________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢારમે. )
માથાના રંગનું પ્રકરણ,
( ર૩)
હું એ બન્નેને હથેલીમાં ધસી નાસ લે તે માથાનો દુખાવો મટી જ જાય છે. ભાવપ્રકાશ અથવા કેસરને ગાયના ઘીમાં શેકી સાકરનું ચૂર્ણ મેળવી તેને નાશ લે તે વાત અને લેહીથી ઉત્પન્ન થએલ માથાના સણકા તથા ભમર, લમણું, કાન, આંખ, આધાશીશી, સૂર
વર્ત, વગેરેનાં દરદો નાશ પામે છે. ચક્રદત્ત, અથવા ત્રિકટુ, પુષ્કરમૂળ, હળદર, રાસના, દેવદાર અને આસગંધ, એઓનો કવાથ કરી નાકેથી પીએ તે માથાના તમામ પ્રકારના દુખાવા બંધ થાય છે. અથવા દાડિમના દાણાનો રસ કહાડી તેથી અરધ ભાગે તેમાં સાકર મેળવી નાસ લે તે તત્કાળ માથાની પીડા મટે છે. અથવા ઉપલેટ અને એરંડાનું મૂળ એએને કાંજીમાં ઘુંટી માથા ઉપર લેપ કરે તે, માથાની પીડા મટે છે. એ જ પ્રમાણે મેચ કુંદ–મેઘરાના ફુલોનો લેપ કરે તે માથાની પીડા મટી જાય છે. અથવા દેવદાર, તગર, ઉપલેટ, વાળે, અને સુંઠ, એઓને કાંજી સહિત તેલમાં ઘુંટી લેપ કરે તે માથાની વ્યથા મટી જાય છે. અથવા મીંઢળ અને સાકર ગાયના દુધમાં ઘુંટી નિત્ય સૂયોદય થયા પહેલાં તેને નાસ લે તે આધાશીશી મટે છે. અથવા સસલાના માથામાંના સેવામાં ભરીયાનું ચૂ ર્ણ નાખી જમ્યા પહેલાં ૭ દિવસ સુધી પીએ તે અત્યંત દુઃખ દેનાર સૂર્યાવર્ત તથા આધાશીશી પણ તુરત દૂર થાય છે. ઘરહસ્ય. અથવા ચંદન, સિંધાલૂણ, અને સુંઠ એ ઓને પાણી સાથે વાટી તેનો માથે લેપ કરે છે, તત્કાળ મસ્તક પીડા મટે છે. અથવા આંબાની અંતર છાલને પાણીમાં ઘસી તેનો લેપ કરે તો માથાની મહા પીડાને પણ નાશ થાય છે. અથવા જળભાંગરાનો રસ અને ઉપલેટ એ બન્નેને વાટી ગાયના માખણમાં કાલવી માથા ઉપર લેપ કરે તે માથાની મહાવ્યથા મટી જાય છે. અથવા પીપર, મરી અને
દર સમાન લઈ સાથે વાટી ૩ દિવસ લગી નાસ લે તે સૂર્યાવર્તને નાશ થાય છે. અથવા ઠંડા પાણીમાં અરીઠાને ઘસી તેને નાસ આપે તે આધાશીશી વગેરે સર્વ માથાના રે મટે છે. અથવા કડવા કંકોડાના પાંદડાના રસનો ૩ વાર નાસ લે તે કપાળમાના કીડા ખરી પડે છે અને પીડા મટી જાય છે. અથવા નગોડ, સિંધાલૂણ, સુંઠ, દેવદાર, પીપર, અંધાડે, સરસવ, અને આકડાનાં બીજ એઓને ટાઢા પાણી સાથે વાટી તેની ગોળી કરી તેને ઠંડાપાણી સાથે લેપ કરે તે સર્વ પ્રકારના માથાના રોગે નાશ પામે છે. વિદ્યવહેલભ. અથવા લવીંગ મરી અને હિંગ એઓને પાણીથી વાટી ચણું જેવડા ષડનો નાસ લે તે નિચે માથાની પીડા મટે છે.” અથવા આ નીચે લખેલા મંત્રથી આધાશીશી મટે છે. ૪
ॐ नमो काली किलि किले वासी मृधोभ्यासे हनुमंत वीर हाक मारे आधाशीशी अर्द्धकपाली नासे जाजार पापिणी जाजारे हत्यारी न जाय तो तारा गुरुनी आशा हनुमंत वीरनी आशा गरुड पंखनी आशा मेरी भक्ति गुरुकी शक्ति कूरो मंत्र ईश्वरो वाचा. - આ મંત્રથી ૨૧ વાર ધીરે ધીરે માથાને ફૂક દે તે આધાશીશી અવશ્ય જાય છે (!)
उँ नमो आधाशीशी हुहुंकारी पहर पचारी मुख मुंदी पाटले मारी अमुकारे शीशी रहे मुख महेश्वरको आज्ञा फुरै ॐ ठः ठः स्वाहा.
આ મંત્રથી ૨૧ વાર માથા ઉપર આંગળી ફેરવે તે આધાશીશી જાય છે.
For Private And Personal Use Only