________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢારમે. )
નાકના રોગોનું પ્રકરણ.
(૩૨૯)
અને પલકે થુંકવું પડે છે, જાણવું કે પીનસ કાચો છે, પણ જે માથાના ભારેપણુ વગેરેનાં ચિત્તે કહ્યાં તે સહિત કફ જાડો થઈ નાકના છિદ્રમાં રહેતી રહે, અવાજ-ઘાટ ચે થાય, ભૂખ લાગે, પાણી અનાજ સ્વાદવાળું જણાય અને કફને સ્વાભાવિક રંગ થઈ જાય તે, જાણવું કે પીનસ (એક જાતના સળીખમને ભેદ) પાકેલ સમજે.
નાકને રોગના ઉપાય. સર્વ પ્રકારના નાકના રોગ ઉત્પન્ન થતાં હમેશાં ગોળ અને દહીની સંગાથે મરી ખાય તે માણસ સુખી થાય છે. અથવા કાયફળ, પુષ્કરમૂળ, કાકડાશગી, સુંઠ, મરી, પીપર, જવાસો અને અજમો એઓનું ચૂર્ણ અથવા એઓને કવાથ આદાના રસની સાથે સેવન કરે તે, પીનસ, સ્વરભંગ, તમકશ્વાસ, હલીમક, સન્નિપાત, કફ, ઉધરસ, તાવ અને દમ એઓનો નાશ કરે છે. અથવા ઇંદ્રજવ, હિંગ, મરી, લાખનો રસ, કાયફળ, ઉપલેટ, વજ સરગવે અને વાવડીંગ એઓનું અવપીડ નસ્ય લે તે પીનસ વગેરે નાકના રોગો મટી જાય છે. અથવા સુંઠ, મરી, પીપર, ચિત્ર, તાલિસપત્ર, આંબલીનાંફળ, અસ્તવેદ, ચવક અને જીરું એટલાં બરાબર લેવાં અને એલચી, તજ, તમાલપત્ર એઓને થે ભાગે લેવાં. એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી જુના ગેળમાં મેળવી ગોળીઓ કરી સેવન કરે તે પીનસ, તથા શ્વાસ અને ઉધરસ મટી જાય છે, રૂચિ ઉપજે છે અને સ્વર સારો થાય છે. આ વેષાદિ વટિ કહેવાય છે. અથવા ભરીંગણી, નેપાળાનાં મૂળ, જવ, સરગવો, તુલસી, સુંઠ, મરી, પીપર અને સિંધાલૂણ એઓના કલ્કથી પકાવેલું તૈલ તેને નાશ લે તે પૂતિનસ્ય મટી જાય છે. આ વ્યાધિ તૈલ કહેવાય છે. અથવા સરગવાનાં બીજ, ભેરીગણીનાં બીજ, નેપાળ, ત્રિકટુ અને સિંધાલૂણ એઓના કકથી અને બીલીપત્રના રસવડે પકાવેલું તેલ તેને નાસ લે છે તેથી પૂતિનસ્ય મટી જાય છે. આ શિતલ કહેવાય છે. અને થવા મીણને ઘી અને ગુગળથી મિશ્રિત કરી તેને ભૂંગળીદાર નામ ધુમાડે લે તે ઘવથુ અને બ્રશથુ-છીંકો ઘણી આવતી હોય તે બંધ પડે છે. અથવા સુંઠ, ઉપલેટ, પીપર, બીલાં અને ધાખ એએના કરકથી એઓનાજ કાઢામાં તેલ પકાવવાની મર્યાદા પ્રમાણે તેલ પકાવી અથવા ધી પકાવી તેનો નાસ આપે તે બહુ છીંક આવતી બંધ પડે છે. અથવા વાવડીંગ, સંધવ, હીંગ, ગુગળ, મણુશીલ અને વિજ એઓનું ચૂર્ણ કરી છીંકણીની પેઠે સુંઘવાથી શળીખમ મટી જાય છે. અથવા ભાંગના પાંદડાંઓને પુટપાકના વિધિ પ્રમામાણે પકાવી તેને તેલ અને સિંધવની સંગાથે ખાય તે સર્વ પ્રકારનાં શળીખમ મટી જાય છે. અથવા ઘરના ધુમાડાને ધંસ, પીપર, દેવદાર, દુધ, કરકચ, સિંધાલૂણ અને અંધાડાનાં બીજ એના કકથી પકાવેલું તેલ નાકના અરશો ઉપર ચોપડે તોનાકના અરસ-મસા મટી જાય છે.
નાકમાંના રક્તપિત્તના રકતપિત્તના અધિકારમાં, નાકના સેજાના સેવાના અધિકારમાં, નાકના અરશેના અરશના અધિકારમાં અને નાકના અખુંદના અબુંદના અધિકારમાં તથા નાકમાં પડેલા કમિઓના કૃમિના અધિકારમાં કહેલા ઉપાય પ્રમાણે ચતુર વૈદ્ય ઉપાયે કરી તેતે રોગને નાશ કરે. ભાવપ્રકાશ. અથવા જે મનુષ્ય સુવાની વખતે શેરનું અરધે શેર - હે તેવું ઉકાળેલું પાણુ ઠંડુ કરી પીએ તે પીનસ રેગ મટી જાય છે અથવા સુઈ જતી વખતે ઠંડું પાણી પીને સુઈ જાય તે ૩ દિવસમાં પીનસ રોગ નાશ થાય છે. અથવા
For Private And Personal Use Only