________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકવીશ)
બાળરોગ પ્રકરણ.
(૩૫૩)
તરંગ એકવીશમો. બાળકના રોગે બધા, પ્રાચીન ગ્રંથ પ્રમાણ; આ તરંગમાં વર્ણવ્યા, સુખકર સંધિ મુજાણ.
–(૦) ––– બાળકના રોગને અધિકાર સમજુ મા બાપે બાળગ્રહોથી બાળકનું રક્ષણ કરવું.
જેઓનાં બાળકે ગંદાં-અપવિત્ર હોય તથા જેની માતા ફુવડ હોય તેના બાળકને બાળગ્રહ પડે છે. તે બાળગ્રહ, પ્રખ્યાત નવગ્રહથી જુદા જ પ્રકારના ગ્રહો છે, તેમ તેઓ ની સંખ્યા પણ નવનીજ છે. એટલે સ્કંદ ૧, સ્કંદપસ્માર ૨, શકુની ૩, રેવતી ૪ પૂતના ૫ અંધકૃતના ૬, શતપૂતના ૭, મુખમડકા ૮, અને નીમેષ ૮ એ નવ બાળગ્રહ કહેવાય છે.
બાળગ્રહની ઉત્પત્તિ. સ્કંદ વગેરે નવ ગ્રહે કાર્તિકેયસ્વામીના સંરક્ષણાર્થે શ્રી સદાશિવજીએ તથા કૃત્તિકાએ, પાર્વતિએ અને અગ્નિએ ઉપન્ન કરેલા છે. એટલે સ્કંદગ્રહને શ્રી સદાશિવજીએ પ્રકટ કર્યો છે, તેનું બીજું નામ કુમાર છે. સ્કંદા પસ્માર ગ્રહને અગ્નિએ ઉપન્ન કર્યો છે તે અગ્નિ જેવી કાંતિવાળો છે અને સ્કંદસખ તથા વિશાખ એ નામથી પણ ઓળખાય છે. શકુનીધી માંડીને મુખમંડિકા સુધિના છ ગ્રહે સ્ત્રી રૂપે છે, અનેક રૂપવાળા છે અને ગંગા પાવંતિ તથા કૃત્તિકાઓ એઓના રજોગુણી તથા તમોગુણી ભાગ રૂપ છે. નૈમેષ નામના બાળગ્રહને પાર્વતીજીએ ઉપન્ન કર્યો છે, તેનું ઘેટા જેવું મહે છે અને સ્વામી કાર્તિકેયને પ્રાણ સમાન પ્યારો છે. એ નવે બાળગ્રહ સંપત્તિ તથા દિવ્ય શરીરવાળા છે. તેઓ જે સમય શ્રી સદાશિવજીએ કાર્તિકેય સ્વામીને દેવતાઓના સેનાપતિ કર્યા તે વેળાએ આ સઘળા ગ્રહો દેદિપ્યમાન સાંગને ધારણ કરનારા કાર્તિકેય સ્વામી આગળ આવીને ઉભા અને હાથ જોડી કહેવા લાગ્યા કે “હે સ્વામી! અમોને આજીવિકા આપો.” આ પ્રાર્થનાનાલીધે કાર્તિકેય સ્વામીએ શ્રી શંકર પિતાને તેઓના માટે વિનવ્યું તેથી આશુતોષ ભગવાને તે બાળગ્રહને કહ્યું કે- આ જગત વિષે પશુ પક્ષી મનુષ્ય અને દેવ એ ત્રણ જાતી છે. તે ત્રણે જાતિઓ એક એકના પરસ્પર કરેલા ઉપકારોથી વર્તે છે અને તે ઉપકારથીજ ટકી રહેલ છે દેવતાઓ. તે તે યોગ્ય સમયમાં ગરમી, વર્ષ, શરદી અને પવનને ઉન્ન કરી મનુષ્ય તથા પશુ કમ માટે સહાયતા મળતી જોઇ તે ઉપાયોને અત્રે ત્યાગ કર્યો છે; જે કે છિદ્રગણી દુષ્ટાત્માઓને તથા વ્યભિચાર વલ્લભ જનોને પિતાને સ્વાર્થ સાધવાની અગવડતા પડવાથી આ પૂર્ણ ગ્રંથ છતાં પણ અપૂર્ણ લાગશે, પણ તેવા કુત્સિત કર્મચારીના કથને ઉપર કેવળ લક્ષ ન આપતાં સદાચાર અને સતપંથમાં રહી પોતાનું કાર્ય પાર પાડયું છે માટે સુજ્ઞ સદાચારી સુજને મારા હેતુને લક્ષમાં લઈ નહીં જેવા વિષયની ન્યૂનતા માટે રહેલી અપૂર્ણતાના દોષ માટે દરગુજર કરશે. ભલે કુર્મિજ કુકર્મ કરવા અન્ય સ્થળથી પોતાની દુષ્ટ વાસના પાર પાડે, પણ આ ગ્રંયથી તે હેતુ પાર ન પડે તેમ થવું દુરસ્ત ધારી મેં તેને ત્યાગ કર્યો છે,
ભા, કે,
For Private And Personal Use Only