________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોવીશ. )
મિશ્ર પ્રકરણ
(૩૮૧)
-
-
-
-
-
-
-
-
સારી પેઠે રેચ લાગ્યો હોય તે શરીર હલકું, મનને પ્રસન્નતા અને વાયુ પિત પિતાના સ્થાનમાં પ્રાપ્ત થાય છે; તથા ઇદ્રિ બળવાન તથા બુદ્ધિ નિર્મળ થાય અને ભૂખ સારી લાગે છે. રેચની દવા સેવન કર્યા પછી ઝા વાયરે, ટાઢું પાણી, અજીર્ણ થાય તેવાં અન્ન, કસરત, મૈથુન, તેલમર્દન અને મહેનત કરવી નહીં. હલકાં ભોજન કરવાં. વિશેષ માહેતી માટે વૃદ્ધત્રયી (ચરક, સુશ્રત અને વામ્ભટ.) વાંચો.
છએ ઋતુઓમાં હરડે ખાવાને વિધિ. ગ્રીષ્મઋતુમાં સમાન ગોળ સાથે હરડેનું ચૂર્ણ ખાવું, વર્ષાઋતુમાં સિંધાલુણ સાથે બે હરડેનું ચૂર્ણ ખાવું, શરઋતુમાં સાકર સાથે ૩ હરડેનું ચૂર્ણ ખાવું, હેમંતઋતુમાં સુંઠની સાથે ૪ હરડેનું ચૂર્ણ ખાવું, શિશિરબતુમાં પીપરની સાથે ૫ હરડેનું ચૂર્ણ ખાવું અને વસંતઋતુમાં મધ સાથે ૬ હરડેનું ચૂર્ણ ખાવું. જે આ પ્રમાણે એ ઋતુઓમાં હરડેનું સેવન કરે તે મનુષ્ય સદા નિરોગી રહે છે.
બસ્તિ-પિચકારીને વિધિ. જે રોગીનાં મળ-મૂત્ર રોકાઈ ગયાં હોય તેઓને ઔષધની પિચકારીઓ ગુદા તથા ઇતિમાં દેવી. તેને બસ્તિકર્મ કહે છે. તે પિચકારી જસદની નળીવાળી બકરાના અંડકોષની અથવા સેના વગેરે ધાતુઓની નળીવાળી ગાયના પુછડાના આકારે બને છે તેમાં એવધીઓનું પાણી કે તેલ વગેરે ભરી યુક્તિથી પિચકારી આપવી, જેથી વાયુના સર્વ રોગ મટે છે. તે બસ્તિના બે ભેદ છે–એટલે અનુવાસનબસ્તિ અને નિરૂહબસ્તિ, જેમાં ધી તેલ વગેરે ભરી પિચકારી આપવી તેને અનુવાસન બસ્તિ કહે છે અને કવાથ, દુધ તથા તેલને ભેગાં કરી તેથી જે પિચકારી આપવી તેને નિરૂહબસ્તિ કહે છે. અનુવાસનબસ્તિનો ભેદ માત્રાબસ્તિ છે અને નિરૂહબસ્તિને ભેદ ઉત્તરબસ્તિ છે. એ બે પ્રકારમાં અહીં પ્રથમ અનુવાસનબસ્તિની રીતિ કહીએ છીએ. અનુવાસન અને માત્રા બસ્તિમાં ધી-આદિની માત્રા આઠ તે લાભારની કે ચાર લાભારની લેવી. લૂખા શરીરવાળાને, તીણ અગ્નિવાળાને, કેવળ વાયુવાળાને, અનુવાસનબસ્તિ આપવી, પણ કાઢીને, પ્રમેહરોગીને, જાડા શરીરવાળાને અને પેટના રોગીને અનુવાસનબસ્તિ આપવી નહીં. અજીર્ણવાળાને, ઉન્માદ રોગીને, તરશથી પીએલને, સોજો, મૂચ્છ, અરૂચિ, બીહીનેલા, દમ, ખાંસી અને ક્ષયવાળાને નિરૂહબસ્તિ દેવી નહીં તથા અનુવાસનબસ્તિ પણ દેવી નહીં. એક વર્ષથી તે છ વર્ષ સુધીના બાળકને છ આંગળીની નળીને, છ વર્ષથી તે બાર વર્ષ લગી આઠ આંગળીની નળીને અને બાર વર્ષથી ઉપરનાં માણસને બાર આગળની નળીને ઉપયોગ કરો. છ આંગળની નળીમાં મગ જેવડું, આઠ આંગળની નળીમાં વટાણા જેવડું અને બાર આંગળની નળીમાં બોરના ઠળીયા જેવડું છિદ્ર રાખવું. પિચકારીને ઘી ચોપડી પોતાની બુદ્ધિવડે વખત રોગ વિચારી પિચકારી મારવી.
બસ્તિનું સારી રીતે સેવન કરવામાં આવે તે શરીર પુષ્ટ થાય છે, વર્ણ સારે ગાય છે, બળ વધે છે, આરોગ્ય રહે છે, અને આયુષ્ય વધે છે. શીતકાળમાં અને વસંતઋતુમાં સ્નેહની બસ્તિ દિવસે આપવી અને ગ્રીષ્મ, વર્ષો તથા શરદઋતુમાં સ્નેહની બસ્તિ રાત્રે આપવી. અતિ સ્નિગ્ધ ભજન ન કરાવતાં હલકું ભોજન કરાવવું. સ્નેહમાં સવા અને સંધવનું ચૂર્ણ નાખી યોગ્ય માત્રાએ રેચ લીધા પછી છ રાત બ્રહ્મા પછી જેના શરીરમાં
For Private And Personal Use Only