Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 399
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૬) અમૃતસાગર, (તરંગ પણાને લીધે, રોગનેલીધે, ભય શોક ક્રોધ કે ગ્લાનિને લીધે જેઓ નjષક થયા હોય તે તેઓએ વાજીકરણ પ્રયોગ કરવા. જો કે જે પુરૂષ દેખાવમાં પુછ હોય, પરંતુ સ્ત્રી સભગમાં જરા પણ કામને નહોય તેને પણ નપું પકજ માનેલ છે. તેવાઓને પણ વાજીકરણ પ્રયોગ કરવા જરૂરના છે. વાજીકરણ એટલે અવાજ ( ) વાનિને (શુ. તિ) જિરે ન તિ વાવિવારપામ્-વીર્ય વગરના પુરૂષને વીર્ય યુક્ત જે ઉપાય વડે કરી શકાય તે ઉપાયને વાજીકરણ કહે છે. અથવા જે પદાર્થ પુરૂષને મિથુનમાં ઘેડાના જે સમર્થ કરે તે પદાર્થ ને વાજીકરણ કહે છે, માટે વૃદ્ધાવસ્થા થયા છતાં સ્ત્રી રમણની ઈચ્છા કરનારને, સ્ત્રીઓને પ્યારે સંપાદન કરનારને, અતિ સ્ત્રી સંગથી ક્ષીણ થએલાને, નપુંપકને, થોડા વીર્યવાળાને, ભાગની ઈછાવાળાને, ધનવાન રૂપવાન તથા યવન વાનને અને જેને વધારે સ્ત્રીઓ હેય તેને વાજીકરણ હિતકારી છે, જેથી વાજીકરણ કરવા આલસ્ય રહિત રહેવું. પુષ્ટ શરીર વાળાએ પણ દેશ કાળને અનુસરી વાજીકરણનું સેવન કરવું. વાજીકરણ કરનારા પદાર્થો. અનેક પ્રકારનાં ઉત્તમ ભોજન, અનેક પ્રકારના ઉત્તમ પીવાના યોગ (દુધ વગેરે ) પદાર્થો, કાનને મધુર લાગે તેવા ગીત-વચન-વાજી, ચામડીને સુખ આપે એવા કોમળ ગાદી-તકીયા, પુષ્પ, નવીન સ્ત્રીને સ્પર્શ, અજવાળી રાત, સુંદર સોળ શૃંગાર સજેલી હાવ ભાવ હાસ્ય કટાક્ષ કુતૂહલ અને લલિત લાવણ્યવતી ખીલતી યુવાનીવાળી ચપળા સ્ત્રી, મનહર વાર્તા વિનોદ, સંગીતધ્વની, ઉત્તમ આનંદ આપનાર પાનબીડાં, માદક ( દારૂ ભાંગ વગેરે ) પદાર્થો, સુંદર સુગંધદાર માળા, મનને હરી લે તેવાં સ્વરૂપ, ખીલેલા વન ઉપવન બગીચાઓ અને મન વાંછિત પદાર્થોની પ્રાપ્તિ એટલા વાનાં વાજીકરણ કરનાર છે અર્થત કામદેવને જાગ્રત કરનાર છે ! તેમજ મહેલની ઉંચી અટારીઓ (ઝખાઓ), નીલ કમળનાં પાદડાં, તથા નજીકમાં સુગંધદાર મંદિરના પાલાઓ પડ્યા હોય, મદિરા પીને મસ્ત બનેલી મદવતી માનુની મદનને જગાવનારી, વિણા નાદ, શંગારીક વાર્તાઓ અને એકાંત સ્થાન એ પણ કામદેવને સહાયતા આપનાર છે; અર્થાત ધ્યાની જ્ઞાનીઓનાં ભાન ભુલાવી માન મુકાવી વિલાસવતિ વનિતાના વિષયમાં લુબ્ધ કરનાર છે. રતિવર્ધન ચોગ. માળવી ગેખર, એખરે, જેઠીમધ, ગંગેટી, આસગંધ, શતાવરી, મુશળી અને ચાં એએ સર્વનું ચૂર્ણ કરી ચૂર્ણના જેટલા જ ઘીમાં ચૂર્ણને શેકી તેથી આઠ ગણા દુધમાં તેને ઓને માવો બનાવી સર્વથી બમણી સાકર નાખી તેના લાડુ બનાવી પથ્થમાં હી ખાય તો અતિ ઉત્તમ વાજીકરણ કરે છે. અને નપુષપણું ટાળે છે. આ ગેસુરાદિ ચૂર્ણ કહેવાય છે. અથવા દક્ષણી ચીકણી સોપારી ૪૦ તોલાભાર લઈ તેને ઝીણે ભૂકો કરી પાણીમાં બાફી કુણે થયે ખાંડી ચૂર્ણ કરી સુકવી વસ્ત્રગાળ કરી તેને આશ્રણ ગાયના દુધમાં, ધીથી ક. ૧ શુક બહોતરી, શૃંગાર સતક. ચોર પંચાશિકા, પ્રવીણસાગર, મધુ માલતી, શૃંગાર તિલક, રસિક પ્રિયા, સુંદર ફાર, જગતવિનોદ, અલંકારિક વાર્તાઓ, રસિક નાટકે, રમુજી રમ્મત ગમ્મતની કહાણીઓ અને અમારા તરફથી પ્રકટ થએલ અકબર અને બીરબલની વાર્તાઓ મનનો ઉ સાહ વધારવા અવશ્ય વાંચો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434