________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬)
અમૃતસાગર,
(તરંગ
જાય છે. અથવા મોટી છીપના છવાઓનું માંસ, કમળકાકડી, હિંગ, તુંબરૂ, સિંધાલૂણ, અને ઉપલેટ એ પ્રત્યે તેલા તેલા ભાર લઈ વાટી પાણી સાથે ઘુંટી કલ્ક કરી તેને ૨૮ તલા ભાર સરસીયા તેલમાં નાખી હાડીઆકરસણને રસ ૨૮ તલા ભાર મેળવી તેલને મંદાનિથી પકાવી તે તેલનાં કાનમાં ટીપાં નાખે તે કાનમાં થતે ઘાંઘાટ, કાનમાં પડેલી ચાંદી, કાનની દુર્ગધતા અને કાનનું પાકવું વગેરે સર્વ કાનના રોગે નિએ તુરત મટી જાય છે. અથવા હાડીયાકરસણનો રસ, નગેડનો રસ અને લસણને રસ ૪-૪ તેલા ભાર તથા વજ, ઉપલેટ, વરીયાલી, ત્રિકટુ, અને લવીંગ, એઓને તેલા તેલા ભાર લઈ એઓનો કક કરી, ૧૬ લાભાર બકરીના દુધમાં તેટલું જ (૧૬ તલા) સરસીયું નાખી તેલ પકાવવાની રીતિ પ્રમાણે તૈલ સિદ્ધ કરી તે તેલનાં કાનમાં ટીપાં નાખવાથી બહેરાશ અને કાનમાં થતા ગણગણાટ મટી જાય છે. અથવા સમુદ્રણના ચૂર્ણને કાનમાં નાખે તે બહેરાશ, ગંધાતું પરૂ અને કાનમાં પડેલી ચાંદી વગેરે કાનના રેગે તુરત મટી જાય છે. વિઘરહસ્ય.
કાનની કીનરીના રોગના ઉપાય. કર્ણપાલિકા સુકાઈ જતી હોય તે શેક કરવો અને તે પછી તલને કલક લગાવીને તેને વધારવી. અથવા શતાવરી, આસગંધ, ક્ષીરકાકોલી, અને એરંડીઆની મીંજ એઓને કટક કરી દુધમાં નાંખી પકાવેલું તેલ ચોપડે તે, કાનની લોળની પીડા મટી લોળ રહે. જમાં વધે છે. આ શતાવરી તિલ કહેવાય છે. અથવા પરિટિક થએલ હોય તે પ્રથમ ત્યાંનું જરા લેહી કઢાવી પછી જીવનીયગણ (પૃષ્ટ ૨૮૨ ભામાં જુ.) તેને કલક કરી દુધમાં નાખી તેવડે પકાવેલું તેલ ચોપડે તો, પરિપાટિક નામને કાનની બુટનો રોગ મટે છે. અથવા ઉત્પાત નામને રેગ હોય તે ત્યાં જળો લગાડી લેહી કઢાવવું તથા ઠંડા લેપ કરવા. અથવા વઢવાડીયાનો તથા શતાવરીને કક અને તથા કંકપક્ષીની ચરબી સહિ ત પકાવેલું તેલ ચોપડે તે ઉન્મથ અવશ્ય મટી જાય છે. અથવા જાંબુડાનાં પાંદડાં, આંબાનાં પાંદડાં અને બીલીનાં પાંદડાં, એઓના ઉકળાઓ કરી તેથી પકાવેલું તેલ અથવા તે ઉકળાઓ વડે કાનની લાળને સિંચન કરી તેલથી સારી પેઠે સ્નિગ્ધ કરી તે ઉપર જ બુડા વગેરેનાં પાંદડાઓનાં ચૂર્ણ જ ભભરાવવાં, જેથી દુઃખવર્ધન નામને કાનની બુટને રોગ મટે છે. અથવા છાણથી કે છાણાથી વારંવાર શેક કરી પછી બકરીના મવમાં વાટેલું કપૂર તે ઉપર ચોપડે તે પરિલેહી મટે છે. ભાવપ્રકાશ.
કાનના રોગને અધિકાર સંપૂર્ણ
નાકના રેગોનો અધિકાર.
–૦૯) – નાકના રોગનાં નામો તથા સંખ્યા. નાનકડા નાકમાં પણ ૩૪ રોગ થાય છે. એટલે પીનસ ૧, પુતિનસ્ય ૨, નાસાપાક ૩, યશ ણિત ૪, ક્ષવથુ પ, બ્રશથું ૬, દીપ્ત ૭, પ્રતીનાહ ૮, પ્રતિસ્ત્રાવ ૯, નાસાશથ ૧૦. પાંચ પ્રકારનાં પ્રતિશ્યાય ૧૫, સાત પ્રકારના અખંડ ૨૨, ચાર પ્રકારના અરશ ૨૬, ચાર
For Private And Personal Use Only