________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમૃતસાગર
(તરંગ
-
--
-
-
किश्चित्पाप रोगस्य विद्यते । त्वमेका शीतले धात्री नान्यां पश्यामि देवताम् ॥९॥ मृणालतन्तु सदृशीं नाभिहन्मध्य संस्थिताम् । यस्त्वां सश्चिन्तये देवि तस्य मृत्युन जायते ॥१०॥ अष्टकं शीतला देव्या य पठेन्मानयः सदा । वि. स्फोटक भयं घोरं कुले तस्य न जायते ॥ ११ ॥ श्रोतव्यं पठितव्यं च नरैर्भक्ति समन्वितैः । उपसर्ग विनाशाय परंस्वस्त्वयन महत् ॥१२॥ शीतलाष्टक मेतद्धि नदेयं यस्य कस्यश्चित् । किंतु तस्मै प्रदातव्यं भाक्ति श्रद्धान्वितो हि यः ॥ १३ इति स्कंदपुराणे काशीखंडे शीतला स्तोत्रं सम्पूर्णम् ॥
શીતળાના બીજા ભેદ. વાયુ તથા કફથી ઉત્પન્ન થએલી કેદરા જેવા આકારવાળી શીતળા તે કેદ્ર વા ઓરી શીતળા કહેવાય છે. ગમાર લોકો “આ શીતળા પાકે છે એમ કહે છે, પણ આ શીતળા પાકતી જ નથી. આ શીતળા ઘણું કરીને શકનામના પાણીના કીડાની પેઠે અંગેને વીધી નાખે છે. અને સાત કે દશ દિવસે વગર ઔષધે સમી જાય છે. કદાચ શાંત કરવા ષડ આપવું હોય તે ખદિરાષ્ટકથી બનાવેલ કવાથ આપવો.
જે શીતળા વિશેષ ગરમીને લીધે રાઈ જેવા આકારવાળી, વલુરવાળી, અને જેને ઉપર હાથ ફેરવે તો સારું લાગે એવી થાય છે તેને પાણિસહા-અછબડા કહે છે. અને તે સાત દિવસમાં એની મેળે સુકાઈ જાય છે.
જે શીતળા સરસવ જેવા આકારવાળી પીળી હોય તે સપિકા કહેવાય છે. આ શીતળામાં તેલ ચોળવું નહીં.
જે શીતળા કાંઈક ગરમીરૂપ કારણથી બાળકના મોં ઉપર રાઈ જેવા આકારની થાય છે તે દુઃખ કેદ્રવા કહેવાય છે અને તે પિતાની મેળે જ સુકાઈ જાય છે.
જે શીતળા પહેલાં તાવ આવી પછી પ્રાંસઠાં જેવી, રાતા તથા ઉંચાં ચકરડાંવાળી અને વ્યથાવાળી હોય તેને દામ કહે છે. આ શીતળાને. તાવ ત્રણ દિવસ સુધી રહે છે. આ શીતળા ફોલ્લાઓના મળવાથી ઘણા ફેલ્લાવાળી પણ થાય છે.
જે શીતળા એક ફલ્લામાં કાળી હોય છે તે ચર્મની કહેવાય છે.
આ સાતે પ્રકારની અર્થાત શીતળા ઓરી અછબાદિ વગેરેમાં શીતળા દેવીનો સબંધ હેય છે, જેથી શીતળાને શાંત કરવાને જે ક્રિયા કહી ગયા છીએ તે કરવી.
શીતળાને અધિકાર સંપૂર્ણ ઇતિ શ્રીમન્મહારાજાધિરાજ રાજરાજેંદ્ર શ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર નામા ગ્રંથ વિષે શીતપિત્ત ઉદર્દ કેઠ ઉત્કડ અમ્લપિત્ત વિસર્ષ સ્નાયુ-વાળે વિસ્ફોટક ફિરંગવાયુ મસૂરિકા અને ભરિકાન્તરગત શીતનાદિરેગાના હેતુ ઉત્પત્તિ તથા યત્ન નિરૂપણ નામને સત્તર તરંગ સંપર્ણ.
For Private And Personal Use Only