________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬ર)
અમૃતસાગર,
(તરંગ
ધવરાવે, જેથી બાળકના પેટમાં દવા જાય છે અને રોગ મટે છે.
બાળકને તાવ આવતો હોય તે, સઘળા પદાર્થો બંધ કર્વા, પણ ધાવણ બંધ કરવું નહીં. બાળકને લંઘન કરાવવું હોય તે તેની માને હલકું ભોજન કરાવવું એજ બાળકને લંધન છે. અથવા ભદ્રમોથ, હરડે, લીંબડ, કવાં પરવળ અને જેઠીમધ એઓને કવાથ કરી જરા ઉને હોય તે વખતે પાએ તે સઘળી જાતના તાવ મટે છે. આ ભદ્રમુસ્તાદિ કવાથ કહેવાય છે.
- તાવની સાથે ઝાડો હોય તે, મોથ, પીપર, અતિવિષ અને કાકડાશીંગ એઓનું ચૂર્ણ કરી મધમાં કાલવી ચટાડવું, જેથી ઉધરસ, શ્વાસ-હાંફવું, ઉલટી અને નવરાતિસાર મટી જાય છે. આ ચતુર્ભદ્રાદિકા કહેવાય છે.
બાળકને ઝાડો થયો હોય તે બીલું, ધાવડીનાં ફુલ, વાળો, લોદર અને ગજપીપર, એએને કવાથ કરી ઠંડો થયા પછી મધ મેળવી પાએ તથા એઓના ચૂર્ણને મધમાં કાલવી ચટાડે તો અતીસાર મટે છે. આ બિવાદિઅવલેહ કહેવાય છે.
બાળકને ભુંગળીવાટે ઝાડો થતું હોય તેરીસામણીનાં મૂળ (કે મજીઠ), લેદર, ધાવડીનાં દવ અને ઉપલસરી એઓને કવાથ કરી ઠડ થયા પછી તેમાં મધ નાખીને પાએ તે, ભયંકર અતીસાર પણ મટે છે. આ સમંગાદિક વાથે કહેવાય છે.
બાળકોને અતીસાર થયે હોય તો–વાવડીંગ, બોડીઅજમે, અને પીપરના દાણ એનું ચૂર્ણ કરી નવશેકા પાણી સાથે અડવાળીને પાઈ દેવું, જેથી જળસ પડતું છેય તે મટી જાય છે. આ વિડંગાદિ ચૂર્ણ કહેવાય છે.
- બાળકને રક્તાતીસાર-લેહીખંડવાડો થયો હોય તે--મોચરસ, રીસાગણીનાં મૂળ અને કમળના કેસરા એઓ સર્વ સેવા તે લાભાર તથા ચોખાની કણકી સવાલાભાર લઈ તેમાં અગીઆર તેલા પાણી નાખી તેની યવાગૂ બનાવી બાળકને પાવી જેથી ઝાડામાં લેહી પડતું હોય તે મટી જાય છે.
સુંઠ, અતિવિષ, મોથ, વાળો અને ઇંદ્રજવ એઓને કવાથ કરી પ્રભાતે પીવા આપે તો બાળકોના સર્વ પ્રકારના અતિસાર મટી જાય છે.
બાળકને મરડો થયો હોય તે, ચોખાની ધાણી, જેઠીમધ, સાકર અને મધ એએને ચોખાના ધાવણ સાથે પાએ તો મરડો મટી જાય છે. આ લાદી ચુર્ણ છે.
બાળકેને સંગ્રહણી થઈ હોય તે– હળદર, દારુહળદર, દેવદાર, દબી રીંગણી ગજપીપર, ગધીમેરો અને સવા એઓનું ચૂર્ણ મધ તથા ધીમાં કાલવી ચટાડે તો, બાળકની સંગ્રહણી, વાયુની પીડા, કમળે, તાવ, અતીસાર તથા પાંડુરંગ વગેરે સર્વ મટી જાય છે. અને જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે. આ રજન્યાદિ ચણે છે.
બાળકને ઉધરસ થઈ હોય તો–મેથે, અતિવિષ, અર, પીપર અને કાકડાશીંગ, એઓને સ્વસ કરી તેમાં મધ નાખીને ચટાડે તે સર્વ પ્રકારની ઉધરસ મટે છે. આ મુસ્તાદિ સ્વરસ કહેવાય છે. અથવા રીગણીના ફુલોના કેસાઓને વાટી મધમાં કાલવીને ચટાડે તે બાળકની લાંબા વખતની ઉધરસ પ મટી જાય છે.
બાળકને ઉધરસ તથા શ્વાસ હોય તે—ધાણા અને સાકરને ચોખાના ધાવણ સાથે પાવા. અથવા કાળીદ્રાખ, અર, હરડે અને પીપર એનું ચૂર્ણ મધમાં કાલવી
For Private And Personal Use Only