________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢાર
)
નેત્રરંગ પ્રકરણ
(૩૦૭)
પિત્તના સણકા–દુખાવો મટે છે. અથવા ત્રિફળાને વાટી થેપલી કરી આંખ ઉપર મુકે તે કફ પિત્તનો દુખાવો મટે. છે. અથવા દરને કાજીમાં વાટી ધીમાં તળી થેપલી કરી આંખ ઉપર મુકે તો લેહીવિકારથી આંખે દુખતી હોય તે મટે છે. અથવા સુંઠ અને લીંબડાનાં પાન વાટ જરાક સિંધાલૂણ નાખી તેની આંખ ઉપર થેપલી મુકે તો આંખનો સેજે અને ચળને નાશ કરે છે.
આંખની પાંપણની કીનારી ઉપર આંજણી થઈ હોય તે-ધીથી શેકી શસ્ત્રથી છેદી પછી તે ઉપર મણશીલ, એળચી, તગર, સિંધાલૂણ એઓનું ચૂર્ણ કરી મધમાં કાલવી - જણી ઉપર ચોપડવું.
નેત્રરોગના અન્ય ઉપાય. શંખના વચ્ચેને નક્કર ભાગ, બહેડાની મીંજ, હરડે કિવા હરડેની મજ, શુદ્ધ મણશીલ, પીપર, મરી, ઉપલેટ અને વજ, એને સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ કરી બકરીના દુધમાં સારી પેઠે ઘુંટી જવ જેવી કે જવ જેવી ગોળીએ કરી તેમાંથી એક વટાણું જેટલું પાણીમાં ઘસી આંખમાં આંજે તે તિમિરને, માંસ વધતું હોય તેને, કાચ (મતીઓ ), પડળ, અબ્દ, રતાંધળાપણું અને એક વર્ષની મુદતનું ફુલું એટલા નેત્રના રોગે આ ચોદયવત્તિ નાશ કરે છે. અથવા કેસુડાના ફુલને રસ કાહાડી કરવાના બીજના ચૂર્ણને કેટલીક ભાવનાઓ દઈ લૂંટી લાંબી ઝીણી ગોળીઓ કરવી. પછી તે ગોળીને પાણી સાથે ઘસી આંખમાં આંજવાથી આંખનાં ફુલાં, છારી, ઝાંખ વગેરેને નાશ કરે છે. આને લેખનવર્તિ કહે છે. અથવા હાથીને, સુઅર, ઉંટનો, બળદ, ઘેડાને, બકરાને અને ગધેડાને એટલાના દાંત લઈ છે અને એ દાંતોથી ચોથા ભાગે ) શંખની નાભિ, વગર વિધેલાં સાચાં મોતી, સમુદ્રણ, (અને મરી ) એ સઘળાંને સમાન ભાગે લઈ સારી પેઠે પાણી સંગાથે ઘુટી જવ જેવી લાંબી ગોળી બનાવી પાણી સાથે ઘસીને આંજે તે સર્વ પ્રકારનાં ફુલોને નાશ કરે છે--આને દંતવર્તિ કહે છે. ( આ પણ લેખની વર્તિકા છે. ) અથવા તલનાં ફુલ ૮૦, લીંડીપીપરના કણ ૬ જઈનાં ફુલ ૫૦, અને કાળામરી ૧૬ એઓને સારી પેઠે પાણું સાથે છુટી ગોળી બનાવી તેને પાણી સાથે ધસી Rા વટાણા જેટલી અને તે તિમિર, અર્જુન, ફુલું અને માંસને વધારે એટલા નેત્રના રેગેને અવશ્ય મટાડે છે-આને કુમારીકા વા કુસુમિકાવર્તિ કહે છે. (આ રોપણી ગુંટિકા કહેવાય છે. ) અથવા રસાજન, હળદર, દહળદર, માલતીનાં પાન, અને લીંબડાનાં પાન એને સરખે ભાગે લઈ ગાયના છાણના રસમાં વાટીને તેની ગેબી કરવી અને તેમાંથી જે વટાણા જેટલું આંજે તે રતાંધળાપણું મટી જાય છે. ( આ ગોળી રોપણી કહેવાય છે.) અથવા આંબળાની મીજ એક ભાગ, બહેડાની બીજ ૨ ભાગ અને હરડેની મજ ૩ ભાગ લઈ પાણી સાથે સારી પેઠે ઘુંટી ગળી કરવી. એમાંથી બે વટાણા જેટલું આંજવામાં આવે છે, આંખમાંથી ઝરતું પાણી અને વાયુ કે લેહીનું દરદ હેય તે મટી જાય છે. ( આ સ્નેહનવર્તિ કહેવાય છે. ) અથવા સુદ્ધ કરેલું મોરથુથું, સાવનમાખી.
૧ તેથી ચોથા ભાગે અન્ય ઔષધો લેવાં તથા તેમાં ૨ મરી લેવાં. ચકદા.
૨ દારહળદરને બકરીના દુધમાં અને પાણીમાં ઉકાળીને, મો ના હોય તેને રસાજન-રસ જંતી-
રત--દારુહળદરને શીરા કહે છે.
For Private And Personal Use Only