________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બા।. )
પ્રમેહ પ્રકરણ,
ધાદિ કવાથથો નિરૂહબસ્તિ આપી પછી ઐષધોપચાર કરવા.
તે વાયુની પ્રબળતાવાળા પ્રમેહ હોય તો ઘણું કરીને સ્નેપાન કરાવવું. અથવા કફના પ્રમેહ હોય તે, નાગરમોથ, હરડેદળ, કાયળ અને લેાદર એએને કવાથ કરી તેમાં મધ નાખી પીવા. અથવા વાવડીંગ, આસદરાની છાલ, કાળીપાડ અને ધામણ, એને કવાથ કરી તેમાં મધ નાંખીને સેવન કવાથી કફના પ્રમેહા નાશ થાય છે. પિત્તના પ્રમેહા હોય તેા “કળાકમળની જડ, સાદડનુમૂળ, ઇંદ્રજવ, ધાવડાની છાલ, આમલીની છાલ, આમળાં અને લીંમળી કે લીંબડાનાં પાંદડાં એને કવાથ કરી તેમાં સાકર નાખી પીવે. અથવા રક્તરોહીડાને કવાય કરી તેમાં મધ નાખી પીવાથી ઉદ્ભક પ્રમેહ મટે છે. એજ પ્રમાણે લીલીધરા કે અરણીના કંધાથ કરી તેમાં મધ નાખી પીવાથી ક્ષુ પ્રમેહ. તથા ઉપલેટ, પિત્તપાપડા, કડુ અને સાકરના કવાથથી ઇક્ષુ પ્રમેહ, અથવા અરણીનુંમૂળ, પાછળ, ધમાસે, અન્નુએ અને ખાખરાનું મૂળ એના કવાથથી પણ તુ પ્રમેહ મટે છે. લીંબડાના વાથમાં મધ નાખી પીવાથી સુરા પ્રમેહ. ચિત્રકના કવાથમાં મધ નાખી પીવાથી સિતા પ્રમેહ. ખેરના કવાથમાં મધનાખી પીવાથી શનેપ્રમેહ, કાળીપાડના કવાથમાં મધ નાખી પીવાથી ક્ષારપ્રમેહ અથવા સુંદર સ્ત્રીના સંભાગથી ક્ષાર પ્રમેહ, અગરના કવાથમાં મધ નાખી પીવાથી પિષ્ટપ્રમેહ. બે જાતની ઉપલસરી કે બન્ને જાતની હળદરના કવાથમાં મધ નાખી પીવાથી સાંપમે. પીપરના કવાથથી નીલપ્રમેહ. ગરમાળાના કવાથથી હારિદ્રપ્રમેહ. મજી અને ચંદનના કવાથથી માંજીષ્ટપ્રમેહ. ઉપલેટ, ઇંદ્રજવ, કાળીપાડ, હિંગ અને કડુ એએને કલ્લુ બનાવી ગળા અને ચિત્રાના કવાથ સાથે પીવાથી ધૃતપ્રમેહ. અરણી કે શીશમના કવાથી વસાપ્રમેહ. ખેર અને સોપારીના કવાથથી જ્ઞાનૢ પ્રમેહ. લોદર, આસદરાના મૂળની છાલ, ખેરની છાલ, કડવા લીંબડાનાં પાંદડાં, આમળાં અને રતાંજળી એના કવાથમાં ગાળ મેળવી પીવાથી તક્ર પ્રમેહ, ધરા, મોરવેલ, ડાભનુંમૂળ, કાસડાની જડ, નેપાળના મૂળ, મજીઠ ( કે લાળુ' ) અને શીમળાનું મૂળ એને કવાથ કરી પીવાથી શુક્ર પ્રમેહ. તથા રૂધિર પ્રમેહ. અથવા વાસી પાણીમાં કાળી બ્રાખનું શરબત બનાવી તેમાં જેઠીમધ તથા ચંદન એનુ ચૂર્ણ નાખી પીવાથી રક્ત પ્રમેહ મટે છે. અથવા મોથ, ત્રિફળા, હળદર, દેવદાર, મારવેલ, ઇંદ્રજવ અને લોદર એને કયાથ કરી પીવાથી સર્વ જાતના પ્રમેહ મટે છે. અથવા વડવાઇ કે વડના મૂળની છાલ, ઉમરાના મૂળની છાલ, પીપળાના મૂળની છાલ, અરલૂના મૂળની છાલ, ગરનાળા, બીબલા, આંખે, કાઠ, જાંબુ, ચારેાળી, ધવ, મહુડા, આસદરી, જેઠીમધ, લોદર, વરણી, લીંબડા, કડવાં પરવળ, નેપાળાનાં મૂળ, મરડાશીંગ, ચિત્રામૂળ, કર જળ (કચ્ચાં), ઇંદ્રજવ, ત્રિફળાં, તુવરની દાળ અને બિલામાં, એ સર્વ ઔષધો સમાન લઇ તેઓનુ સમ ચૂર્ણ કરી મધમાં કાલવી મધુપ્રમેહ વાળાને ખાવા આપવુ અને તેના ઉપર ત્રિફળાનો કવાથ પાવા તેથી મૂત્ર સાફ થાય છે વિશે જાતના પ્રમેઢા, મૂત્રકૃચ્છે અને પ્રમેહ સંબંધી ફેરલ્લીઓ નાશ થાય છે. આ ન્યાધાદિ ચૂર્ણ કહેવાય છે. અથવા હીરાકશી, સાવનમાખી, શિલાજીત, પાષાણભેદ, ચંદન, સોનાગેરૂ, કચૂરા, પીપર, વાંશકપૂર-વંશલેાચન એ સર્વ સમાન ભાગે લઇ વસ્ત્રગાળ ચૂર્ણ કરી દુધ સાથે નિરતર પીવાથી મધુ પ્રમેહ તથા સૂત્રની રાકાણુ મટે છે, એમ આત્રેયજીનુ કહેવુ છે. અથવા કચૂરા, વજ, · માથ, ફરીઆદું, દેદાર, હળદર, અતિવિષ, દારૂળદર, પીપરા મૂળ, ચિત્રો, ધાણા, ત્રિફળાં, ચવર્ક, ગજ પીપર, વાવડીંગ, વનમાખી, ત્રિકટુ, જવખાર, સા, સિધાલૂણ, સાંચળ અને વડાગરૂ મીઠું
૨૫
For Private And Personal Use Only
( ૧૯૩ )