________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢાર)
નેત્રરંગ પ્રકરણ
.
(૩૧)
પાંપણના વાળના બે રેગનાં નામ તથા તેઓનાં લક્ષણે.
પમાપ અને પર્મશાંત એ બે પાંપણના વાળના રોગ છે. તેનાં લક્ષણે એ છે કે-વાયુએ ચલાવેલા પાંપણોના વાળો નેત્રમાં પેસે છે અને પેસીને આંખેને વારંવાર વસે છે. ધસી ઘસીને કાળા અથવા ધોળા ડોળામાં સેજાને ઉત્પન્ન કરે છે અને મૂળ સ્થાનથી ખરી પડે છે તેને પર્મકપ–પરવાળાં કહે છે. આ રોગ ભયંકર છે. વળી જે પાંપણના વાળના આશયમાં રહેલું પિત્ત વાળને ઉખેડી–એવી ચળ તથા બળતરને ઉત્પન્ન કરે છે તેને પદ્મશાંત કહે છે.
નેત્રના સાંધાઓનું નિરૂપણ. પહેલો સાંધે પાંપણના રૂંવાડાંઓમાં અને પાંપણોમાં છે. બીજો સાંધે પાંપણમાં અને ધોળા ડોળામાં છે. ત્રીજે સાંધે ધોળા ડોળામાં અને કાળા ડોળામાં છે. ચોથે કાળા કેળામાં અને કીકીમાં છે. પાંચમો સાંધે કીકીમાં છે અને છઠો સાંધ આંખના છેડમાં છે.
સાંધાઓમાં થતા રોગનાં નામે તથા સંખ્યા. પૂયાલસ, ઉપનાહ, પિત્તસ્ત્રાવ, કફસ્રાવ, સનિપાતસ્ત્રાવ, રક્તસ્ત્રાવ, પર્વણી, અલજી અને જતુગ્રંથી એ નેત્રના સાંધાઓમાં થાય છે. તે નવ રોગોનાં લક્ષણની કમવાર નોંધ નીચે પ્રમાણે– •
કીકીના સાંધામાં થએલો અને પાકેલો જે સેજે ગંધાતા જાડા પર સૂવે છે તેને પૂયાલસ કહે છે.
કીકીના સાંધામાં મોટે, થોડા પાવાળો, વિશેષ વલુરવાળો, કઠણ, રાતો અને એછી પીડાવાળે જે ગાંઠ થાય છે તેને ઉપનાહ કહે છે.
સાંધાના વચમાંથી, લાલાશ અને પીળાશથી મળેલ અથવા એકલો પીળા ઉના પાણીને સ્રાવ થાય છે તેને પિત્તસ્ત્રાવ કહે છે.
પેળો, ધાટે તથા ચીકણે સ્ત્રાવ થાય છે તેને કફસ્ત્રાવકહે છે. સાંધામાં પાકેલ સેજે ૫રૂ વેહેવરાવતો હોય તે તેને સન્નિપાત સ્રાવ કહે છે.. કરતું પરું ઉનું હોય અને તેમાં વધારે લેહી ઝરતું હોય તે તેને રૂધિરસ્ત્રાવ કહે છે.
કાળા ડોળા તથા ધેળા ડોળાના સાંધામાં ગોળ, સેજાવાળી, રાતી, ઝીણી અને બળતરાવાળી તથા પાકવાળી ફોલ્લી પેદા થાય છે તેને પણ કહે છે. આ રોગ લેહીના પ્રકોપથી થાય છે.
પ્રમેહના અધિકારમાં કહી ગયા છીએ તે પ્રમાણે રાતી, ધોળી, ફોલ્લીઓથી વ્યાપ્ત અને ભયંકરપણવાળી ફોલ્લીઓ કાળા તથા ળા ડેળાના સાંધામાં થઈ હોય તે તેને સ્મલજી કહે છે.
પાંપણ તથા પાંપણનાં રૂંવાડાંઓના સાંધાઓમાં ઉત્પન્ન થએલ અનેક રૂપવાળા કીડાઓ ચળને ઉત્પન્ન કરે છે અને અંદર નેત્રને ખરાબ કરતાં કરતાં પાંપણ તથા ળા છેળાના સાંધામાં જાય છે તેને જ તુટ્યથી કહે છે.
પાંપણના વાળ ઉગવાની જે જગ્યા છે તે જગ્યાને છેડી દઈ પાંપણની અંદર વાળ ઉગે છે અને તે વાળ કાળા તથા ધોળા ળા સાથે ઘસાયા -ખુમ્યા કરે છે તેને કેટલાક ગ્રંથકારે પરવાળાં કહે છે.
For Private And Personal Use Only