટલા રેગવાળાને વિધિપૂર્વક નિરૂહ બસ્તિ દેવી. અધેવાયુ, મળ-મૂત્રની હાજત પૂરી પાડ્યા પછી, ભુખ્યાને ઉનાપાણીથી નવરાવી તૈલ મર્દન કરાવી બપોરે આગળ કહેલી સ્નેહ બંક્તિની રીતિ પ્રમાણે ઘરની અંદર યોગ્ય વિધિએ નિરૂહ બસ્તિ દેવી. નિરૂહ. બસ્તિ દેવાયા પછી પિચકારીને ગુદામાંથી બહાર કાહાડવા બેઘડી ઉભડક બેસારી રાખ.
યોગ્ય લાગે તે એ બસ્તિ બીજી ત્રીજી અને ચોથીવાર પણ દેવી. વાયુરોગ હોય તે નેહવાળી એક નિરૂહ બસ્તિદેવી. પિત્તને રોગ હોય તે દુધવાળી બે નિરૂહ બસ્તિ દેવી અને કફને રોગ હોય તે તૂરા, તીખા, અને મૂત્ર આદિ પદાર્થોને ઉના કરી તેની ત્રણ નિરૂહબસ્તિઓ દેવી. સુકુમાર શરીરવાળાને, વૃદ્ધને અને બાળકને કોમળ બરિત હિતકારી છે. પ્રથમ ઉકેલદન બસ્તિદેવી–એટલે એરંડી, મહુડાની છાલ, પીપર, સેંધવ, વજ અને છીણીનાં ફળનો કુલ્ક એઓની બસ્તિદેવી, પછી દોષહર બસ્તિ દેવી-એટલે શતાવરી (કે વરીયાળી ?), જેઠીમધ, બીલી અને ઇંદ્રજવ એને કાંજીમાં કે, ગોમૂત્રમાં વાટી તેથી બસ્તિ દેવી. પછી સંશયમનીય બસ્તિ દેવી-એટલે કાંગ, જેઠીમધ, મોથ અને રસવંતી એઓને દુધમાં વાટી તેથી બસ્તિદેવી. ધનબસ્તિ એટલે હરડે તથા ગરમાળાના આદિ લઈ તેઓને જુલાબ લાગે તેવી પિચકારી મારવી. લેખનબસ્તિ એટલે ત્રિફળાને કવાથ ગોમૂત્ર, મધ, અને જવખાર એઓથી બસ્તિ દેવી. વૃંહણબસ્તિ એટલે મળને ઉખેડવા ધાતુઓને વધારનારા પદાર્થને કવાથ કે મધુર પદાર્થોના કક, ઘી અને માંસના રસાથી બસ્તિદેવી. પિછલ બસ્તિ એટલે બોર, નારંગી, ગંદા, શીમળાના ફળના અંકુરો એઓને દુધમાં પકાવી મધ નાખીને બકરાના, ઘેટાના તથા કાળા હરણના લેહ સહિત બસ્તિ દેવી. - નિરૂહ બસ્તિના તેલનું પ્રમાણ એ છે કે પહેલાં થોડું સિંધાલૂણ નાખી તેમાં સોળ તેલા મધ નાખી ખૂબ વાટી પછી તેમાં ૨૪ તેલા સ્નેહ નાખી શુંટીને એકજીવ કરી તેમાં ૮ તલા કક નાખો, તેને પણ ઘુંટી એકછવ કરી તેમાં ૩૨ તેલા કવાથ અને છેલીવારે ૧૬ તલા યોગ્ય ચૂર્ણ નાખી સઘળાને સારી પેઠે ઘુંટી તેથી નિરૂહ બસ્તિદેવી એટલે બાર પ્રકૃતિની માત્રાએ દેવી. વાયુનું દરદ હોય તે ૧૬ તલા મધ, અને ૨૪ તેલા સ્નેહ નાખવો. પિત્તનું દરદ હેય તે ૧૬ તલા મધ અને ૧ર તેલા સ્નેહ અને કફનું દરદ હેય તે ૨૪ તેલ મધ અને ૧૬ તેલા સ્નેહ નાખો.
મધતિલક બસ્તિ-એટલે ૩૨ તલા એરડાના મૂળને કવાથ કરી અરધ ભાગે મધ તથા અરધ ભાગે તેલ અને સેળમે હિસ્સે સવા તથા સિંધાલૂણ નાખી વઈયાથી વલોવી પિચકારી મારવી. જેથી બળ વધે, વણ સારો થાય, મૈથુન શક્તિ વધે, અગ્નિ પ્રદીપ્ત થાય, ધાતુની પુષ્ટિ થાય અને મેદ, ગાંઠ, કૃમિ, બરલ, મળ તથા ઉદાવત એને નાશ કરે છે.
યાપન બસ્તિ–એટલે મધ, ઘી, દુધ, તેલ એઓને આઠ આઠ તોલા લઈ તેમાં એક તે છીણીનાં મૂળ-અને-એક તેલો સિંધાલૂણ નાખી શુંટીને પિરાકારી આપવી, એથી પાચન થાય છે અને ઝાડે ઉતરે છે.
For Private And Personal Use Only