________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૦)
અમૃતસાગર
(તરંગ
કરે અને અંગ ભાગ્યા કરે છે. તેની શાંતિના માટે ઘહુના લોટનું પુતળું બનાવી રતાંજલીથી પુતળાનું દહીં લાલકરી મહેમાં દુધની ધાર દઈ પીળાંકુલ, સુખડ, પાન, પીળી ધજાઓ ૭, છ દિવડાં, ૮ પૂરી, ૮ વડાં, ૭ કચોરી, માછલાનું માંસ, તથા દારૂ એટલી વસ્તુઓને પૂર્વ દિશાએ બાળકના માથા ઉપરથી ૩ નો નાથ ય ર મુંગ વા€T. આ મંત્ર વડે ઉતાર ઉતારી બલિદાન દેવું. પછી શાંતિ જળથી સ્નાન કરાવી, શિવનિર્માલ્ય, ગુગળ, ગાયનું શીગડું, સાપની કાંચળી અને ઘી એઓને ધુપ દે. એમ ૩ દિવસ ક્યા પછી જ થે દિવસે બ્રાહ્મણોને જમાડવા તે, શાંતિ થાય છે.
બાળકના જન્મથી બારમે દિવસે, બારમે મહીને કે બારમે વર્ષે કામુકા માતૃકા બાળને વળગે છે, તેથી પહેલાં તાવ, હશે, બકે-લવારે કરે, હાથને તોડી નાખે, વાળ પકડે, ચીસે પાયા કરે, વારંવાર ઝબકે અને ભોજનમાં અભાવ હોય છે. તેની શાંતિના માટે દુધના ભાવાનું પુતળું કરી અથવા દુધથી ઘહુને લોટ બાંધી તેનું પુતળું બનાવી ચંદન, પાન, ધોળાકુલ, ધોળી ધજાઓ ૭, ૭ દિવડા, ૭ માલપુવા દહી ભાત વગેરે હાથમાં લઈ
ઉ” નો નારાયપાય હું મુંગ ફુન રહ્ય”. આ મંત્ર ભણી બાળકના માથા ઉપરથી ઉતારો ઉતારી બલિદાન દેવું. પછી શાંતિ જળથી સ્નાન કરવી, શિવનિર્માલ્ય, ગુગળ સરસવ અને ધી એઓની ધણી દેવી. એમ ૩ દિવસ કર્યા પછી એથે દિવસે બ્રહ્મભોજન કરાવે તે, સર્વ દોષ શાંત થાય છે. એમ રાવણકૃત કુમારતંત્ર ગ્રંથમાં કહેલું છે.
બાળકના રોગોની ઉત્પત્તિ નિદાન તથા લક્ષણો. બાળકની માતા ભારે, વિષમ તથા દેને વધારનારાં ભજન કરે, તેથી તેના (માના) શરીરમાં દોષે કોપી જાય છે, અને ધાવણ બગડે છે. વિપરીત આહાર તથા વિહારથી ધાવણ દૂષિત થાય છે અને તે ધાવણ ધાવવાથી બાળકના શરીરમાં રોગો ઉત્પન્ન થાય છે. જો ધાવણ વાયુથી દુષ્ટ થયું હોય અને તે ધાવણ બાળક ધાવે તે તેથી વાયુ સંબંધી રોગોથી આતુર થાય છે, નબળા ઘાંટાન, પાતળા અંગવાળો થાય છે અને મળ-મૂત્ર તથા પવનને અટકાવ થાય છે. પિત્તથી ધાવણ દુષ્ટ થયું હોય તે, પિત્ત સંબંધી દરવાળે, તરશે અને સઘળાં અગમાં ગરમીવાળા થાય છે. કફથી ધાવણ બગડ્યું હોય તે, કફ સંબંધી દવાળ, નિદ્રાથી પીડાતા, જડ, સેજાવાળા, વાંકી આંખેવાળો હોય અને ઉલટી કર્યા કરે છે.
તાવ વગેરે જે જે રેગે મોટાઓને થાય છે તે તે રેગે બાળકોને પણ થાય છે, પણ જે તેઓનાથી જુદા પ્રકારના ખાસ બાળકોને જ થનારા રોગે છે તેનું વિવેચન નીચે પ્રમાણે—
તાળવાના માંસમાં કફ કે પાયમાન થઈ તાલકંઠ નામનો રોગ ઉત્પન્ન કરે છે, એથી બાળકનું તાળવું બેસી જાય છે-જેને ગળું પડયું કહે છે. તે રોગથી ધાવવા ઉપર કંટાળે, ઝાડે પાતળો થાય, તરશલાગે, આંખ્યામાં ગળામાં તથા મહેલમાં પીડા થાય, ડોક ધારણે રાખી શકે નહીં અને ક્યા કરે છે.
બાળકને માથામાં તથા મૂત્રાશયમાં ત્રણે દોષોના કોપથી પ્રાણનો નાશ કરે એવા રાતા વર્ણવાળા વિસર્ષ થાય છેતેને મહાપદ્ય રોગ કહે છે. માથામાં થએલો વિસર્પ લમણાઓમાં થઈ હૃદયમાં જાય છે અને હૃદયમાંથી ગુદામાં જાય છે. તેમજ મૂત્રાશયમાં થએલે વિસર્ષ ગુદામાં જાય છે અને ગુદામાંથી હદયમાં જાય અને હૃદયમાંથી માથામાં જાય છે. આ રોગને ૨તવા કહે છે.
For Private And Personal Use Only