________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્તમે. )
સ્નાયુ-વાળાને પ્રકરણ.
( ૨૬૯ )
ની ક્રિયાથી આરામ થાય છે, પણ કયાદાષના વિસર્પ છે તે તરફ પૂર્ણ લક્ષ રાખી ઉપચાર કરે તે! યશ મળે છે. અથવા રાના, નીલકમળ, દેવદાર, રતાંજળી, જેઠીમધ અને કાંસકી એએને બરાબર લઇ વાટી ધી તથા દુધમાં મેળવી લેપ કરે તેા વાયુને વિસર્પ મટે છે. અથવા કસેલે, શિધાડાં, કમળકાકડી, ગોદરા નામનુ ઘાસ, શૈવાળ અને કાદવ એએને વાટી ધીમાં મેળવી પડઅંતર રાખી ઠંડા લેપ કરે તે પિત્તના વિસર્પ મટે છે. અથવા ત્રિા, પદ્મક, ( કે કમળ ? ) વાળા, રીસામણી, કણેર, ખરૂનાં મૂળીયાં, અને રાતે! ધમાસા એઆને પાણી સાથે ઝીણાં વાટી લેપ કરે તે કફના વિસર્પ મટે છે. અથવા સરસડીઆની છાલ, તગર, જેડામધ, રતાંજળી, એળચી, જટામાંસી, હ્રદર, દારૂતુળદર, ઉપલેટ અને વાળે એને ઝીણાં વાટી ઘીમાં મેળવી લેપ કરે તેા, વિસર્પ, કોઢ, તાવ અને સોજો મટી જાય છે-આ દશાંગ લેપ કહેવાય છે. અથવા કરીઆપું, અરસો, ક, કુકડલેલાનાં મૂળ,ત્રિફળા, રતાંજળી અને લીંબડાની અંતરાલ એને કવાથ કરી પીવામાં આવે તે વિસર્પ, બળતરા, સોજો, વલુર, વસ્ફાટક, તરશ અને ઉલટી એટલા રોગોનો નાશ કરે છે. આ ભૂનિઆદિકવાથ કહેવાય છે. અથવા કરચ, સપ્તપર્ણ (એક બતને થાર), કલગર (વઢવાડીયા)નુ મૂળ, ચેરનું દુધ, આકડાનું દુધ, ચિત્રામૂળ, જળલાંગરેા, હળદર, ગામૂત્ર, અને વછનાગ એ સમસ્ત પદાર્થેાથી તેલના વિધિ પ્રમાણે પકાવેલું તેલ તૈયાર થયા પછી જો શરીરે ચોળે તે, વિસર્પ, વિસ્ફોટક અને વિચર્ચિકા મટી જાય છે—આ ફરજ તૈલ કહેવાય છે. ભાવપ્રકાશ. અથવા વડની વડવાઇ, ગુંદી, અને કેળના ગર્ભ એને વાટી ધાએલા ધીમાં મેળવી લેપ કરે તે ગ્રંથી વિસર્પ મટીજાય છે. અથવા ૧૦૦ વાર પાણી સાથે મથેલાં ધીમાં સરસડીની છાલનું ચૂર્ણ મેળવી લેપ કરે તે! કર્દમક વિસર્પ મટે છે. અથવા કાઢ, ફાલા—વિસ્ફોટક અને શોળી માટે જે ઉપાયા છે તેજ ઉપાયો કરવાથી વિસર્પ જલ્દીથી મટીજાય છે. અથવા જળે લગાડવી એ અતિ ઉત્તમ છે. વૈદ્યરસ્ય,
વિસર્પ ાગીનાં પથ્યાપથ્ય.
જુના ચેખા, ચણા, મગ, મસૂર, ઘઉં, કારેલાં, કેળાં, સરગવાની શીંગા, દ્રાક્ષ, દાડિમ, ધી અને પુષ્ટિ કરનારા પદાર્થેા સેવવા યેાગ્ય છે, પણ પવન ખાવા, શ્રમ-મહેનત, ક્રોધ, તેલ ખાવું તીખા અને ખાટા પદાર્થો સેવવા ચેામ્ય નથી.
વિસર્પરાગત અધિકાર સપૂર્ણ,
સ્નાયુ-વાળાના અધિકાર
વાળાનુ નિદાન તથા ચિહ્ન.
ખરાબ પાણીમાં પેસવાથી, કે ન્હાવાથી, ખરાબ પાણીના પીવાથી, ખરાબ કસેાજા-સળેલા અત્રના ખાવાથી કાપ પામેલા દોષ હાથ તથા પગમાં ફાલા તથા સાજાને ઉત્પન્ન કરે છે, પછી તે ફોલ્લાઓને ફાડી-ભેદી કરીને તે ક્ષતમાં ઉના માંસેને સુકવી તાંતણા જેવા દારાને ઉત્પન્ન કરે છે, તેને વાળા કહે છે. સ્નાયુ-નારૂ વગેરે પણ એનાંજ નામ છે. એ દોરા છાશમાં વાટેલા સાથવાની પોટીસ કરીને બાંધવાથી ધીરેધીરે બહાર નીકળે છે તે
For Private And Personal Use Only