________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨ )
અમૃતસાગર
( તરંગ
- આખા નેત્રમાં થતા રોગોનાં નામ તથા સંખ્યા. ચાર અભિHદ, ચાર અધિમંથ, સંશોઘપાક. અશોથ પાક, હતાધિમંથ, વાતપર્યય, કપાક, અન્યતો વાત, અભ્યાખ્યુધિત, શિસ્ત અને શિરાહ એ ૧૭ રેગે આખે નેત્રમાં થાય છે. તેઓનાં જુદાં જુદાં લક્ષણો નીચે પ્રમાણે
ચાર અભિષ્પદનાં નામ તથા લક્ષણે. વાતાભિષ્પદ, પિત્તાભિષ્પદ, કાભિષ્પદ અને રક્તાભિષ્પદ એ ચાર છે. તે પૈકી જેમાં કાયા જેવી પીડા, સ્તબ્ધપણું, રૂંવાડાંઓનું ઉભુ થવું, વલુર, નેત્રોનું લુખાપણું, માથામાં વેદના, ચીપડાથી રહિતપણું અને આંસુઓનું ટાઢાપણું હોય તે તે વાયુના કેપન-વાતાભિષ્પદ કહેવાય છે.
જેમાં બળતરા, પાકવું, શીતળ પદાર્થો ઉપર રૂચિ, આંખોમાંથી જાણે ધુમાડા નીકળતા હોય તેમ જણાય, ઉનાં આંસુ કરે અને આંખે પીળી જણાય છે તે પિત્તાભિ૫દ કહેવાય છે.
ઉના પદાર્થ ઉપર ભાવ, ભારેપણું, આંખોમાં જો, ખરજ, ચીપડાઓથી ખરડાએલાપણું, અત્યંત શીતળપણું, અને વારંવાર ચીકણો સ્ત્રાવ થાય તેને કફાભીન્કંદ કહે છે.
આંસુમાં રાતાશ, આંખોમાં લાલાશ, ચારે કોર આંખોમાં અત્યંત રાતી રેખાઓ અને બીજા પણ પિત્તથી થએલા અભિષ્પદનાં લક્ષણ યુક્ત હોય તેને રકતાભાષ્પદ કહે છે.
ચાર અભિમંથનાં ચિહનો. જે માણસે અભિષ્પદની ઉપર પધ વગેરે કરે નહીં તેવા મનુષ્યને અભિષ્પદની વૃદ્ધિ થતાં આંખમાં આકરી પીડાવાળા ચાર અભિમ થાય છે. વાતાભિષ્મદથી થએલ
અધિમંથ, પિત્તાભિષ્મદથી થએલો અધિમંથ, કફાભિષ્પદથી થએલે અધિમંથ અને રકતાભિવૃંદથી થએલે આધમંથ એમ ચાર પ્રકારે છે.
જે અધિમંથ જે અબિMદથી થયો હોય તે અધિમંથમાં તે અભિષ્પદનાં ચિને હોવા ઉપરાંત અરધું માથું જાણે અત્યંત ઉખેડી લેવાનું હેય તથા અત્યંત મથી નખાતું હોય એવી વેદના થાય છે, માત્ર અભિષ્પદ અને અધિમંથમાં આટલે જ તફાવત છે તેમ ચારે પ્રકારના અભિમંથમાં આ જુદા પ્રકારની વેદનાનાં સરખાંજ લક્ષણો છે.
જે અધિમંથ કાભિષ્પદથી થયો હોય તે સાત રાત્રિની અંદર, રક્તાભિuદથી થયો હોય તો પાંચ રાત્રીની અંદર, વાતાભિષ્પદથી થયો હોય તે છ રાત્રિની અંદર અને પિત્તાભિષ્પદથી થયો હોય તે તુરત જ વા ત્રણ રાત્રીની અંદર જે વિચાર વિના ઉપાયો કરવામાં આવે તે દષ્ટિને નાશ કરી નાખે છે. (બહુ જોરથી આંખ દુખવા આવી હોય તેને અધિમંથ કહે છે).
જે ને ચળથી સહિત, ચીપડાઓથી ખરડાએલ, આંસુવાળાં, પાકેલા ઉંબરાના ફળ જેવાં રાત, સેજાવાળાં અને પાકવાળાં હોય તે તેને સશાથપાક કહે છે. અને આ સઘળાં લક્ષણ હેય પણ એક સોજો ન હોય તો તેને અશથપાક કહે છે.
વાતાભિષ્પદથી થએલો અધિમંથ થયા છતાં બેદરકારીથી ઔષધો ન કરે તે તેથી આકરી પીડાઓ કરી આંખને પરાણે સુકવીને નાશ કરી નાખે છે. ત્યારે એ અધિમંથ હુતાધિમંથ કહેવાય છે. આ રોગ અસાધ્ય છે.
For Private And Personal Use Only