________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાવીશમે.)
મિશ્ર પ્રકરણ
( ૩૭૫ )
થાય ત્યારે કાળા ઊંબરાના દુધમાં ચેખી હિંગ વાટી અને એની બે મૂસો (ધાતુ-સનું ગાળવાની કુલડીઓ) બનાવી તેના સંપુટમાં તે પારાની ગળીને મૂકી સાંધા બંધ કરી તે સંપુટને મુલતાની માટી-મેટની બે મોટી મૂસો બનાવી તે મૂસમાં મૂમ ગોઠવી સંપુટ કરી કપડા માટીથી દઢ કરી સુકવી ગજપુટ અગ્નિ આવે, જેથી પારાની ભરમ થાય છે. અને થવા અંધાડાનાં બીજ વાટી તેની બે મૂસો બનાવી તેઓના સંપુટમાં કાળા ઊંબરાના દુધમાં પારો મિશ્રિત કરી વા, ખરલ કરી મૂકે. પછી કુબાનાં ફુલ, વાવડીંગ અને ખેર એઓનું ચૂર્ણ તે પારાની ઉપર નીચે ભરી ભભરાવી સંપુટના સાંધા જોડી દઈ પછી તે સંપુટને માટીની કુલડીએ-મૂસોમાં ગઠવી તેને કપડા માટીથી મજબૂત કરી ગજપુટ અગ્નિ આપો, જે થી એકજ પુટમાં પારાની ભસ્મ થઈ જશે. આ ભસ્મને ચોગ્ય વખતે, એગ્ય માત્રાએ રોગ્ય અનુપાન સાથે ઉપયોગ કરો. ભાવપ્રકાશ,
હિંગળકની ભસ્મનો પ્રકાર. ગાંગડાવાળો ચણે શુદ્ધ કરેલું હિંગળોક તેલા ૮ ભાર લઈ તેને કડછીમાં મૂકી અગ્નિ ઉપર રાખી લીંબુનો રસ શેર શેષાવો અર્થાત ટીપે ટીપે તેને રસ પાવે. પછી ડુંગળીને રસ શેર ૩ પાવો. ત્યાર બાદ ૧ શેર ડુંગળીની લુગડી કરી તેના વચમાં તે હિં ગળકનો ગાંગડ મૂકી પકાવી પછી ૧ શેર ઝેરચલાં, ૧ શેર રાઈ, ૧ શેર માલકાંકણી, ૧ શેર ડુંગળી, ૧ શેર ધી અને ૧ શેર મધ એ સઘળાંને એકત્ર કરી તેઓની લુગદી બનાવી કઢાઈમાં મૂકી, લુગદીના વચમાં તે ગાંગડાને ગોઠવી, ઢાંકી તેના નીચે ૮ પહેરને અગ્નિ આપો, જેથી હિંગળકની ઉત્તમ ભસ્મ થાય છે, તેલ ઉતરે છે અને લાલરંગ કાયમ રહે છે. તેની માત્રા બે રતી વા ૧ રતી પાનમાં ખાય અને કીરી પાળે તે સમસ્ત રોગને દૂર કરે છે અને ભૂખ લગાડે છે, તથા નપુષકપણું દૂર કરે છે.”
ધાતુ ઉપધાતુ શેધન મારણ વિધિ સંપર્ણ. ઈતિ શ્રી મન્મહારાજાધિરાજ રાજરાજેશ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર નામા ગ્રંથ વિષે ધાતુ ઉપધાતુ રસ ઉપર શેાધન મારણ નિરૂપણ નામને વેવીશ તરંગ સંપૂર્ણ
તરંગ ચોવિશમો.
આસવ પાક શિલાબૃત શોધન ક્ષાર નિકાસનની કૃતિ સારી, નેહન સ્વેદન વાંતિ વિરેચન શ્રેયસિ સેવન છે હિતકારી; બસ્તિ પ્રકાર સુધુમ્રનું પાન ને રક્તવિમોચન દૂષણ હારી, વિશમાજ તરંગ વિષે લખી આટલી બાબત ભાત સુધારી.
દશમૂળાસવને વિધિ. સાયપરટી, પીલવણી, બેયરીંગણી, મહેટી રીંગણી, ગોખરૂ, બીલી, અરણ, શિવણુ, 1 સાંધા બંધ કરવા માટે પણ કાળા ઊંબરાના દુધમાં ઘસેલી હિંગજ ઉપગમાં લેવી. છે અને ગુજરાતમાં સબડો મા જોવાને કહે છે. તે મુલતાની માટી કહેવાય છે.
For Private And Personal Use Only