________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અટાર
)
નરેગ પ્રકરણ
( ૨૯૫ )
કીકીના રંગની વ્યાખ્યા. આંખના કાળા ડોળામાં રહેલ મસૂરની દાળ જેવડી નિર્મળ પાંચ મહાભૂતથી બનેલી, નિમિષે આવે ત્યારે પતંગીયા જેવી અને નિમિષ દૂર ખસે ત્યારે અગ્નિના તણખા જેવી જણાતી, લાંબા કાળ સુધી રહેનારાં તેજથી સિદ્ધ થએલી, છિદ્રવાળી, જેને હમેશાં દંડ અને નુકૂળ રહે છે એવી અને આંખનું જે બહારનું પડ કે જે લોહી તથા રસના આધારવાળું છે તેથી વીંટાયલી જે દષ્ટી છે તેને કીકી કહે છે.
આંખમાં ચાર પડ છે. આંખમાં ચાર પડે છે તેમાં સર્વથી ઉપર બહારનું લોહી તથા રસના આશ્રયવાળું છે. અને એવું હાડના આશયથી રહેલ છે. આ ચારે પડની એકંદરે નેત્રના પાંચમા ભાગ જેટલી જાડાઈ છે.
પહેલા પડમાં રહેલા દોષોનો સ્વભાવ-જે મનુષ્યને દૃષ્ટિની અંદરના પહેલા પડમાં દોષ રહેલા હોય તે તે મનુષ્ય યથાર્થ સ્વરૂપને જોઈ શકે નહીં, કદાચિત દે છેડા હોય તે વખતે બરોબર જોઈ શકે છે.* - બીજા પડળ-પડમાં રહેલા દોષોને સ્વભાવ-બીજા પડમાં દોષ રહ્યા હોય તે દષ્ટિ બરોબર સ્વરૂપ જોઈ શકતી નથી એટલે માખી, મચ્છર તથા કેશ અને કરોળિયાએ બાંધેલાં જાળાં વગેરે જેવામાં આવે છે. મંડળો, પતાકાઓ અને કારણે નહેય તે પણ જાણે છે એમ કુંડળની પેઠે પ્રકાશતાં જોવામાં આવે. પડછાયા વગેરેના સંચારે ઉંચે નીચે તથા આડા એમ અનેક પ્રકારના જોવામાં આવે. વરસાદ, વાદળાં કે અંધારૂ નહેય તે પણ હોય એવું દેખાય છે. સ્વરૂપનું જોઈએ તેવું ગ્રહણ ન કરવા રૂપ દષ્ટિને વિશ્વમાં થવાથી વેગળા રહેલા પદાર્થો પાસે અને પાસે રહેલા વેગળા જણાય અને ઘણું યત્ન કરતાં છતાં પણ સાંયનું નાનું જણાય નહીં. - ત્રીજા પડળમાં રહેલા દોષોનો સ્વભાવ-ત્રીજા પડળમાં દે રહેલા હોય તે જે ઉંચે હોય તે જોવામાં આવે છે, તે ધણું મોટા પદાર્થ હોય; તે પણ જાણે લુગડેથી ઢાંકેલા હોય તેવા દેવામાં આવે છે. કાન નાક તથા આંખોવાળાં શરીરે જાણે કાન નાક અને આંખોથી રહિત હોય તેવાં કે કાન વગેરેના વિકારવાળાં હોય તેવાં જોવામાં આવે છે. જે દોષ બળવાન હોય તે દષ્ટિ દોષોના સ્વભાવ પ્રમાણે રંગાઈ જાય છે. દોષો જે નીચેના ભાગમાં રહ્યા હોય તે, પાસે રહેલા પદાથી જોવામાં આવતા નથી. જે દેશે ઉચેના ભાગ માં રહ્યા હોય તે, વેગળા રહેલા પદાર્થો જોવામાં આવતા નથી, દેષ પડખાના ભાગમાં રહ્યા છે તે પડખામાં રહેલા પદાર્થો જોવામાં આવતા નથી. ચોમેર દે રહ્યા હોય તો નીચે ઉપર કે પડખામાં રહેલા પદાર્થો જુદા જુદા હોય; તે પણ બોગ જેવા દેખાય છે. દષ્ટિના વચમાં દે રહ્યા હોય તે મોટા પદાર્થો ન્હાના જણાય. દષ્ટિમાં દોષ આડા રહેલા હોય તે, એક પદાર્થ બે પદાર્થ જેવો દેખાય. દેષ જે દદિના બે ભાગમાં રહ્યા હોય તે, એક પદાર્થ ત્રણ પદાર્થ જે જણાય અને જે દેશો નિયમ વગર રહેલા હોય તે એક પદાર્થ બહુ પદાર્થ જે જણાય છે.
વિદેહ કહે છે કે આંખની માંહેના પડળમાં રહેલા દોષ અનુક્રમે ઉપર ઉપરના પડમાં પ્રા
પ્ત થાય છે,
For Private And Personal Use Only