________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૦)
અમૃતસાગર.
તરંગ
જ્યારે અંગારા જેવી લાલચોળ કુલડી જણાય ત્યારે તેને કહાડી લઈ ઝીણું છુંટી તેનું અંજન કરે તે, નેત્રોના સઘળા રોગ મટી જાય છે. અથવા ગધેડાને દાંત--દઢ લઈ પાણીમાં ધસી આંખમાં આંજે તે શીતળાનું ફુલું મટે છે. અથવા જુનું ઘી આંખમાં આંજે તે નેત્રના સમસ્ત વિકાર નાશ થાય છે. વિદ્યારહસ્ય. “ અથવા આંબળાં અને ગંધકથી ભારેલું શુદ્ધ ત્રાંબુ વાટી તેનું અંજન કરે તે સબળવાયુ, તથા પડળ વગેરે આંખના રેગેને મટાડે છે. અથવા શુદ્ધ મોરથુથું, ફુલાવેલી ફટકડી, પીપરનાં બીજ અને સાકર એએને સમાન લઈ વાટી કાજળ બનાવી આંખમાં આંજે તે તેથી છાયા, ફુલું અને પાણીનું ઝરવું વગેરે મટી જાય છે. ” અથવા હળદર, લીંબડાનાં પાંદડાં, પીપર, મરી, વાવડીંગ, મોથ અને હરડે એઓને સમાન લઈ બકરીના મૂત્રમાં વાટી દીવટ સમાન ગોળી બનાવી છાયામાં સુકવી પાણીથી ઘસીને આંજે તો તિમિર, ગોમૂત્રથી ઘસીને આજે તે પળ-મોતી અને સ્ત્રીના ધાવણથી આજે તે ફુલાને નાશ કરે છે. આ ચંદ્રપ્રભાવતિ કહેવાય છે. ભાવપ્રકાશ. અથવા “ હરડેની છાલ ૧ ભાગ, બેહડાની છાલ ૨ ભાગ, આંબળાં ૪ ભાગ, શતાવરી ૮ તેલા, જેઠીમધ ૪તેલા, તજ (દાલચીની), સિંધાલૂણ, (લાહરી નમક)પીપર, અને સાકર એ સર્વને બરોબર લઈ સર્વનું ચૂર્ણ કરી ટાંક ૨ ભાર મધ અને ધી સંગાથે ૪૮ દિવસ સુધી સેવન કરે તે તિમિરને, પડળને, મોતિયાને, રતાંધળાપણાને, ફલાને, પાણીના ઝરવાને, અને સબળવાયુને સારાંશમાં સઘળા નેત્રના રોગોને આ દ્વાદશાં મૃત હરીતકી દૂર કરે છે.” અથવા ત્રિફળાનો રસ ૬૪ તલા અને આમળાં કે આમલીને રસ ૬૪ લાભાર લઈ તે રસમાં પીપર, સાકર, ધાખ, ત્રિફળા, લીલું કમળ, જેઠીમધ, ખીરકાકોલી, દુધ અને રીંગણી એઓને કલ્ક નાખી તેઓ સાથે ગાયનું ઘી (મંદનિધારા ) પકાવવું. જ્યારે સર્વ રસ બળી જાય અને એકલું ધી રહેલું જણાય ત્યારે ઉતારી લઈ ગાળીને સુંદર રીઢા પાત્રમાં ભરી લેવું. એ ધીમાંથી અનુમાન પ્રમાણ ભજન કર્યા પહેલાં, ભજનના વચમાં અને ભોજન કર્યા પછી પીએ તે તેથી સઘળા પ્રકારના ને રોગો નાશ થાય છે, અર્થાત આંખે બહુ રાતી હોય, લેહીદોષ, લોહીનું ઝરવું, રતાંધળાપણું, મોતી, નીલિકા, પડળ, માંસનું વધવું, અભિષ્પદ, અભિમંથ, મહાદારૂણ પક્સકોપ, અને ત્રણે દેએ કરેલા નેત્ર સંબંધી રોગો ઉપર આ પ્રયોગ અત્યંત હિતકારક છે. ગીધના સમાન દષ્ટિ થાય છે. બળ અને જઠરાગ્નિને વધારનાર છે. આ મહાત્રિફલાઘધૃત કહેવાય છે. ચક્રદત્ત. અથવા “સફેદાને ઝીણો વાટી ચીનાઈના વાસણમાં નાખી પાણીમાં હલાવી નાંખવે, જ્યારે સફેદ નીચે જામી જાય ત્યારે પાણી નીતારી નાંખવું. એમ ત્રણવાર કર્યા પછી જે સફેદ રહે તે સફેદ માસા ૧૦ અને અંજરત માસા ૩ લઈ અજરતને જે સ્ત્રીને દીકરી ધાવણું હેય તેનું ધાવણ લઈ તેમાં તેને વાટી પછી સફેઘમાં મેળવી તેમાં કતીરે ગુદ માસે ૧, બસ રતી ૪ અને કડા ગુંદ માસા ૧ ભાર લઈ
૧ શા ધરજી કહે છે કે-જમીને ઉઠયા પછી બંને હાથની હથેલીઓને ધસી (ત્રણ વખત) બને નેત્રો ઉપરે ફેરવે તો, તિમિરાદિ સર્વ નેત્રના રોગો નાશ થાય છે. તથા મહોંમાં. ટાઢા પાણીને મળે મરી ટાઢા પાણીની પ્રત્યેક નેત્રને ત્રણ અંજલી છાંટે અર્થાત ત્રિકાળ–સવાર-બપોર અને સં. ધ્યા વખતે છાંટે તો કોઈપણ પ્રકારનો આંખમાં રેગ થતજ નથી અને થયો હોય તે તે આ પ્રયોગ કરવાથી નાશ પામે છે. ( આ બને પ્રગ અતિ ઉત્તમ છે એમ હું મારા લાંબા સમયના અનુભવ ઉપરથી કહી શકું છું.)
લા, ક ,
For Private And Personal Use Only