________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૮ )
અમૃતસાગર.
(તરંગ
દિ વિકારોવાળી, કઠણ, માંસના અંકુરથી અત્યંત વ્યાપ્ત અને ગળાને રોકી દેનારી વાટ ત્રિદોષથી થનારી તે શતનિ કહેવાય છે.
ગિલાયુનું લક્ષણ-કફ અને લેહીના કોપથી ગળામાં આંબળાના ઠળીયા સમાન સ્થિર, થોડી પીડાવાળો અને જાણે ખાધેલું ગળામાં ભરાઇ રહ્યું હોય તેવું જણાતે ચંથિ ઉત્પન્ન થાય છે તેને ગિલાયુ કહે છે. આ રોગ શસ્ત્રક્રિયાથી મટે છે.
કંઠવિધિનું લક્ષણ-સઘળા દોષના કેપવાથી સઘળા પ્રકારની પીડાવાળા અને આખા કંઠમાં વ્યાપ્ત થઈ ઉઠેલો જે સે થાય છે. તેને કંઠવિદ્રધિ કહે છે.
ગલાઘનું લક્ષણ-કફ અને લેહીના કોપવાથી ગળામાં અન્નને તથા પાણીને અટકાવના રો, ઉદાન વાયુની ગતિનો નાશ કરનાર અને આકરા તાવવાળો જે મહા સંજે થાય છે તે ગલીઘ કહે છે.
સ્વરનનું લક્ષણ-વાયુના માર્ગે કફથી દુષ્ટ થઈ જતાં અંધારૂ જોવામાં આવે, વારેવાર હાંફ થાય, ગળું સુકાય તથા અનાદિ ગળવામાં અશકત અને ઘાંટો બગડી જાય તેને સ્વરન કહે છે. આ રોગ વાયુના કોપને છે.
માંસતાનનું લક્ષણ-કંઠમાં ફેલાયલે, લટકતે અને બહુ દુઃખ દેનારે જે સોજો કેમે કરીને ગળાને રૂધિ નાખે છે તેને માંસતાન કહે છે આ. રોગ ત્રિદોષજન્ય છે, જેથી રાગી બચતો નથી.
વિદારીનું લક્ષણ-પિત્તના કોપવાથી ગળામાં બળતરા સહિત આકરી વેદનાવાળા, ધણોજ રાતો અને ગધાતો તથા ફાટતા માંસવાળો જે સોજો થાય છે તેને વિદારી કહે છે. માણસ જે પડખે વધારે સુતે હોય તે બાજુએ આ રોગ થાય છે.
ગળાના રોગના ઉપાય. જે રોહિણી મટે તેવી હોય તો તે માટે લેહા કઢાવવું યોગ્ય છે. અથવા ઉલટી કરાવવી, ધુમાડે પાં, કોગળા કરાવવા અને નાસ આપ તે રોહિણી મટે છે. વાયુજન્ય રોહિણી માટે લેહી કઢાવી પછી સૈધવઆદિ લવણોથી પ્રતિસારણ કરવું. અને સ્નેહના સહેવાય તેવા કોગળા વારંવાર કરવા. કફની રેહિણી માટે ઘરના ધુમાડાને ધંસ, સુંઠ, મરી અને પીપર એના ચૂર્ણથી પ્રતિસારણ કરવું. ધોળી ગરણી, વાવડીંગ અને નેપાળાનું મૂળ એના કચ્છથી પકાવેલા તૈલમાં સિંધાલુણ નાખી તેનો નાસ લેવો. અથવા એઓને કેવળ પણ મુખમાં ધારે. પિત્તની રોહિણી માટે લેહી કઢાવીને સાકર, મધ તથા ઘઉંલા એએથી પ્રતિસારણ કરવું અને ધાખ તથા ફાલસાનો કવળ મોંમાં રાખે. કંઠશાકમાં લેહી કરાવી તુંડકેરીની ચિકિત્સા પ્રમાણે ઉપાય કરવા અને એક વખત ડું સ્નિગ્ધ - જન જમવું. અધિજી હુ માટે ઉપહિના ઉપચારે પ્રમાણે ઉપાય કરવા. એકવૃદમાં લોહી કઢાવ્યા પછી શોધનને વિધિ કરે. વૃદમાં પણ તેવી જ ક્રિયાઓ કરવી. ગિલાયુ માટે શસ્ત્રક્રિયા કરવી. કંઠવિધિ માટે જે મર્મસ્થળમાં ન હોય અને સારી પેઠે પાકી ગયો હોય તો તેને કાપી નાંખવો.
ગળાના રંગેના સામાન્ય ઉપાયે. ગળાના રોગમાં લેહી કઢાવી અને આંક નાસ આપીને પછી ઉપાય કરવા. દારુહળદર, તજ, લિંબડે, રસવંતી અને ઇંદ્રજવે એઓને કવાથ કરીને પાવે. અથવા હરડેને
For Private And Personal Use Only