________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોળમ, ) .
કેઢિ પ્રકરણ.
( ૨૫૯ )
ભાગે લેવાં. અબ્રક અને કરકચના બીને પારાથી ચાર ગણાં લેવાં. એ સઘળા પદાર્થોને એકઠા કરી તે પૈકી વાટવા યોગ્ય હોય તેને વાટી અન્યને તેમાં મેળવી મધ તથા ધીમાં યનપૂર્વક ખરલ કરી ધીના વાસણમાં રાખી મુકવાં. પછી એમાંથી એક લાભાર નિરંતર પ્રાત:કાળે સેવન કરી અને તેના ઉપર રાતા ચેખા, દુધ તથા મધ સેવન કરે તે નાક, કાન, કે આંગળીઓ ગળી ગએલ હોય તે મનુષ્ય આ રસના સેલ્વાથી કામદેવના જે સુંદર બને છે, પણ સેવન કરતી વખતે મૈથુનને ત્યાગ કરવો. જે કોઢ મજબૂત મૂળ નાખી રહ્યા હોય તે આ રસ ઉપર પાણી અને ભાતનું જ પથ રાખી સેવન કરે તે કોઢને નાશ કરે છે. આ ગલિત ફટારી રસ કહેવાય છે. અથવા ઉપલેટ, મૂળાનાં બીજ, કાંગ, સરસવ, હળદર અને નાગકેસર એઓને વાટી લેપ કરે તે, લાંબા વખતનું સિગ્મકોઢ પણું મટે છેકેસરષક લેપ કહેવાય છે. અથવા અંધાડાના રસથી કે, હળદથી મિશ્રિત કરેલા કેળના ખારમાં મૂળાનાં બીજ વાટી લેપ કરે તે, સિબ્બકોઢ મટે છે. અથવા દારુહળદર, મૂળાનાં બીજ, હડતાલ, દેવદાર અને નાગરવેલનાં પાન એ પ્રત્યેક પદાર્થો ૧-૧-તેલા ભાર લેવા અને શંખનું ચૂર્ણ ૨૪ રતીભાર લેવું. આ સર્વને એકત્ર કરી પાણીથી શુંટી લેપ કરે તો સિધ્ધકોઢ નાશ પામે છે. અથવા આંબાની ગોટલીને ત્રાંબાની કથરોટમાં ત્રાંબાની વાટકીથી પાણી સાથે ઘુંટી અથવા ત્રાંબાના વાસણ ઉપર ઘસી જરા સિંધાલૂણ નાખી તેને લેપ કરે છે તેથી ચર્મદળ કઢ મટે છે. અથવા જીરું તોલા ૪ અને સિંદૂર તેલા ર એઓથી સરસીઆ તેલને પકાવી તે તેલ ચોપડવાથી લુખસ અને ખસ મટી જાય છે. આ જીરકાતિલ કહેવાય છે. અથવા મજીઠ, ત્રિફળા, લાખ, વઢવાડીયું, હળદર અને ગંધક એઓનું ચૂર્ણ કરી તેથી પકાવેલું તેલ ચોપડે તે ખસ માત્ર મટી જાય છે.-આ આદિત્યપાક તૈલ કહેવાય છે. ભાવપ્રકાશ. “અથવા પારે, જીરું, શાહજીરું, હળદર, દારૂ હળદર, મરી, સિંદૂર, આ મળસાર ગંધક અને મણશીલ એઓને સમાન લઈ પારા ગંધકની કાજળ બનાવી અન્ય ઔષધોને ઝીણાં વાટી ગાયના ઘીમાં ૧ દિવસ લગી ખસ્ત કરી પછી તેનું મર્દન કરે તે, ખસ મટે છે. અથવા પારે, ગંધક, રથયું, કાથે, મહેદી, ખુરાસાનીઅજમે, મીણ અને માલકાંકણી એ સર્વ ઔષધોને બરાબર લઈ પાસ ગંધકની કાજળ કરી મણ વગર બીજા ઔષધોને વાટી પછી ધીમાં મીણને ઓગાળી બીજા ઔષધે તેના અંદર નાંખી ઘંટયા બાદ પારા ગંધકની કાજળ મેળવી ગાયના ઘી સાથે ૧ દિવસ સુધી સારી પેઠે ઘુંટી તેનું મર્દન કર તે ખસ તથા લહિવિકારના ફોલ્લા-લીઓ મટી જાય છે. અથવા શોધેલ ગંધક ભાગ ર અને મોરથુથું ભાગ ૩ લઈ પાણી સાથે ઝીણું વાટી ગોળી કરી ઝીણું લુગડામાં તેને બાંધી મીઠાવગરની ઘઉંની બાટીમાં ઘાલી શેકી લે. એમ ૩ તથા ૪ વાર કરી અર્થાત ૩ તથા ૪ દિવસ તે ઠંડું બનાવી ઘી સાકર સાથે ખાય અને તે પિટલીમાંની ગોળી વાટી ધીમાં કાલવી ચોપડે તે ખસ-લુખસ મટી જાય છે; અને લેહીવિકાર પણ મટે છે.” - થવા સિધાલૂણ, પુમાડીઆનાં બીજ, સરસવ અને પીપર એને કાંજના પાણીમાં ઝીણું વાટી લેપ કરે તે ખસ-વલુર મટી જાય છે-આ સૈધવાદિ લેપ કહેવાય છે. આકડાના પાંદડાને રસ તથા હળદર એ બેને સરસીયા તેલમાં પકવી તે તેલનું મર્દન કરે તે ખસ, વિચર્ચિકા અને પારસ ખસ મટે છે–આ અર્ક તૈલ કહેવાય છે. અથવા મણશીલ, હીરાકણી, હરતાલ, ગંધક, સિંધાલૂણ, દારૂડી, પાષાણભેદ, સુંઠ, ઉપલેટ, પીપર, વઢવાણું, કણેર, પુવાડનાં બીજ, વાવડીંગ, ચિત્રક, નેપાળાનાં મૂળ, અને લીંબડાના પાંદ એ પ્રત્યેક પદાર્થો એક એક તેવા
For Private And Personal Use Only