________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢારમ. )
માથાના રંગેનું પ્રકરણ.
દુષ્ટ થએલા ત્રણેકે ડોકને અત્યંત પકડી-દબાવીને પોત પોતાના સ્વભાવ પ્રમાણે પીડા, બળતરા, તથા ભારેપણું વગેરે વગેરે આકરી વેદના ઉત્પન્ન કરી તુરત આંખો, ભમરે, અને લમણાઓમાં વિશેષ કરીને ગાલના પડખામાં રહેઠાણ કરે છે. ત્યારપછી કંપારો, હનુગ્રહ અને આંખના રોગોને ઉત્પન્ન કરે છે તે જાણવું કે અનંતવાતના કારણથી માથું દુખે છે. આ વ્યાધિ ત્રિદેષ કેપથી થાય છે.
પિત્ત આલેહી અને વાયુ દુષ્ટ થઈને લમણાને ઠેકાણે વૃદ્ધિ પામી અત્યંત પીડા આપે તથા ભયંકર બળતરા, અને રતાશવાળા દારૂણ સજાને પેદા કરે છે. આ સો ઝેરના સોઝાની પડે પોતાના વેગથી તુરત માથાને, ગળાને, રેકી ૩ દિવસમાં પ્રાણની હાણ કરે છે તેને શેખક શિરરોગ (સુશ્રુત તે કહે છે કે કફ પણ એ સાથે સંબંધ ધરાવે છે.)
લુખાં ભેજનોથી, ખાધા ઉપર ફરી ખાવાથી, હિમથી, પૂર્વ દિશાને પવન લેવાથી, મૈથુનથી, મૂત્રાદિના વેગને રોકવાથી, ઘણું ચાલવાથી કે હદ ઉપરાંત ભાર ઉપાડવાથી અને ને શ્રમ-કુસ્તી વગેરેથી કોપ પામેલો બળવાન વાયુ પિતે એક અથવા કફની મદદ લઈ માથાના અરધા ભાગને પકડીને, ડોક, ભમર, લમણ, કાન, આંખ અને કપાળનું અરધ એઓમાં ઝાટકા જેવી ભયંકર પીડા કરે છે તેને અદ્ધવભેદક–આધાશીશી કહે છે. આ રોગ વધી જવાથી આંખ અને કાનનો નાશ કરે છે.
માથાના રોગના ઉપાય. વાયુના દુખાવામાં સ્નેહન તથા સ્વેદન કરવું તથા માથામાં તેલ ચોળવું અને પાંડા, આહાર તથા ઔષધના પાટા બાંધવા. વાયુને હરનાર ઉપાયો કરવા. અથવા ઉપલેટ, એરંડાનું મૂળ અને સુંઠ એઓને ઘાટી છાશમાં વાટી જરા ઉનાં કરી તેને કપાલે લેપ કરવો. અથવા શ્વાસકુઠાર નામના રસ (પૃષ્ટ અઠ્ઠાણુમામાં જુ.) નો નાસ લે, જેથી નિઃસદેહ માથું દુખતું મટી જાય છે. અથવા માથાને ચેરફેર ફરી વળે તેટલું લાંબુ અને ૧૬ આંગળ ઉચું ચામડું લઈ માથા ઉપરવીંટી ચામડાના નીચે અડદની કણકને લેપ કરી રોગીને અડગપણે બેસારી હેજ ઉનું તેલ માથા ઉપર ચામડાની કરી રાખેલી વાડમાં ભરી દેવું. વેદના બંધ પડે ત્યાં સુધી અથવા ૧ પહેર કે ચાર ઘડી સુધી એમને એમ હાલ્યા વગર રેશગીને તેલ પૂરીત રાખે. જેથીવાયુના માથાનો દુખા હનુગ્રહ ઓડનું ઝલાવું આખ્યાની પીડા, કાનની પીડા, અડદીવા અને માથાનો ધ્રુજારે એટલા રોગો ઉપર ઉપર કહેલ શિરોબસ્તિ ઉપયોગમાં લે તે તેઓનો નાશ કરે છે. ૫-૭ દિવસ કે જ્યાં સુધી ફાવે ત્યાં સુધી આ ક્રિયા કરવી. પહાર કે ૪ ધડી થયા પછી તેલને કહાડી ચાંમડું છોડી લઈ માથું, ડેક, હાં, કપાળ અને ખભા વગેરેને ચાળવાં. પછી સહેવાય તેવા ઉના પાણીથી શરીરને ધોઈ હિતકારી ભેજન જમવું. અથવા ચંદનના પાણીથી ઠડાં કરેલાં પિયણાં, રાતાં કમળ અને ધળા કમળને રપર્શ કરવાથી પિત્તથી દુખતું માથું શાંત પડે છે. અથવા ૧૦૦ વારનું ધયલ ધી માથે ચોપડે–ચોળે કે મુકી રાખે તે પિત્તનું માથું દુખતું મટે છે. અથવા શ્વાસકુઠારરસ, કપૂર, નવું કેસર, સાકર અને બકરીનું દુધ એ સધળાંઓને સુખડના પાણીથી ઘસી નાસ આપે તે પિત્તની શિર પીડા મટી જાય છે. આ પ્રયોગ સર્વ પ્રકારના સણકા ઉપર અતિ ફાયદાકારક છે. અથવા ગોળ અને સુંઠના કલ્કને નાસ દે તે માથાનો દુખાવો મટે છે. અથવા લેહીજન્ય માથાની પીડા હેય તે પિત્ત
For Private And Personal Use Only