________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭)
અમૃતસાગર,
(તરંગ
ગધકને ભૂકો પાથરી ગળો મુકી પાછો અધે ગંધકનો ભૂકો ઉપર રાખી તેને સંપુટ કરી કપડા માટીથી તેને મજબુત કરી ૩૦ અડાયા છાણનો અગ્નિ આપો. એમ ૧૪ વખત કરે તે, સેનાની નિરૂથ (મધ ઘી અને ખડીઓખાર નાખીને આંચ દેવાથી પણ સજીવન થાય નહીં તેવી) ભસ્મ થાય છે. પણ દરેક વખતે સંપુટમાં ગંધક ઉપર કહ્યા પ્રમાણેજ પાથરવો. અથવા સેનાનાં શુદ્ધ કરેલાં પતરાંથી સળમાં ભાગે સીસું નાખી ખહાસમાં એ બન્નેને ખરલ કરી ગળા બનાવી ગોળા જેટલો શુદ્ધ ગંધકને ભૂકો લઈ સંપુટમાં ગેળો મુકી ઉપર નીચે ગંધકનો ભૂકો પાથરી સંપુટ કરી તે ઉપર કપડા ભાટી દઈ , મજબૂત બનાવી ૩૦ અડાયા છાણાને અગ્નિ આપો. એમ છ વખત કરવાથી સેનાની નિરૂથ ભસ્મ થાય છે. શાવર સંહિતા,
અથવા કંચનાર વૃક્ષના રસમાં શુદ્ધ પારો અને શુદ્ધ સેનાના જપત્ર સમાન પત્રોને ઘુંટી પછી આગીયાના રસમાં તથા વઢવાડીના રસમાં ઘુંટી, પછી સેનાના ચોથા ભાગે ટંકણખાર નાખી વાટી તેનાથી બમણું સાચા મોતીનું ચૂર્ણ અને તે સર્વના સમાન શુદ્ધ ગંધક નાખી એકત્ર કરી સારી પેઠે ઘુંટી તેનો ગેળો બનાવી કપડાથી મજબૂત વીટી પછી માટી લપેટી સુકવી સાવ સંપુટમાં મુકી તે ઉપર કપડા માટીથી મુદ્રા દઈ તેને એક મીઠાથી ભરેલા માટલાના વચેવચ મુકી માટલાને મેહડે મુદ્રા દઈ સુકવી ગજપુટ અગ્નિ આપવો. એની મેળેજ ઠંડો થઈ જાય ત્યારે સંપુટને ઉઘાડી ભસ્મને કહાડી લઈ શુદ્ધ ગંધક-પારો મેળવી ખરલ કરી એકવ થયે ફરી સંપુટમાં બંધ કરી મુદ્રા દઈ ગજપુટ અગ્નિ આપ અને પિતાની મેળે જ ઠંડો થાય ત્યારે ભસ્મને ગ્રહણ કરવી. તે બે રતી ભાર ભસ્મને ૮ મરી, ૭ પીપર સાથે વાટી બે અથવા રતી પ્રમાણ મધ અને ઘી વિષમ ભાગે લઈ તે સાથે પી ભોજન સહિત નિરંતર સેવન કરે તે દુર્બળતા, નિર્બળતા, કફ, વાયુ, સંગ્રહણી, ઉધરસ, શ્વાસ, ક્ષય અને અરૂચિને નાશ કરે છે તથા જઠરાગ્નિને પ્રદિપ્ત કરે છે. આ મૃગાંકરસ કહેવાય છે. ચિંતામણિ,
રૂપરસને વિધિ. શુદ્ધ હરતાલને લીંબુના રસમાં ૧ પહેર સુધી ઘુંટી પછી હરતાલથી ત્રણ ગણું શુદ્ધ ચાંદીનાં કંટક વેધ પડ્યાં લઈ તે ઉપર તે હરતાલનો લેપ કરે અને તેઓને સરાવ - પુટમાં મુકી કપડા માટી દઈ સુકવી ૩૦ અડાયા છાણાને અગ્નિ આપો. એમ ૧૪ વાર કરવાથી ચાંદીની ઉત્તમ ભસ્મ થાય છે. આ રૂપરસને રતી ભાર યોગ્ય અનુપાન સાથે સેવન કરે તે ઘણા ગુણ કરે છે. ભાવપ્રકાશ. અથવા “ચાંદીનાં શુદ્ધ કંટક વેધ પત્રના ઉપર નીચે રૂપમાખીને ભૂકો ચાંદીના પત્ર સમાન સરવ સંપુટમાં મુકી સંપુટને કપડા માટીથી દઢ કરી સુકવી ગજપુટ અગ્નિ આપો જેથી શુદ્ધ રૂપ થાય છે.”
ત્રાંબાની ભસ્મ કરવાને વિધિ. શુદ્ધ કરેલાં ત્રાંબાનાં પડ્યાં કરી તે ઉપર રૂપમાખીને લેપ કરી વા, સાવલામાં ઉપર નીચે તેને ભૂલે મૂકી તેમાં સંપુટકરી કપટા માટીથી મજબૂત કરી ગજટ અમિ આપ, જેથી તમેશ્વર શુદ્ધ તૈયાર થાય છે. આ તાંબાની ભસ્મ ૧ રતીભાર 1 મહિના સુધી કેવય અનુપાન સહ સેવન કરે તે પાસ, ઉધર્સ વગેરે રોગોને નાશ કરે છે. ”
For Private And Personal Use Only