________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્તર. )
ફિરંગરોગ પ્રકરણ
( ર૭૩).
ફિરંગરોગનો અધિકાર
ફિરંગનું નિદાન. અત્યંત ગરમી વાળી સ્ત્રીઓને સંગ કરવાથી અથવા એવી સ્ત્રીઓ સાથે જેણે સંગ કર્યો હોય અને તે જે ઠેકાણે પેસાબ કરે ત્યાં હિસાબ કરવાથી અથવા એવાં મનુષ્યો સાથે ખાવા પીવા વગેરેને સંસર્ગ રાખવાથી, વાયુને કોપ થઈ રિંગ રગને ઉત્પન્ન કરે છે. અથવા જે પુરૂષ ક્ષીણ હેાય અને વારંવાર મૈથુન કરે તેથી કેવળ ક્ષીણ થઈ વીર્યના બંધેજ રતિ થવાથી વાયુની વિવિધ પ્રકારની વેદના થાય છે ત્યારે વાયુ પિત્ત તથા કફ કપર્વત થઈ આગંતુક ફિરગવાયુને પ્રકટ કરે છે.
ફિરંગરાગનું સ્વરૂપ ફિરંગ વાયુ ત્રણ પ્રકાર છે એટલે એક શરીરની નસમાં પ્રવેશ કરી જનારે, બીજે શરીરના ઉપર રહેનાર અને ત્રીજે શરીરની અંદર અને બહાર એમ બને ઠેકાણે રહેનારો છે. તેનાં લક્ષણો નીચે પ્રમાણે.
શરીરની બહારની ચામડીમાં થનાર; અર્થત ઇંદ્રી ઉપર ફેલ્લી થાય અને ફાટે છે તથા પીડા કમતી હોય છે તે સુખસાધ્ય છે, જેથી ઉપાય કરવા વડે મટે છે.
શરીરની અંદર નસોમાં પડેલે ફિરંગવાયુ હોય તેમાં પીડા વિશેષ થાય છે અને સેજો આવે છે. આમાં આમવાતના જેવી વ્યથા થાય છે. આ કષ્ટસાધ્ય છે.
શરીરની અંદર અને બહાર થનાર ફિરંગવાયુ તથા લાંબા વખત સુધી રહેનારે અસાધ્ય છે.
ફિરંગવાયુના ઉપદ્ર. કૃશપણું, બળને ક્ષય, નાકનું પાતળું પડવું કે બેસી જવું, અગ્નિની મંદતા, માંસ લોહીની અછત અને હાડશોષ તથા વાંકાપણું થવું એ ફિરંગના ઉપદે છે.
‘ફિરંગના ઉપાય. રસ કપૂર ૪ રતી ભાર લઈ ઘહુની કણકના વચમાં મુકી ગોળી વાળી તે ઉપર લવીંગનું ચૂર્ણ ચઢાવી દાંતે ન લાગવા દેતાં અદ્ધરથી વાસી પાણી સાથે ગળી જવી અને તે ઉપર કાથા ચુના વિનાનું નાગર વેલનું પાન ચાવવું તથા ખારૂં, ખાટુ ખાવું નહીં, ખેદ કરે નહીં, તડકામાં કે તાપમાં રહેવું નહીં, થાક લાગે તેવું કામ કરવું નહીં, ક્રોધ કરવો
૧ જ્યારથી આ ખંડમાં પોર્ટુગીજ-ફિરંગી લોકાનું આવવું થયું ત્યારથી તેમના સંસર્ગથી થતા ફિરંગ રગનો અહીંયાં ફેલાવો થાય છે, તથા પોર્ટુગીજ કે પોર્ટુગીજની સ્ત્રીઓના સંસર્ગથી-સંગમથી વિશેષ કરીને આગ થાય છે, તેથી તેને ફિરંગ રેગ કહે છે. આ રોગ ઉપદંશ-ચાંદીને ભેદ છે, ફિરંગ ગંધથી થનાર છે, જેમ યુરોપખંડીઓના આવવાથી અહિયાં ટાઇફાઇડ ફીવર વગેરે યુરેપના રોગો દાખલ થયા છે તેમજ આ ફિરંગીઓના પ્રચારથી ફિરગ રગ પ્રસર્યો છે. આ રોગ આગંતુકે છે અને પા છળથી તેમાં દેશને સંબંધ થાય છે માટે દોષના લક્ષણો ઉપરથી કયા દેશનો છે તે ઓળખી લેવો.
૨ ફિરંગ વાયુની દવા કરતાં પહેલા જુલાબાદિ ક્રિયાઓ કરી અન્ય ઉપચાર કરવા અને શુદ્ધ કરે લે રસકપૂર લેવો, પણ તે દાંતિ અડવાથી અથવા આહાર વિહારમાં ગડબડ કરવાથી માઠાં પરીણામ આવે છે. માટે ખાનાર અને ખવરાવનારે બહુ સાવધ રહેવું.
૩૫
For Private And Personal Use Only