________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૮ )
અમૃતસાગર,
(તરંગ
ઉપર મેલ વધે છે અને પછી પરસે થયાથી ત્યાં વલુર આવે છે. તેનાથી તે જ વખતે ફો થાય છે અને પરૂ વહેવા લાગે છે તેને વૃષણકછુ કહે છે. આ કફ તથા લોહીના પ્રકોપનો વ્યાધિ છે. ઉપાય-રાળ, ઉપલેટ, સિંધાલૂણ અને ધૂળા સરસવ એઓને પાણી માથે ઝીણા વાટી વૃઘણું ઉપર એળે તે મટી જાય છે.
અહપાનાનું હેતુ સહુ લક્ષણ-મળ કે મૂત્રથી ખરડેલી બાળકની ગુદા બરાબર છેવામાં ન આવે કે પરસેવો વળ્યા હતાં બાળકને ન હવવે તે લોહીના કે કફના કોપથી વલુર થાય છે અને તે ખળવાથી તુરત ફોલ્લીઓ થાય છે, પણ કરે છે એવી એ ફડકીઓમાંથી ભયંકર વણે થઈ આવે છે. તેને અહિપૂતના રોગ કહે છે. ઉપાય–પ્રથમ બાળની માતાનું ધાવણ સાફ કરવું. પછી ત્રિફળા તથા કાથાનો કવાથ કરી ફોડકીઓને દેવી અને શંખને ભૂકે સૈવીર તથા જેઠીમધ0 એઓનો લેપ કરે. .
ગુદભ્રંશનું લક્ષણ-જેનું શરીર લુછું અને નિર્બળ હેય તેથી અથવા મરડા અને ઝાડાના દરદથી નિર્બળ થઈ જાય તેથી અને ઝાડા વખતે જોરથી કરાંઝવાથી ગુદા બહાર નીકળી આવે તેને ગુદભ્રંશ-આમણ કહે છે. ઉપાય-ગુદાને શેક દઈ ઘી કે તેલથી આમણને ખરડી અંદર પેસાડી દેવું. પછી ગાયના છિદ્રોવાળા ચામડાથી યુક્તિ સાથે રોકી દેવું. અથવા પોયણનાં કુણાં પાંદડાં સાકર સાથે ખાય તે અવશ્ય આમણ (આંબળ) નીકળતું બંધ પડે છે. અથવા ઊંદરની ચરબી કે બાફેલા ઉંદરના માંસથી શેક કરે તે આમણ નીકળતું બંધ પડે છે. અથવા કોકમ, ચિત્ર, ખાટીલૂણી, બીલાનો ગર્ભ, કાળીપાહાડ અને જવખાર એઓને સમાન લઈ ચૂર્ણ કરી ગાયની છાશ સાથે સેવન કરે તે આમણ નીકળતું બંધ પડે છે અને અગ્નિ પ્રદીપ્ત થાય છે. અથવા આંતરડાં રહિત ઊંદરનું માંસ અને દશમૂળ એ બંને સરખાં લઈ તેઓના કવાથ અને કલ્કથી વિધિ પ્રમાણે તૈલ પકાવવું. એ તેલનું મર્દન કરે તે આમણું, ગુદાનું શુળ અને ભગંદર મટી જાય છે. આ મૂશક તેલ કહેવાય છે. ભાવપ્રકાશ. અથવા “મૂષક તેલની પેઠે છછુંદરનું તેલ ચોપડે તે આમણ નીકળતું નથી.” અથવા ખાટીલુણીને રસ, બોરડીના મૂળને રસ, અને દહી તથા સુંઠ, જવખાર સાથે કાંજી મેળવી કલ્ક કરી તેમાં થી પકાવે અર્થાત તૈલ પકાવવાની રીત પ્રમાણે તેલ પકાવી પીએ તે આમણ નીકળતું બંધ પડે છે. આ ચાંગેરીધૂત કહેવાય છે. ચાંદા.
કરનું લક્ષણ–નીકળેલું આમણ જે બળતરાવાળું, રાતા છેડાવાળું, પાકેલી ચામડીવાળુ, આકરી વેદનાવાળું, ચળવાળું, અને તાવ લાવનાર હોય તે તેજ કરદિ કહેવાય છે. ઉપાય-જળભાંગરાના મૂળનું ચૂર્ણ હળદર સાથે ટાઢાપાણીથી લેપન કરવું. અથવા સવારમાં કમળના મૂળને કલ્ક ગાયના ઘી સાથે પીવે, જેથી વિસર્ષ અને શૂકર તુરત મટી જાય છે તથા તેનાથી આવેલા ભયંકર તાવ પણ મટી જાય છે.
પકંટકનું લક્ષણ-કફ તથા વાયુથી થએલું કમળનાળના કાંટા જેવું, કાંટાઓછી દ4:, વલુરવાળું, ગોળ અને ધોળું જે ચકરડું થાય છે તેને પમિનીકટક કહે છે. ઉપાથરી અડાના પાણીથી ઉલટી કરાવવી. લીંબડાના પાણીથી પકાવેલું ઘી તેમાં મધ નાખી પીવરાવવું. લીંબડાના. ગરમાળાના કકો વારવાર ચોળવાથી પહૃમિની કંટક મટી જાય છે.
મુખદૂષિકાનું નિદાન સહ લણ-જવાન માણસના મહ ઉપર શીમળાના કાંટા જેવા કફ વાયુ તથા લેહી વગેરેથી ઉત્પન્ન થએલા ખીલ થાય છે તેને મુખદૂષિકા
For Private And Personal Use Only