________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૮)
- અમૃતસાગર,
(તરંગ
ઓનું ઉભું થવું અને બીજા પણ અનેક ઉપદ્રવ થાય છે અર્થાત નાકમાંથી ધુમાડા નીકન્યા જેવું જણાય, તાળવામાં ફાટ, નાકમાં સળવળાટ અને હેમાંથી સ્ત્રાવ થયા કરે છે.
પાંચ પ્રકારના શળીખમનાં લક્ષણે. જે વાયુ કોપથી શળીખમ થયું હોય તે, નાક બંધાઈ જાય, નાકમાંથી પાતળું પાણી ઝરયા કરે, ગળું, તાળવું અને હેઠ સુકાયા કરે, લમણુઓમાં પીડા અને ઘાંટે ભારે કે ખરો થઈ જાય છે.
જે પિત્તથી શળીખમ થયું હોય તે, નાકમાંથી ઉનું તથા હેજ પીળું પાણી ઝરે છે, શરીર દુબળું, ઘણુંજ પાંડુ વર્ણવાળું તથા સંતપ્ત થઈ જાય છે. તર ઘણી લાગે અને નાકમાંથી ધુમાડાવાળે અગ્નિ નીકળતું હોય તેવું જણાય છે.
જે કફથી શળીખમ થયું હોય તે, નાકમાંથી ધોળું ઠડ તથા ઘણું કફ સહિત પાણી કરે છે, શરીર ધેળાશ પડતું થાય, આંખો સુછ-થરવાળી થઈ જાય, માથું ભારે અને માથામાં, હોઠમાં, ગળામાં તથા તાળવામાં ઘણું ચળ આવે છે.
જે વિદોષથી સળીખમ થયું હોય તે, શળીખમ પાકયા પછી કે પાક્યા વિનાજ એકદમ બંધ થઈ જાય છે. આ શાળીખમ અસાધ્ય છે.
દુષ્ય શીખમનાં લક્ષણ–વારંવાર નાક ભીનું થાય, વા, વારંવાર બંધાઈ જાય, વારંવાર ઉઘડે અને શ્વાસ નીચે મૂકતાં ખરાબ વાસના આવે તથા સારી નરસી ગંધની ખબર ન પડે તે, તે દુષ્ટ ળીખમ સમજવું. આ શળીખમ કષ્ટસાધ્ય અથવા અસાધ્ય છે. - જે લેહીથી શળીખમ થયું હોય તે, નાકથી લોહી પડે છે અને પિત્તથી થએલા શળીખમનાં લક્ષણે સહિત હોય, આંખે રાતી, છાતીમાં પીડા, મોંમાંથી દુર્ગંધ યુક્ત શ્વાસ અને દુર્ગધ સુગધની પરીક્ષા રહિત નાક થાય છે.
આ પાંચ પ્રકારનાં શળીખમમાં જે ઉપાય કરવામાં બેદરકારી રાખે તો તે સઘળાં અસાધ્ય સમજવાં અર્થત વધારે વખત શળીખમ જારી રહે તે ભયંકર રોગોને જન્મ આપે છે, માટે શરીખમ મટાડવા ચોથે દિવસે તાકીદે ઉપાય લેવા. કેટલીક વખતે શળીખમનાલીધે નાકમાંથી કીડા પડે છે. એટલે કફથી ધેળા અને ચીકણું ઝીણું ઝીણું કીડા પડે છે અને વિશેષ વધી ગએલા શળીખમથી બહેરાશ, અંધાપે, વાસના પારખવામાં અશક્તિ, આંખના ભયંકર રેગે, શેષ, અગ્નિની મંદતા અને ઉધરસ-ક્ષય વગેરેને ઉત્પન્ન કરે છે. તથા વિશેષે કરીને અધા શળીખમના વધવાથી જ થાય છે, એ જ હેતુ માટે ચાંપતા. ઉપાયે આદરવા, પણ શળીખમથી શું થનાર છે? એમ બેદરકાર રહેવું નહિ.
આ સિવાય નાકમાં સાત જાતના અબુંદ થાય છે તેનાં લક્ષણો અદના અધિકાર ઉપરથી ક્રમવાર સમજી લેવાં. તથા ચાર જાતને સેજે નાકમાં થાય છે તેનાં લક્ષણે સેજાના અધિકારથી જાણ લેવાં, નાકમાં ચાર જાતના અરશ થાય છે તેનાં લક્ષણે અરશના અધિકારથી જાણી લેવા અને નાકમાં ચાર જાતના રક્તપિત્ત થાય છે તેનાં પણ લક્ષણ રક્તપિત્તના અધિકારી જાણ લેવાં.
પીનસના કાચાપાકાપણાનું લક્ષણ. ભાથું ભારે રહે. અરૂચિ, નાકમાંથી પાતળું પાણી ઝરે, ઘાટો બદલાઈ જાય અને ઘડી
For Private And Personal Use Only