Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 317
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૨૮૪) ( તર્ગ ચિપ્સ તથા કુનખ એ બન્નેના ઉપાય-ચિપ્સમાં લાહી કઢાવવું, ોધન કરવું અને એમાંથી ઉનાશ જતી રહે ત્યારે ઉના પાણીથી સિ ંચન કરવું. શસ્ત્રથી કાપી તેમાંથી પ વેહેવરાવવું અને તે પછી ત્રણના પ્રમાણે ઉપાય કરી રૂઝવી નવીન નખલાવવા. અથવા ઃછંદરના રસની અંદર હરડેને લોઢાના વાસણમાં પલાળી તે હરડેને તેજ રસમાં ધસી ચિપ્સની ઉપર વારંવાર લેપ કરવે. અથવા સીવણુનાં સાતકુણાં પાંદડાં લઇ ચિપ્સને વીંટી રાખવા તે અવશ્ય મટી જાય છે. અને કુનખ માટે કફની વિદ્રષિમાં કહેલા ઉપાયે ઉપયોગમાં લેવા. અથવા ટંકણખારને અંદર પેસાડી દેવા જેથી અવશ્ય પુનખ મટી જાય છે. અનુશયીનુ લક્ષણ-અંદર પાકવાળી-ગંભીર, થેડા સોજાવાળી અને મગ જેવા વર્ણવાળી જે ફાલ્લી પગના ઉપર થાય છે તેને અનુશયી કહે છે. ઉપાય-કષના વિદ્રષિની ચિકિત્સા પ્રમાણે ચિકિત્સા કરવી. અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્યારિકાનું નિદાન સહુ લક્ષણ-બગલમાં કે સમસ્ત સાંધાએમાં ભોંય કાળાની પેઠે બધાયેલી, રાતી, સમસ્ત દોષોથી ઉત્પન્ન થએલી અને સમસ્ત દેાષાના ચિહ્નો સહિત જે કાલી થાય તેને વિદ્યારિકા કહે છે. ઉપાય-પેહેલા જળેા મૂકી પછી પાકેલી હોય તે તેને શસ્રવતે ચીરી ત્રણના સમાન ચિકિત્સા કરવી. દારીનું લક્ષણ-જેને ઉઘાડે પગે કરવાની ટેવ વધારે હોય તેના અત્યંત લુખા પગ થઇ જવાથી પગના તળામાં-એડીએમાં કાટ-ચીરા પડી જાય છે તેને દારી-વ્યાઉ કહે છે. આમાં વાયુની વેદના હેાય છે. ઉપાય-પગનાં તળીઆંતે સાફ કરવા માટે નસખાલી લોહી કઢાવવું. પગેાનું સ્નેહન સ્વેદન કરીને પછી મધ ચરખી મજ્જા અને જવખાર એને મિશ્રિત કરીને તેનેા વારવાર પગતળીએ-એડીએ લેપ કરવા. અથવા રાળ, તથાસિ ધાલૂણના ચૂર્ણને ધીમાં તથા મધમાં કાલવી સારી પેઠે મથી સરસીયું તેલ નાખી પગે ઘસવું. અથવા મીણ, શિલાજીત, ધી, ગાળ, ભેશાગુગળ ( પાપની આંખ જેવા ચળકતા ગુગળ ), રાળ અને સાનાગેરૂ એએને એકઠાં કરી લેપ કરે તેા જરૂર પગના ચીરા તુરત મટી જાય છે. અથવા ધતુરાનાં બીજ અને માનક ંદની ભસ્મનું પાણી એએને સરસીઆમાં નાખી પકવી તે તેલ ફાટેલી એડીઓ ઉપર ચોપડા તો અવશ્ય આરામ થાય છે. કંદરનું લક્ષણ-રેતીથી તલવાએલા તથા કાંટા વગેરેથી ધવાયલા પગમાં ન્હાના ખાર જેવડી ઉંચી ગાંઠ થાય છે તેને કદર-કપાસી-કણી કહે છે. ઉપાય--શસ્ત્રવતે કણીને ખાતરી કઢાવી ઉના તેલને અથવા અગ્નિના ડાંબ દેવે કે આકડાનું દુધ ગોળ સાથે મેળવી બાંધવું જેથી તે કણી મટી જાય છે. ખારિવાનું લક્ષણ-ખરાબ ગારાના સ્પર્શથી પગની આંગળીઓમાં કાડાવા લાગે છે તેથી નીચેના ભાગમાં વધુર આવે, બળતરા થાય અને પીડા થાય છે તેને ખારવા કહે છે. ઉપાય-કડવાં પરવલ, મણશીલ, લીંબડાં, ગાયદન, મરી, તલ અને ભાંરીગણીને રસ એએથી પકાવેલું તેલ ચોપડવું, પછી હીરાકસી, મહુશીલ અને તલનું ચૂર્ણ ભભરાવનું. અથવા કચ્યાં, હળદર, હીરાકસી, પદ્મક, મધ, ગેરૂચદન અને હરતાલ એએના લેપ કરા. ૧.મદનપાળ કહે છેકે-મેદ-મજજા તથા ચરખી ગામમાં રહેનાર પશુઓની, જળપ્રાય પ્રદેશનાં પ્રાણીઓની અને જળચર પ્રાણીઓની લેવી, માટે બકરાની ચરખી કે હાડમાંના ચેખા સ્નેહ-પેસી લેવી. ૧ એકરૂપીઆભાર તલના તેલને લેાઢાની કડીમાં ગરમ કરી તેટલીજ રાળ નાખી હલાવી નીચે ઉતારી પાઙ્ગી સાથે મથી તે મલમ ઉપયોગમાં લેવાથી અવશ્ય વ્યા કાઢેલી મરી જાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434