________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૮ )
અમૃતસાગર,
(તરંગ
થતાં જે લિંગના થાય તેને સનિમિત્ત લિંગનાશ કહે છે. તેને અભિસ્પદના લક્ષણો ઉપરથી જાણી લે.
અમિનિત્ત લિંગનાશનું હેતુ સહ લક્ષણ. દેવના, ઋષિના, ગંધર્વના, મોટા ભાગના કે બીજા પ્રકાશમય પદાર્થોના દર્શનથી દષ્ટિ ઉપહત થઈ જાય તેને અનિમિત્ત લિંગનાશ કહે છે. દેવ વગેરેનાં પ્રત્યક્ષ દર્શન વિશેષ કરીને થતાં નથી માટે તેઓના દર્શનનું નિમિત્ત છતાં અનિમિત્ત માનેલ છે. આ રોગમાં આંખે તેજદાર જણાય, કીકી શ્યામ તથા નિર્મળ દેખાય છે અને ઉપધાતનેલીધે કીકી ફાટી જાય છે, રસદાય છે કે, ઓછી થઈ જાય છે.
કાળા ડોળાના રોગોની વ્યાખ્યા. કાળા ડોળાના ગેનાં નામ, સંખ્યા તથા સાધ્યાસા થપણું
સવણક, અવણશુક્ર, પાકાંત્યય અને અજકાજાત એ ચાર રોગો આંખના કાળા ડાળામાં થાય છે. તેઓનાં જુદાં જુદાં લક્ષણ નીચે પ્રમાણે.
જે લું કાળા ડોળામાં ડુબેલા રૂપવાળું હોય, જાણે સોયથી વિંધાએલું હોય તેવું લાગે એટલે ગોળ તથા વ્યથાંવાળું હોય અને નિરંતર ઉનું પાણી ઝર્યા કરે તેને સઘણશુક્ર કહે છે. આ ફુલું કીકીના નજીકમાં ન હોય, ઉડું ન હોય-એક ચામડીમાં જ હોય, ઝરતું ન હોય, પીડા વગરનું અને એક હોય તે કોઈ વખતે મટે છે, પણ જે કીકીની પાસે હોય, ઉડું, પીડાવાળું, ઝરતું અને બે હોય તે કદિ પણ મટતું નથી. - જે કાળા ડેળાનું અભિપંદથી થએલું ફૂલું આકાશમાં રહેલા મેઘની પેઠે થોડું થોડું પ્રકાશનું, ચંદ્ર કે શંખ જેવું સ્વેત જણાતું હોય તે તે વ્રણશુક્ર કહેવાય છે. આ ઝુલું અત્યંત સાધ્ય છે. પણ જે બે ત્રણ પડસુધી ઉડે પહોંચ્યું હોય તથા જાડું કે લાંબા વન ખતથી થએલું હોય તે કષ્ટસાધ્ય છે. અને માંસ વીખાઈ જવાને લીધે નમેલા મધ્ય ભાગવાળું માંસથી વીંટાયેલું, ચંચળ. શિરા-નસમાં થએલું, દેખવા ન દેનાર, બે પડો સુધી પહોંચેલું, છેડામાં રાતું અને લાંબા વખતનું હોય તે તે ફુલું અસાધ્ય છે. વળી જે આંખ્યોમાંથી ઉનાં આંસુડાં પડતાં હોય, ફોલ્લી થઈ હોય અને મગ જેવા આકારવાળું હોય તે તે આ વણશુક અસાધ્ય છે. તથા આંખની પાંપણે તેતરની પાંખો જેવી થઈ ગઈ હોય તે તેપણ અસાધ્ય છે.
દેણે કરી લીધેલું ધળાપણું આખા કાળા ડેલામાં ચોમેર છવાઈ ગયું હોય તેને પાકાત્યય કહે છે. આ વ્યાધિ ત્રણે દોષથી થએલ હોય તે અસાધ્ય સમજે. આ રોગમાં પાકવાપણું, આંસુ, સેજે અને પીડા થાય છે. - બકરીની લીંડી જેવી, પીડા સહિત હેજ રતાશવાળી, લાલ અને ચીકણું આંસુ યુક્ત જે ઉંચાઈ મોટાપણાથી આખા કાળા કેળાને પકડીને પ્રાપ્ત થાય છે તેને અજકા જાત કહે છે. એ ઉચાઈ મેદની ત્રીજા પટળમાં થાય છે.
• ૧ ગદાધર કહે છે કે રકતાભિ પંદનાં લક્ષણો ઉપરથી આ રોગને ઓળખી લે, પણ કાર્તિક કહે છે કેસમસ્ત દોષોથી થએલા અભિષ્પદનાં લક્ષણો ઉપરથી આ રોગને ઓળખી લેવો; અર્થાત 'કાંઈ એકલા રક્તાબિંદનાજ ઉપરથી ઓળખાતો નથી. ”
For Private And Personal Use Only