________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વીશમાં )
ગર્ભ રોગ પ્રથમ
( ૩૪૩ )
ગર્ભ ધારણ કરવા માટે ગગેટી, ખપાટ ( કાંસકી ), સાકર, જેઠીમધ, વડવાઈના અકુરા અને નાગકેસર એને મધમાં, દુધમાં તથા ધીમાં ટી પીવાથી વાંઝીયાપણું મટે છે અર્થાત્ એનાથી અવશ્ય પુત્ર પ્રાપ્તિ થાય છે. અથવા ઋતુકાળમાં આસગધતા કવાથ (ગાયના) દુધ ધી સાથે પ્રભાતે પીએ તે। સ્ત્રી ગર્ભને ધારણ કરેછે. અથવા ધોળી રીંગણીનું મૂળ શનીવારે વિધિયુક્તનાંતરી પુષ્પાર્કયણે કાગડા અણુમાલ્યા હાય તે વખતે પૂર્વતરફ મુખ રાખી પરછાયા ન પડતાં હર્ષયુક્ત કાહાડી લાવેલું હોય તે મૂળને કુમારીકાને હાથેથી ગાદુધમાં હ્યુટાવી સૂયૅ સન્મુખ પ્રસન્ન ચિત્તથી પવિત્ર થઈ ઋતુકાળમાં પીએ તે પતિના સ ંયોગ વડે અવસ્ય ગર્ભ રહેછે. અથવા પીળા ફૂલના કાંટાશળાયાનાં મૂળ, ધાવડીનાં ફૂલ, વડવાઇના અકુરા અને કાળુ કમળ એને દુધમાં વાટી વિધિયુક્ત પીવાથી નિશ્ચે ગર્ભ રહેછે. અથવા પારસપીપળાની જડ અથવા તેનાં બીજ, ધોળા ફૂલના સરપુ ંખા અને જીરૂ એને વાટીને પીએ તથા પથ્ય ભાજન કરે તેા જરૂર ગર્ભ રહેછે. અથવા ખાખરાના એક પાંદડાને દુધમાં વાટી પીએ તે તે સ્રીબળવાન્ પુત્રને પામે છે એમાં સંદેહ નથી. અથવા કરકદને (કે કોચાના મૂળને), અથવા કાઢના ગર્ભને અથવા શિવલિ’ગીનાં ખીજને ગાદુધમાં વાટી પીએ તા સ્ત્રી ગર્ભને ધારણ કરે છે. ભાવપ્રકાશ અથવા ખીજોરાનાં બીજને ગાયના દુધમાં સીજવી તેમાં ગાયનું ઘી મેળવી તેના બરાબર નાગકેસરનું ચૂર્ણ નાખી ઋતુકાળમાં ૫ ટાંક છ દિવસ લગી સાકર સહિત પીએ તે સ્ત્રી ગર્ભવતી થાય છે. અથવા એરડાના ગેાળાને ફાલી તેમાં બીજોરાનાં બીજ નાખી ધી સાથે છુટી દુધ સાથે ઋતુકાળમાં દિવસ ૩ લગી પીવાથી સ્ત્રી ગર્ભવતી થાય છે. અથવા પીપર, સુંઠ, મરી, નાગકેસર એએને વાટી ઋતુસ્નાનાંતરે ધીની સંગાથે ૩ દિવસ પીએ તેા સ્ત્રી પુત્રવતી થાય છે. સર્વસંગ્રહુ.” અથવા નાગકેસર અને જીરૂં સમાન લઇ ઋતુ આવ્યાથી ૧૩ દિવસ લગી નિત્ય ૪ તાલા ભાર ગાયના ઘી સાથે નિરંતર ૦૫ તાલા બાર પથ્યમાં ૧ રહી સેવન કરે ત। અવસ્ય પતિસયાગથી પુત્ર પ્રાપ્ત થાય છે. અથવા એકલા નાગકેસરથી પણ ગર્ભ રહેછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગર્ભ ન રહે તેવાં અનુભવ ઐષધો.
ઋતુકાળમાં પીપર, વાવડીંગ અને ટંકણખાર એએનું સમાન ભાગે ચૂણૅ કરી દુધની સાથે પીએ તે તે સ્ત્રીને કદી ગર્ભ રહેતાજ નથી. અથવા ઋતુકાળમાં જાસુદનાં સુકાં કુલ આરનાળથી વાટીને ૩ દિવસ પીએ અને ૪ તેલા ભાર તે ઉપર જુના ગાળ ખાય તે કદી પણ ગર્ભ રહેતા નથી. અથવા લીંમેળીનું તેલ રૂના પેલવતે યેનિમાં ઋતુસ્તાનાંતરે ( દિન ૫) મુકે તે ગર્ભ રહેજ નહીં. ભાવપ્રકાશ. દુધેલીનું મૂળ બકરીના દુધ સાથે સ્ત્રીએ ૩ દિવસ પીવું, જેથી ખચીત અટકાવ બંધ થઇ જાય છે તે ગર્ભ રહેવાની આશાજ ક્યાંથી ? અથવા ખેાડીની લાખ તેલમાં ઉકાળી છે તેાલાભાર જે પીએ તેને ગર્ભ રહેતાજ નથી. વૈઘવલણ.
૧ દુધ ભાતનું ભાજન કે મન ગમતાં મીઠાં ભેાજન કરવાં, ઉદ્વેગ,ભય. શાક, ક્રોધ ત્યાગવા, દિવસે નિદ્રા, તડકામાં ફરવું, વધારે ફરવું, ટાહાડ વેડવી અને થાક લાગે તેવાં કામે। ન કરવાં. પ્રસન્ન ચિત્તથી સ્નાન કરી છૂટાવાળે સુંદર ખાળને કેડમાં તેડી કપાળમાં તિલક કરી સૂર્ય સન્મુખ ઈષ્ટદેવનું સ્મણૅ કરી હષઁ સાથે ઐષધ પીવું-એમ ૧૩ દિવસ કરવું; કેમકે ઋતુકાળ ૧૬ દિવસને છે, પણ ૩ દિસ અટકાવના બાદ કયા છે માટે ૧૭ દિવસ કરવું.
ભા, ૩.
For Private And Personal Use Only