________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અદાર
).
નાકના રેગેનું પ્રકરણ
( ૩૧૭ )
પ્રકારના રોજ ૩૦ અને ચાર પ્રકારનાં રક્તપિત્ત ૩૪ એ ૩૪ રોગ છે. તેનાં નંબર વાર લક્ષણે નીચે પ્રમાણે--
જેમાં શ્વાસથી સુકાઈ ગએલા કાનેલીધે નાક બંધાઈ જાય છતાં ભીનું રહે, ગરમ થઈ જાય તથા નાક બંધાઈ જવાના કારણથી સારી કે નઠારી વાસનાને જાણી શકે નહીં તેમજ નાકને ઉત્પન્ન કરનાર દેશનેલીધે છમ પણ બગડી જઈ કોઈ પણ સ્વાદને ઓળખી શકે નહીં એ રોગને અપીનસ કહે છે.
ગળાના કે તાળવાના મૂળમાં દુષ્ટ થએલો વાયુ, પિત્ત તથા કફ અને લોહીને દોષિત કરી માં અને નાકની વાટે દુર્ગધ યુક્ત પવન નીકળે તેને પૂતિનસ્ય કહે છે.
નાકમાંનું પિત્ત વણેને પ્રકટ કરી નાકને અતિસું પકવી રસીને ઊત્પન્ન કરે છે અને તેમાં ખરાબ ગંધ પણ થાય છે તેને નાસાપાક-નાક પાકયું કહે છે. - કપાળ-લલાટમાં કોઈપણ પ્રકાર પ્રહાર વાગવાથી દેવ કોપવંત થઈ નાકના રસ્તેથી લેહીથી મળેલું પરૂ વેહેવરાવે તેને પૂયણિત કહે છે.
નાકના તરૂણાસ્થિ કે શૃંગાટક નામના મર્મસ્થાનમાં દુષ્ટ થએલો પવન કફ સહિત બહુ છી કો સાથે બહાર નીકળે છે તેને દેવજનિત લવશુ કહે છેઅથવા તીખા પદાર્થો ખાવાથી કે સુંઘવાથી વા સૂર્ય રહામે જોવાથી અને શળી કે રાવતે નાકના તરૂણસ્થિને સ્પર્શ થવાથી જે છીંક આવે છે તેને આગંતુક જ ક્ષવથું કહે છે.
માથામાં સંચિત થએલ દુષ્ટ, જાડે તથા ખારાપણવાળ કફ ગરમીથી માથું તપે ત્યારે નાકમાંથી નીકળવા લાગે છે તેને સંશશુ કહે છે.
નાકે બહુ બળતરા થાય તથા નાકમાંથી ધુમાડા જેવો પવન નીકળે અને નેક જાણે અગ્નિથી બળતું હોય તેવું લાગે તેને દીપ્ત કહે છે.
વાયુથી મળેલો કફ શ્વાસના માર્ગને રોકી દે તેને પ્રતીનાહ કહે છે. નાકમાંથી પીળો ઘેળો અને જાડો દેવ ઝર્યા કરે તેને પ્રતિસ્રાવ કહે છે.
નાકમાં રહેલો કફ, વાયુ અને પિત્તથી ઘણજ સુકાઈ જઈ માંડ માંડ શ્વાસ લેવા દે છે તેને નાસશેષ કહે છે.
પ્રતિશ્યાયની નિદાનપૂર્વક સંપ્રાપ્તિ. મળ-મૂત્રના વેગ રોકવાથી, અજીર્ણથી, નાકમાં ધળ જવાથી, ઘણું બોલવાથી, ઘણા ધથી, ઋતુઓના નિયમથી, વિરૂદ્ધ કાર્ય કરવાથી, ધુમાડા વગેરેથી, માથાને સંતાપ થવાથી, ઉજાગરાથી, ઘણું ઉંધવાથી, પાણીના અતિ સેવનથી, ઘણું ઠંડા ઉપાયો સેવવાથી, બરફના સેવનથી,અતિ મૈથુનથી, અને ઘણું રોવાથી એકદમ માથામાં કફ એકઠો થતાં વધેલ વાયુ પ્રતિશ્યાય-શળેખમને ઉત્પન્ન કરે છે. આ તુરત થનારા શળીખમનો હેતુ છે, પણ દેના સંચયના ક્રમે કરીને શnીખમનો હેતુ છે તે એ છે કે-વાયુ કે પિત્ત વા કફ એ ત્રણે દોષ અથવા લોહી માથામાં એકઠું થવાથી તથા પિતતાને કોપભૂત કરવાનાં નિદાનથી કોપે છે ત્યારે શળખમને ઉત્પન્ન કરે છે. અર્થાત સજનક અને ચયાદિક્રમજનક એવાં શળેખમ થવાનાં મુખ્ય બે કારણે છે.
શીખમનું પૂરૂપ–જ્યારે શળીખમ થવાનું હોય ત્યારે ઉપરા ઉપર છીક આવે છે, માથું ભારે-જડ થઇ જાય છે, શરીર સજડ થઈ જાય, અગમાં ત્રોડા, સેવા
For Private And Personal Use Only