________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૬)
અમૃતસાગર
(તર ગ
સરસડીયાનાં પાંચ અંગને ગોમૂત્રમાં વાટી લેપ કરે તે ઝેર મટી જાય છે. અથવા પીપર,
હિસનાં ફુલ ( રોહીસ ન મળે તે વાળો લેવો. ), જટામાંસી, દર, ફેટી એળચી, સાજીખાર, મરી, વાળા, સોનાગેરૂ અને હાની એળચી એએને કવાથ કરી ઠંડો થશે તેમાં મધ નાખી પીવાથી દૂષિ વિષ મટી જાય છે. દૂષિ વિષ વાળાને સારી પેઠે સ્નિગ્ધ કરી તથા ઉલટીથી રેચથી શોધિત કરીને પછી આ ઉપાય આપવા. ભાવપ્રકાશ. અથવા તાંદળજાનાં મૂળીઓ ચોખાના ધોવણમાં વાટી ત્રિકટુન ચૂર્ણ સાથે પીવાથી મનુષ્ય વિષ હિત થાય છે. વૈઘરહસ્ય.
જંગમ ઝેરના ઉપાય. હરડે, ગોરુંચંદન, ઉપલેટ, આકડાનાં પાન, કમળ, બરૂનાં મૂળ, નેતરનાં મૂળ, વછનાગ, વા અફીણ, ધોળું નસતર, ઇંદ્રજવ, મજીદ, ધમાસે, શતાવરી, શિંગડાં, રીસામણિ, અને કમળના કેસરા, એઓનો કલ્ક કરી ચોગણ પાણીમાં અથવા દુધમાં તે કક નાખી ધીમા તાપથી ધી પકાવવું. સારી રીતે ધી પાકી રહે ત્યારે ઉતારી ઠંડુ થયા પછી ધીના જેટલું જ મધ નાખીને સારી માવજત સાથે સુંદર પાત્રમાં ભરી રાખવું. આ મૃત્યુ પાસ
છેદી વૃત ઝેરના પથી થએલાં સર્વ દુ:ખને અને ઝેરને નાશ કરે છે. અંજનમાં, ચોળવામાં, પીવામાં, પિચકારીના ઉપયોગમાં લેવામાં આવેલું આ ઘી સ્પર્શમાત્રથી ઝેરથી ખરાબ થએલી ચામડીને સાફ કરી નાંખે છે. તથા કૃત્તિમ-બનાવટી ઝેર, તમક નામનો શ્વાસ, વલુર, માંસસાદ, બેભાનપણું અને સર્ષ, ઉદર, કીડી, કાળીયાદિના ઝેરનો આ ઘત ઉત્તમ પ્રકારે નાશ કરે છે. ભાવપ્રકાશ. અથવા ઘી, મધ, માખણ, પીપર, આદુ, મરી અને સિંધાલૂણ એઓને એકઠાં વાટી પીએ તે ઘેર તક્ષક નાગને કરડેલે પણ તેમનુષ્ય) બચે છે. વૈઘરહસ્ય. અથવા સરસડીઆના જુના રસમાં ધોળાં મરી (સરગવાનાં બીજ) ૭ દિવસ સુધી ભીંજવી રાખી તેનું અંજન રેક વા ના દે કે પીએ તો તેથી સાપનું ઝેર નાશ થાય છે. અથવા ધોળી સાટોડીની જડ પુષ્ય નક્ષત્ર અને રવિવારને વેગ હેય તે દિવસે વિધિપૂર્વક લાવી ચોખાના ધોવણ સાથે પુષ્પા પીએ તે વિષવાળાં જનાવરનાં વિષ એક વર્ષ સુધી તેને પરાભવ કરી શકતાં નથી. ચદત,
વિષ્ણુના ડંખ ઉપર-નેપાળને પાણી સાથે ઘસી તેને લેપ કરે છે તે જ વખતે વીંછીનું ઝેર મટે છે. અથવા નવસાદર, અને હરતાલ પાણીમાં ઘસી ડંખ ઉપર ચોપડે તે વીંછીનું ઝેર ઉતરે છે અથવા પીપર અને સરસડીયાનાં બીજને બકરીના દુધમાં ઘસી ડંખ ઉપર ચોપડે તે વીંછીનું ઝેર મટે છે.
ॐआदित्य रथवेगेन विष्णुबाहुबलेनच सुपर्ण पक्षवातेन भूम्यांगच्छहा विष. ॐपक्ष योगिपादाज्ञा श्री शिवोत्तम प्रभुपादाक्षा भूम्यां गच्छ महा विष.
આમ વડે ૨૧ વાર વીંછીના ડંખની જગ્યાએ હાથ ફેરવે તે તુરત વિષ નાશ પામે છે. વૈદ્યરહસ્ય.
કણેરનું ઝેર ચડ્યું હોય તે-હળદરને દુધમાં વાટી સાકર મેળવી પાવી.
ધંતુરાનું ઝેર ચડ્યું હોય તે-તાંદળજાનાં મૂળીયાં અથવા ગળે કે કપાસના પાંચે અંગને ઘુંટીને પીવાં.
આકડાનું ઝેર ચઢયું હોય તો, તલ અને ને બકેરીને દુધમાં વાટી લેપ કરે
For Private And Personal Use Only