Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 397
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૪) અમૃતસાગર, તરંગ અહીપૂતના રોગ હોય તે, શંખ, ઘણે સર અને જેઠીમધ એનો લેપ કરવો. પારીગલિંક-પારૂલા રોગ હોય તે, જઠરાગ્નિને પ્રદિપ્ત કરવાની દવા આપવી. બાળકનું શરીર પુષ્ટ કરવા-શક્તિ વધારવા મારેલું સોનું, ઉપલેટ, મધ, ઘી, અને વજનું ચૂર્ણ એક વર્ષ લગી ચટાડવું જેથી બળ, બુદ્ધિ, સામર્થ્ય અને પુષ્ટિ પ્રાપ્ત થાય છે. બાળકને વારેઘડીએ તરસ લાગતી હોય તે વાળે અને સાકર એઓનું ચૂર્ણ મધમાં કાલવીને ચટાડવું. બાળકને લાક્ષાદિ તૈલ ઉત્તમ ફાયદો આપે છે અને સઘળા રોગો મટાડે છે માટે તેને ઉપયોગમાં લેવું. બાળકને મહેમાં થુલીઓ આવે છે તે એળચીને બાળી તેની રાખ મધમાં • કાલવીને જીભ ઉપર ચોપડવી. આંચકી આવતી હોય તે, પૂલાવેલ કંકણ વાલ ૧ મધમાં ચટાડે. વરાધ થઈ હોય તે-બબના રસમાં ગોળ નાખી પા. બાળકોના રોગોને અધિકાર સંપૂર્ણ ઇતિ શ્રીમન્મહારાજાધિરાજ રાજરાજે શ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગરનામા ગ્રંથ વિષે બાળકના સમસ્ત રેની ઉત્પત્તિ, લક્ષણ અને યત્ન નિરૂપણ નામને એકવીશ તરંગ સંપૂર્ણ તરંગ બાવીશમો. પંઢ ભેદ લક્ષણ અને, યોગ્ય યત્ર સુખકાર; આ તરંગમાં વિગતેથી, વર્ણવ્યા છે નિરધાર. પંઢરેગ થવાનાં કારણે. કડવી વસ્તુઓના અતિવેગથી, ખટાશ, ઉષ્ણ, મીઠા વગેરેના બહુ સેવવાથી વીર્યને નાશ થાય છે, અથવા ભયથી, શેકથી, કોધથી અને પુત્ર સ્ત્રી ધનને એકાએક નાશ થવાથી કે રતિક્રીડાસમય ઓચિંતું કોઈ આવી ચઢવાથી તથા રંગેના આવી લાગવાથી અને અતિ ૧ અબોલા બાળકને રેગ પારખવાની એ રીતિ છે કે, જ્યાં વેદના થતી હોય ત્યાં હાથ અડાડતાં શરીર ચરે છે, રૂવે છે અથવા બાળક તે જગ્યાએ વારંવાર હાથ અડાડ્યા કરે છે. માથામાં પીડા હોય તે, આંખે વસી રાખે છે અને માથું ઢાળીદે છે. મૂત્રાશયમાં વ્યાધિ હોય તો, મૂવ રેકાય છે તથા ભૂખ તરસ જતી રહે છે. જે ઝાડા કે મૂત્રનું રેકાણ, વિહલપણું, ઉલટી, પેટ ચઢયું હોય અને આ તરડાં બોલે તે કોઠામાં રેગ છે એમ સમજવું. રેયા કરતા હોય તો આખા શરરીમાં પીડા થાય છે એમ જાણવું. જીભ હોઠ કરડતો હોય,શ્વાસ હોય અને મુઠી વાળી રાખે તો જાણવું કે છાતીમાં પીડા છે. અને ગુદા વલૂર્યા કરે તથા મુંઝાઈને રોયા કરે તો કરમની પીડા છે એમ જાણવું. વધારે ઓછું દરદ તેના રેવા ઉપરથી જાણી લેવું. ભા, કર્ણ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434