________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૪ )
અમૃતસાગર,
( તરંગ
પિપ,મહા અને ફાગણ એટલા મહીનામાં બપોરે અંજન આંજવું. જેઠ, અષાડ, આશે અને કારતક એટલા મહીનામાં પ્રભાતે અને સાંજે અંજન આંજવું. શ્રાવણ અને ભાદ્રવામાં વાદળાં ન હોય ત્યારે અંજન આંજવું. અને ચિત્ર તથા વૈશાખ મહીનામાં મરજી પડે ત્યારે-ગમે તે વખતે અંજન આંજવું. જે અંજન આંજવું હોય તે બે વેળાથી વધારે વખત આંજવું નહિ. તેમજ થાકેલા, બહુ રેએલાબનેલા, દારૂ પીધેલા, નવીન તાવવાળા, અજીર્ણવાળા અને ઝાડા પેશાબ વગેરેનું રોકાણ થએલા એટલા મનુષ્યોને અંજન આંજવું નહીં. દોષે પાકી ગયા (લણ દિવસ) પછી નેત્રોમાં એમ્ય અંજન કરવું. જેથી નેત્રને તુરત ફાયદો થાય છે. જેથી આંખ આંજવામાં આવે તેને અંજન કહે છે. ગેલીરૂપ, રસરૂપ અને ચૂર્ણરૂપ એમ અં. જનના ૩ ભેદ છે. એ અંજને સળી કે આંગળીથી આંજવાં. ચૂર્ણજનથી રસાંજન અને રસાંજનથી ગોળીરૂપ અંજન બળવાન છે. રોહન, રોપણ અને લેખન એવા પ્રત્યે અંજનના ૩-૩ ભેદ છે. મધુર રસવાળું અને નેહ (ધી વગેરે) ચીકટવાળું અંજન હેય તેને સ્નેહન કહે છે. તુરા તથા કડવા રસવાળું અને સ્નેહવાળું અજન હોય તેને રોપણ કહે છે અને ખારા, કડવા તથા ખાટા રસવાળું જે અંજન હોય તેને લેખન કહે છે. આને કરૂં અંજન હેય તે ૧ વટાણુ જેવડી, સાધારણ હોય તે ૧ વટાણું જેવડી અને ઝાટકે મારે તેવું ન હોય તે ૨ વટાણા જેવડી ગોળી કરવી. રસરૂપ અંજન હોય તે, ત્રણ વાવડીંગ જેટલું ઉત્તમ, બે વાવડીંગ જેટલું મધ્યમ અને એક વાવડીંગ જેટલું કનિષ્ટ જાણવું. અને ચૂર્ણરૂપ અંજન જે સ્નેહન હોય તે તેની ચાર સળી, પણ હવે તે ત્રણ સળી અને લેખન હોય તે બે સળી ભરીને આજવું. આંજવાની સળી બને હોં કોચાયેલાંવાળી જોઈએ, લીસી આઠ આગળ લાંબી, વટાણુ જેવી ગેળ અને પથરા ધાતુ વગેરેની સળી જોઈએ. તેમાં પણ સ્નેહનમાં સેના વા ચાંદીની સળીને, લેખનમાં ત્રાંબાના લોઢાની કે પથરની સળીને અને રોપણમાં આંગળીને ઉગ કરે.
આંખની આઠ કિયાએ. શેક-પાણી વગેરેની ઝીણી ઝીણી ધાર કરવી. અાતન-ટીપાં પાડવાં. પિંડી-પટીસ-સુપરી મુકવી. બિડાલ-આંખના બાહાર ચારે બાજુએ લેપ કરે. તર્પણ-તપ્તિ કરવા માટે આંખ ઉપર દુધ વગેરે ભરવું. પુટપાક-પકાવેલ રસ આંખમાં નાખવે. અંજનઆંજવું અને શસ્ત્રક્રિયા કરવી. આ આઠ પ્રકારે નેત્રના રોગોને નિર્મળ કરવા.
આંખ ઉપર શેક કરવાનો વિધિ. રોગીનાં નેતેને વીંચાવી તેની ઉપર ચાર આંગળ ઉચેથી ઝીણી ઝીણું ધાર કરવી એ નેત્રના સમસ્ત રાગ ઉપર ફાયદાકારક છે. વાયુના રોગોમાં ધી વગેરે સ્નેહ પદાર્થોની ધાર કરવી, તે સ્નેહન શેક કહેવાય. પિત્ત તથા લોહીના રોગમાં હરડે વગેરેના રસની ધાર કરવી. કફના રોગો ઉપર મળને ઉખેડનારાં સુંઠ વગેરે રસની ધાર કરવી. સ્નેહ શેક ૬૦૦ ચપટીઓ વગાડીએ તેડલીવાર સુધી, રોપણ શેક ૪૦૦ ચપટીઓ સુધી અને લેખન શેક ૩૦૦ ચપટીઓ સુધી કરે, જેથી આંખે નિર્મળ થઈ જાય છે. શેક દિવસે જ કરે, પણ રાત્રિએ કરવો નહીં; કદાચિત બહુ દુઃખ થતું હોય અને ઘણું જ જરૂર હોય તે, રાત્રે પણ કરવો.
અચેતનને વિધિ. રેગીની બને આંખોને આંગળવતે ઉધાડી રાખી તેમાં કવાથ, મધ, કે નેકનાં ટીપાં
For Private And Personal Use Only