________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૬)
‘અમૃતસાગર.
(તરંગ
તરશનાં લક્ષણે. જે વાયુના કારણથી મરણ થએલી હોય તે મહેડું ઉતરી જાય છે. લમણું અને માથામાં પીડા થાય છે, તેરશ તથા જળને વહેનારી મુખ્ય નસો રોકાઈ જાય છે. મુખમાંથી છએ રસને સ્વાદ જેતે રહે છે અને ઠંડું પાણી પીવાથી તરસ વૃદ્ધિ પામે છે તે વાતજ કહેવાય છે.
જે પિત્તના કારણથી તૃપા થએલી હોય તે ભૂ-ભાન રહિત, અન્ન ઉપર દેષ, બકવા, બળતરા, નેત્ર રાતાં, મુખમાં શોષ, તથા મુખ કડવું થાય છે. ઠંડ સારી લાગે. શરીરમાં તાપ, મળ-મૂત્ર તથા આંખે પીળાં થાય છે. અને ગળામાંથી ધુમાડા નીકળે છે તે પિત્તા કહેવાય છે.
જે કફના કારણથી થએલી તૃષા હેય તે જઠરાગ્નિની ઉણતાને કફ રોકી લે છે તેને થી અગ્નિની ઉષ્ણાતાથી જળને વહેવા વાળી નસેનું શોષણ થવાને લીધે કફથી જે તૃષા ઉત્પન્ન થાય છે તેથી આતુર થએલે પ્રાણી અતિ દુર્બળ થઈ જાય છે. નિદ્રા વધે છે, શરીર ભારે રહે છે, અને મુખ મીઠું થઈ જાય છે, તથા દિન પ્રતિદિન સુકાતા જાય છે, તે કફજા કહેવાય છે.
જે શસ્ત્ર વગેરેના ઘા વાગવાથી શરીરમાંથી લોહી નીકળે છે તેથી પીડા થવાને લીછે તરસ લાગે છે તે તરશ ક્ષતજાની સંજ્ઞાથી ઓળખાય છે.
જે ક્ષયના કારણથી થએલી તરશ હેય તે છાતી દુખે, કંપ, શેષ, તથા જડતા ઉત્પન્ન થાય છે, અને પાણી પીધા કરે; તદપિ તથા શાંત થાય નહીં તે રસના ક્ષય થવાથી કિંવાસન્નિપાતથી થાય છે. તેથી ક્ષયજા કહેવાય છે.
જે આમથી ઉત્પન્ન થએલી તરસ હોય તે તેમાં ત્રણ દેનાં ચિન્હલક્ષણ થાય છે, હદયમાં શળ, થુંકવું અને ગ્લાનિ થાય છે, તે આમજા કહેવાય છે.
અને ખાધેલા અન્નથી જ તૃષા થઈ હોય તે–એટલે સ્નિગ્ધ, ખાટું, ખાટું, તીખું તથા ભારે અન્ન ખાવામાં આવ્યું હોય તે વારંવાર તરશ લાગે છે તે ભુકતોવા કહેવાય છે.
- તૃષાના ઉપદ્રવો તથા અરિષ્ટ. સાદ બેસીજાય, કંઠ-ગળું તાળવું સુકે, દીનતા થાય, તથા વર, મેહ, શ્વાસ, ઉધરસ, પ્રમેહ, ક્ષય અને અતિસાર વાળાને, કિંવા દુર્બળ વા, રેગથી દુબળ થએલાને અને ઉલટી કરનારાઓને વિશેષ લાગુ પડેલી તથા મુખ શેષાદિ ભયંકર ઉપદ્રવથી સંયુક્ત થએલી સર્વ પ્રકારની હરશ મનુષ્યના પ્રાણનો નાશ કરે છે.
ઉપાય. વાયુની તરશવાળાને ઉષ્ણ ભજન અને ઉષ્ણ જળ સેવન કરવાથી આરામ થાય છે. અથવા દહિં ગોળ સેવન કરવાથી વાયુની તરસ મટે છે. અથવા વાયુને હરનાર, કમળ, હલકાં અને ઠંડાં અન્નપાનને ઉપયોગ કરે તે વાયુની તૃષા મટે છે.
પિત્તની તપા વાળાને સેનું તથા રૂપું ઉનું કરી તેથી ઝામેલું પાણી પાવું. અથવા સાકરના ઇંડા સરબતના પીવાથી પિત્તની તરશ મટે છે. અથવા ધાણાને રાત્રે પલાળી-ભી
For Private And Personal Use Only