________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૦)
અમૃતસાગર,
(તરંગ
ન
-
- -
-
શિરોરોગનો અધિકાર
માથાના રોગનું હેતુ સંખ્યા તથા પૂર્ણ રૂપ વાયુ, પિત્ત, કફ, ત્રિદોષ, લોહી, રસાદિને ક્ષય, કૃમિ, સૂર્યવર્ત. અનંતવાત, શંખક. અને અર્દાવભેદક એ અગ્યાર કારણોથી માથાના રોગને જન્મ મળે છે. થળ-સણુકા આવે છે. તે અગ્યારે પ્રકારનાં લક્ષણો નીચે પ્રમાણે-માથાના રે ઉત્પન્ન થવાનું કારણ મુખ્ય દુષ્ટ ભજન જ છે. પૂર્વ રૂપમાં લમણા પકડાય અને શરીર ભારે થાય છે.
- માથાના રોગોનું વિશિષ્ઠ નિદાન. એકાએક રીતે માથામાં આકરી પીડા થાય છે, તેમાં પણ રાતે વિશેષ પીડા થાય અને શેકવાથી કે કોઈ બાંધવાથી પીડા હલકી થાય તો જાણવું કે વાયુના કારણથી માથામાં સણુકા આવે છે.
અગ્નિના અંગારાથી શકાતું હોય તેવું અતિશે માથું ઉનું થાય, આંખ અને નાકમાં બળતરા થાય, દહાડે વધારે દુખાવો તથા રાતે ઓછો થાય તે જાણવું કે પિત્તના કારણથી સણકા આવે છે.
માથું અંદરથી કફથી લીપાયેલું, ભારે, સ્તબ્ધ-સજડ, ટાટું અને આંખોનાં પિપચાં તથા મહેડું સુજેલાં રહે તે જાણવું કે કફના કોપથી માથું દુખે છે.
ઉપર કહેલા ત્રણે દોષનાં સામટાં કે શેળભેળ ચિહને જણાતાં હોય તે ત્રિદોષ કો૫નું માથું દુખે છે એમ જાણવું.
પિત્ત સંબંધી માથાના રોગના જેવાં લક્ષણો દેખાતાં હોય અને સ્પર્શ જરાપણ સહન ન થાય તેવી પીડા થતી હોય તે જાણવું કે, લોહીના કોપથી માથું દુખે છે.
માથામાં આકરી વેદના થતી હોય અને શેક કરવાથી, ઉલટી કરાવવાથી, ધુમાડે પીવરાવવાથી, નાસ આપવાથી અને લેહી કઢાવવાથી પીડા વધારે વધતી હોય તે જાણવું કે માથામાં રહેલાં ચરબી, કફ, તથા રૂધિર એઓને અત્યંત ક્ષયથવાથી માથાને રોગ થયો છે. આ કષ્ટસાધ્ય છે. આ રોગથી શરીર ભમે છે, માથામાં સે ભેંકાયા કરે છે, આંખ ફર્યા કરે છે અને મૂછ તથા ગાત્રોમાં ગ્લાનિ થાય છે.
માથામાં અત્યંત શળ ચાલતું હોય, તથા માથામાં જીવડાં જાણે ફોલી ખાવા ફરતાં હોય તેવું જણાય અને નાકમાંથી પરૂ સહિત લોહી નીકળે તથા છવડા પણ નીકળે તે જાણવું કે ભયંકર કૃમિજન્ય માથાને રોગ છે.
દિવસ ઊગે ત્યારથી આંખમાં તથા ભમરોમાં ડી ડી પીડા થાય અને જેમ જેમ સૂર્ય ઉચે ચઢતે જાય તેમ તેમ વિશેષ પીડા વધતી જાય તથા જેમ જેમ સૂર્ય ઢળતે જાય તેમ તેમ પીડા ઓછી થતી જતાં દિવસ અસ્ત થએ તદન મટી જાય. અથવા કઈક વખતે શીતથી અને કોઈક વખતે ઉષ્ણતાથી પણ તે પીડા શાંત થાય તે જાણવું કે સૂર્યાવર્તન નાલીધે માથું દુખે છે. આ રોગ ત્રિદોષને હોવાથી મહા મુશ્કેલીથી મટે છે.
For Private And Personal Use Only