________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢારમે)
દાંતના રોગોનું પ્રકરણ
(૩૨૩)
અને કમળ એ પ્રત્યેક પદાર્થોને બંબે તેવા ભાર કેક નાંખીને તેમાં તેલ કે ઘી નાખી ધીમા અરિનથી વિધિવત્ પકાવી તેના કોગળા કરવામાં આવે કે મહેમાં ભરી રાખે તે તુરતજ દાંતેનું હાલવું બંધ પડે છે, આને સહુચરાઘર્તિલ વા ઘી કહે છે. સિષિર રેગ માટે પેઢાઓમાંથી લેહી કઢાવી પછી લોદર, મોથ અને રસાંજન એઓનું ચૂર્ણ મધમાં કાલવી તેનો લેપ કરે અને વડ આદિ દુધના કવાથના કોગળા કરવા, જેથી સોષિર મટે છે. જે પરિદર થયો હોય તે, શીતાદ માટે કહેલા ઉપાયો કરવા, તેથી પરિદાર મટે છે. ઉપફશ થયો હોય તે સાફ કરી બન્ને તરફ મોડાં કરવાં, વ્રણને ઊંબરાના પાંદડાઓથી ઍવા અને પાંચ જાતનાં લૂણ અને ત્રિકટુને મધમાં કાલવી આંગળીવતે ધીરે ધીરે પઢાઓ ઉપર ઘસવાં, જેથી ઉપકુશ મટી જાય છે. વૈદર્ભ થયે હોય તે તેને શસ્ત્રથી કાપી પેઢાંઓને સાફ કરી પછી ખાર મુકી દે અને સર્વ ઠંડા ઉપચાર કરવા. ખલિવદ્ધન થયે હોય તે, નવા ફલા દાંતને કહાડી નાખી ત્યાં હાંભી દઈ કૃમિદતના જે આગળ ઉપાયો કહેવામાં આવશે તે કરવા. અધિમાંસક થએલ હોય તે કાપી નાખી વજ, તેજ. બળ, કાળીપાડ, સાજીખાર અને જવખાર એઓનું ચૂર્ણ કરી મધમાં કાલવી પઢાંઓને લગાડવું તે અધિમાંસક મટે છે. તથા પીપરના ચૂર્ણને મધમાં કાલવી કવળ કરવા. તલ, કુકોલે, લીંબડો અને ત્રિફળા એનો કવાથ કરી કોગળા કરે તે શાંતિ થાય છે. પેઢાંએની નળીઓમાં ભરનીગળ પડેલ હેય-જે ડાઢારસી થએલ હેય તો નાડી વણના અધિકારમાં બતાવ્યા પ્રમાણે ઉપાયો કરવા. જે દાંતની અંદર નાડી–નાસૂર થએલ હોય તે દાંતનાં પેઢાંઓને શસ્ત્રવતે કાપી દાંતને ઉખેડી નાખ; પરંતુ તે નીચેની હાર માટે ઉપાય - જ, પણ ઉપરના દાંતની હાર માટે તેમ કરવું નહીં. દાંત કાહાડી નાખ્યા પછી ચંબેલીનાં પાન, ધતુરાનાં પાન, ઉભી રીંગણીનાં મૂળી અને ગોખરૂનાં પાંચે અંગ લઈ એ સઘળાના કવાથમાં અથવા મજીઠ, લોદર તથા જેઠીમધ એઓના કવાથમાં પકાવેલું તેલ દાંતે ચોપડે તે દાંતમાં થએલા પરૂની ગતીને બંધ કરે છે. આ જાત્યાદિતલ કહેવાય છે. દંતવિદ્રધિ થઈ હોય તો વિદ્રધિના અધિકારમાં કહેલા ઉપાયો પ્રમાણે ઉપાય કરવા.
પિઢાઓના રેગોને અધિકાર સમાપ્ત થયો,
દાંતના રોગોનાં નામ તથા સંખ્યા. દાલન, કૃમિદંત, ભંજનક, દંતહર્ષ, દંતશર્કરા, પાલિકાયાવદતક અને કરાલ એ આક દાંતના રોગે છે, તેઓનાં કમવાર લક્ષણે નીચે પ્રમાણે- દાંતો જાણે ચીરાઈ જતા હોય તેવી દાંતમાં પીડા થાય તેને દાલન કહે છે. આ રોગ વાયુના કેપથી થાય છે.
કાળાં કાણાંવાળો, વલુરવાળો, પઢાઓમાં સેજાવાળા, પિઢાઓમાં પરૂવાળા, મયકર વેદનાવાળા અને જેમાં હલાવવા વગેરે કારણ વગર પીડા વાળા હોય તેને કમિટ કહે છે. આ રોગ વાયુકોપથી થાય છે. દાંતમાં સળે લાગે છે.
જે રોગથી મહું વાંકુ થઈ જાય, અને દાંત. ટુટી જાય તેને ભજનક કહે છે. આ. રોગ કફ તથા વાયુના કોપથી થાય છે. '
જે દાંતે ટાઢ પવન કે ટાઢા પદાર્થોનો તથા લુખા અને ખાટા પદાર્થોને સ્પર્શ સ
For Private And Personal Use Only