________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભગ્ન પ્રકરણ,
પદમે. )
( ૨૩૯ )
સાન્તવાળુ અને પરસ્પર વળગી રહેવુ હોય તેને પશ્ચિંત કહે છે. હાડકાના ભાગ ઢીલા થઇ ચત્તા થઇ ગયા હાય તેને ખલ્લિત કહે છે. હાડકું ભાંગીને કેવળ છુટુ પડી ચામડીમાં રહ્યું હોય તેને કાંડભગ્ન કહે છે. હાડકું સંપૂર્ણ રીતે છેદાને પડેલુ હોય તેને અતિપાતિત કહેવાય છે. હાડકાના ભાગ હાડની અંદર પેસી મજ્જામાં પહેોંચી ગયે હોય તેને મજ્જાગત કહેવાય છે. હાડકું થે।ડુક ચીરાઇ ગયુ હોય તેને વિટિલ કહે છે. હાડકુ પોતાના ઠેકાણાને છેડી કુબડ઼ વાંકું થઈ ગયું હોય તેને વક્ર કહે છે. હાડકું સારી પેઠે ચીરાને ચેટી રહ્યું હોય તેને અહિન્ન કહે છે. અને હાડકું સારી પેડે ચીરાઈને જુદા જુદા ખે ભાગવાળું થઈ ગયું હોય તેને મહુત્રિ કહે છે. કટકાદિ કાંડભગ્નાનું સામાન્ય લક્ષણ,
અંગેામાં શિથિલતા, સેાજાના વધારા, વેદનાનો વધારો, જાણે શૂળ નીકળતું હેય એવી પીડાને નીરતર અપાર વધારે, દબાવતાં શબ્દની ઉત્પત્તિ, સ્પર્શ-અડવું જરા પણ ખમાય નહીં, નાડીઓનું ફરકવું, સાંયેા ભોંકાયા જેવી પીડા થાય અને શયન વગેરે સબળી સ્થિતિમાં અમુખ હોય તેા કાંડભગ્ન સમજવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગ્નનું કષ્ટસાધ્યપણું
થ ું ખાનારનું, રોગ મટાડવાની કાળજી રાખનારનું, વાયુ પ્રકૃતિવાળાનું તથા તાવ, પેટનું ચડવું, મેહ, મૂત્ર અને મળની ફબયત વગેરે ઉપદ્રવે વાળાનુ ભગ્ન પરાણે પરાણે મટે છે. ભગ્નનું અસાપણુ
ગાઢણુનું, ઢંગરાનું, ખભાનું, ગાલનું, તાળવાનું, લમણાનું, સાથળના સાંધાનું, અથવા માથાનું હાડકું ભાગ્યું હોય તે તે અસાધ્ય જાણવું' તથા કેડમાં અધેાગત ભગ્ન, પેડુમાં ઉત્પિષ્ટ ભય, લલાટમાં વિચૂર્ણિત ભગ્ન અને સ્તનનું મધ્ય, ગુદા, પીઠ, લમણા તથા શ્રહાર ત્ર-તાળવું એએમાં સધિભન્ન કે કાંડભગ્ન થયું હોય તે તે અસાધ્ય સમજવું. વળી જે ગોઠણ—આદિનાં હાડકાંઓ જે તે સ્થળના બીજા હાડકાંથી છુટાં પડી ગયાં હોય તે તે પણ અસાધ્ય સમજવું, તથા જે હાડ સારી રીતે બાંધેલુ છતાં પણ ઢંગધડા વગર ગેમવાયાથી વિક્રિયાને પામ્યું હોય અથવા સારી રીતે ગોઠવાયા છતાં પણ ઢંગધડા વગર બ્ ધાયાથી વિક્રિયાને પામ્યું હેાય અથવા સારી રીતે બંધાયા હતાં પણ અભિધાત-પ્રહાર વાગવા વગેરેથી ફેરફાર થઇ જવાના લીધે વિક્રિયાને પામ્યું હોય તે! તે પણ અસાધ્ય છે માટે ઉપાય કરવા નક્કામા છે. ૧
હાડ તથા સાંધા
ભાંગી ગયા હાય તેના ઉપાય.
હાડ કે સાંધા ભાંગ્યા માલમ પડે કે તેજ વખતે તેના ઉપર ટાઢું પાણી રેડવું,
૧ હાડના પાંચ ભેદ છે. એટલે તરૂણ, નળક, કપાલ, રૂચક અને વળય એ પાંચ ભેદ છે; અપાત્ નાક, કાન, આંખ તથા ગુદા તે તરૂણ હાડ કહેવાય છે. તે કુણાં હાડ હાવાથી નમીને વાંકાં થઇ જાય છે માટે તેમાં વક્રનામનું કાંડલગ્ન થાય છે.નળક-નળીઆની પેઠે કાણાવાળાં હાડકાંએ પેાતામાં બીજા હાડકાઓના પ્રવેશથી ચીરાઇ નય છે. કપાલ નામનાં હાડકાં ગોઠણ, નિતંબ, ખભા, તાલવું, ગાલ, લમણા, સાથળના સાંધા અને માથાનાં હાડકાઓ જુદાં પડી જાય છે. રૂચક દાંતનાં હાડકાંઓ ત્રુટી ન્તય છે, વળય–હાયનાં, પડખાનાં, પીઢનાં, પેટનાં, ગુદાનાં અને પગનાં હાડકાઓ પણ છુટી જાય છે, સારાંશમાં - ઠેકાણે જેવા હાડ તેવાજ પ્રકારનું લગ્ન લાગુ થાય છે.
ભાવપ્રકાશ.
For Private And Personal Use Only