________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૨ )
અમૃતસાગર.
( તરંગ
ની શીર પીડા પ્રમાણેજ ઉપાય કરવા. અથવા કફના દુખાવા ઉપર લંઘન કરાવવું. ગરમી થી ભરેલા લુખા તથા ઉના પદાર્થોથી શેક કરવો. સન્નિપાતથી થએલ હોય તે સન્નિપાતને નાશ કરે તેવા ઉપાય કરવા. ઘણું કરીને જુનું ઘી પાવું એ અતિ ફાયદાકારક છે. અથવા એરંડાનું મૂળ, તગર, શતાવરી, હરડે, મીઠી ડેડી, રાસ્ના, સિંધાલૂણ, જળભાંગર, વાવડીંગ, જેઠીમધ, સુંઠ, કાળા તલનું તેલ અને તેલથી મેળવેલું બકરીનું દુધ એઓને ચાર ગણું જળભાંગરાના રસમાં અગ્નિ દ્વારા ધીમા તાપથી પકાવવા. જ્યારે સર્વ રસ બળી એકલું તેલ જ રહે ત્યારે ઉતારી ગાળી લઈ ઉપયોગમાં લેવું. આ તેલનાં છ ટીંપા નાકમાં પડે છે તેથી સઘળા પ્રકારના માથાના રોગ નાશ પામે છે. વાળ કે દાંત ખળભળી ગયા હોય તે તે પાછા અત્યંત મજબૂત થાય છે. આંખ ગરૂડના જેવી અને ગીધના જેવી દીર્ધદી અને ભુજાઓ શક્તિવાળી થાય છે. આ પબિંદુ તિલ કહેવાય છે. અથવા ક્ષીણુપણાથી થએલ માથાના રોગ માટે વીર્યશક્તિ વધે તેવા ધાતુઓને વધારનાર અને વાયુને હણનાર પ્રય કરવા, મીઠા પદાર્થોથી પકાવેલાં ધી પીએ વા નાસ લે તે, ક્ષીણુપણાને શિર રોગ મટી જાય છે. અથવા કૃમિગથી શિર રેગ થયો હોય તે સુંઠ, મરી, પીપર, કરકચ અને સરગવાનાં બીજ એઓને બકરીના મૂત્રમાં વાટી નાસ લેવાથી કૃમિઓને જરૂર નાશ થાય છે. અથવા ગોળ અને ઘી મેળવીને ખાવાથી સુર્યાવર્ત રોગ મટી જાય છે અથવા ધીના માલપુવા ખાય. અથવા દુધ અને ઘીને નાસ લે. અથવા દુધ અને ઘી પીએ. અથવા દુધમાં વાટેલા તલથી શેક કરે તો તેથી સુર્યાવર્તની પીડા મટી જાય છે. અથવા જળભાંગરાના રસને અને બકરીના દુધને બરાબર લઈ ભેગાં કરી તડકામાં ઉના કરી તેનો નાસ લેવાથી સૂર્યાવર્ત મટી જાય છે. આ ઉત્તમ પ્રયોગ છે. અથવા વછનાગ, અફીણ, આકડાની જડ, ધંતુરાની જડ, સુંઠ, ઉપલેટ, લસણ અને હિંગ એઓને ગાયના મૂત્રમાં વાટી ઉનાં કરી તેઓનો લેપ કરે તે આધાશીશી મટે છે. અથવા રેચ આપવાથી આધાશીશી મટે છે. અથવા ઉનાં ભેજન જમવાથી, કે, ગરમાગરમ જલેબી ખાવાથી આધાશીશી મટે છે. અથવા વાવડીંગ અને કાળા તલ એઓને દુધમાં વાટી લેપ કરે તો આધાશીશી મટે છે. અથવા સાકર અને દુધ નાકેથી પીએ. અથવા નાળીયેરનું પાણી પીએ. અથવા ટાટું-વાસી પાણી પીએ, અથવા ધી પીએ તે આધાશીશી તથા સૂર્યવર્તિ મટી જાય છે. અથવા આધાશીશીનાજ ઉપાયે કરવાથી અનંતવાત નામને માથાનો દુઆ પણ અવશ્ય મટી જાય છે. અથવા માથાની નસ ખેલાવવી જેથી લોહી નીકળી અનંતવાત મટી જશે. અથવા મધયુક્ત ધીથી ઝરતા માલપુવા, ચૂરમું કે શીરો આરોગવાથી અનંતવાત અને માથાની પીડા મટી જાય છે. અથવા ત્રિફળા, હળદર, કરીયાતું અને લીંબડે એઓને કવાથ કરી તેમાં ગોળ નાખી તેને નાસ લે તે તુરત ભમર, લમણા. કાન, આંખ અને આધાશીશી વગેરેના સણકા મટી જાય છે. આ પથ્યાદિકવાથ કહેવાય છે. અથવા દારુહળદર, હળદર, મજીઠ, લીંબડે, વાળો અને પક્ષક એઓનું લેપન કરવું, જેથી શંખક-બમણુને દુખાવો મટી જાય છે. અથવા ટાઢા પાણીની ધાર કે સિંચન, વા, ટાઢા દુધનું સેવન અને દુધવાળાં વૃક્ષની છાલનું લેપન કરવું, જેથી લમણને દુખાવો મટી જાય છે. અથવા જેઠીમધ ૬ રતી, અને વછનાગ ૨ રતીભાર લઈ એઓનું ઘણું જ ઝીણું ચૂર્ણ કરી સરસવ જેટલું નાકમાં નાખવામાં આવે તે સમસ્ત પ્રકારના માથાના દુખાવા મ ટી જાય છે--આ રોગ અતિ ઉત્તમ છે. અથવા છીપનો ભીને ચુને અને નવસાદરનું ચૂ
For Private And Personal Use Only