________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૯૪)
અમૃતસાગર.
(તરંગ
માથાના રોગીને સેવવા લાયક વસ્તુઓ. સ્વછ હવા, સ્વચ્છ ભજન, સ્વચ્છ પાણી અને દેશને અનુસરી સ્વચ્છ ઔષધીઓનું સેવન કરવું એ સદા હિતકારી છે. અને શ્રમ, તડકામાં ફરવું, કુપ કરવું એ અહિત કરૂં છે.
શિરેગને અધિકાર સંપૂર્ણ
—(o)નેત્રના રોગનો અધિકાર.
નેત્રમંડળનું પ્રમાણ. નેત્રનું મંડળ બે આંગળ પ્રમાણુનું છે અર્થાત્ બે આંગળ જેટલી જાડાઈવાળું અથવા પિતા પોતાના અંગુઠાના પેટ જેટલી જાડાઈવાળું છે અને તું બે આંગળ જેટલી લંબાઈ વાળું છે એમ પૂર્વાચાર્યોનું કહેવું છે.
નેત્રમંડળમાં થતા રોગોની સંખ્યા. નેત્રના મંડળમાં જ રોગ ઉત્પન્ન થાય છે એમ શીધરનું માનવું છે, પણ અન્ય પૂર્વચાના માનવા પ્રમાણે ૭૮ રોગ છે અર્થત ૭૮ મુખ્ય રોગ છે બાકીના જે પેટાના રેગે છે તેને જુદા ન ગણતાં મુખ્યને અવલંબી ગણેલા છે. એટલે કીકીમાં ૧૨, કાળા ડાળામાં ૪, ધોળા ડોળામાં ૧૧, પાપમાં ૨૧, નેત્રના રૂંવાડામાં ૨, સાંધાઓમાં છે અને આખા નેત્ર-આંખમાં ૧૭ રોગ થાય છે એ રીતે કુલ ૭૮ રોગ છે. સુશ્રત ૭૬ રોગ કહે છે અને ચરક ૭૮ કહે છે, એટલે ચરકે જે બે વધારે કહ્યા છે તે રોગ કીકીમાં થનારા છે. સુશ્રત ૭૬ કહે છે તેની ગણત્રી એવી છે કે-દશ રોગ વાયુથી, ૧૦ પિત્તથી, ૧૩ કી, ૧૦ રૂધિરથી, ૨૫ એ સઘળાંથી થનારા, અને ૨ નેત્રની બહાર થનારા રોગ છે એમ એકંદરે ૭૬ થાય છે.
નેત્ર રોગોની ઉત્પત્તિ થવાનાં મુખ્ય કારણે. તડકા વગેરેથી શરીરમાં અતિ તાપ થાય ત્યારે ઠંડા પાણીમાં પ્રવેશ કરે તેથી, તડકા વગેરેથી ઉત્પન્ન થએલી ગરમીની સાથે બહાર આવેલા નેત્રના તેજને પાણીથી પરોભવ થાય છે તેથી, વેગળા પદાર્થોને ધારીને જેવાથી, વખતસર ઘઉં ન લેવાથી, અગ્નિના તાપથી, ધૂળના પડવાથી, ધુમાડાથી, ઉલટીના રકવાથી, ઘણી ઉલટીઓ થવાથી, શુક્તના સેવનથી, અરનાલના સેવનથી, ખાટા રસ, કળથી તથા અડદના સેવનથી, મળ-મૂત્ર તથા અદેવાયુના રોકવાથી, બહુ રોવાથી, શાક થનારા સંતાપથી, માથામાં માર વાગવાથી, ઝપટ બંધ ઘડે કે ગાડી દેડાવવાથી, બહુ પવન લાગવાથી, ઋતુઓમાં કહેલ વિધિથી વિપરીત કાર્યો કરવાથી, કામ ધથી થએલી પીડાથી, અતિ મૈથુનથી, આંસુ રોકવાથી અને ઝીણા પદાર્થોને જેવાથી તથા સુતે સુતે વાંચવાથી બહુ ઝીણું અક્ષરે વા ઓછા ઉજાસમાં નજર ખેંચીને વાંચવાથી નેત્રમાં છે વિકારને ઉત્પન્ન કરે છે.
For Private And Personal Use Only