________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેળ. )
કઢરોગ પ્રકરણ
( સ્પી)
માં પાકનું લક્ષણ એ છે કે-ઇંદ્રિનાં માસે ખરી પડતાં હોય અને ત્રણે દોષની પી ડાઓ થતી હોય તે માંસપાક કહેવાય છે.–આ ત્રિદોષજનિત વ્યાધિ છે.
વિધિનું લક્ષણ એ છે કે-પ્રમેહ સંબંધી ફેલીઓમાં જે ત્રિદોષ વિધિ કહેવામાં આવેલ છે તેના જેવા જ લક્ષણવાળી ફિલ્લી ઈદ્રિ ઉપર ત્રિદોષના પ્રકોપથી થાય છે.
- તિલકાલકનું લક્ષણ એ છે કે—કાળારંગનાં, ધોળારંગનાં કે વિવિધ રંગનાં અને શક નામના એરી પ્રાણુઓની ભસ્મથી થએલાં હોવાને લીધે ઝેરી થએલાં માંસે ઇંદ્રિમાંથી ખરી પડતાં જાય છે વા ઈદ્રિને ખેરવી નાખે છે અને કાળાં કાળાં થઈને વિખરતાં જાય છે-આ રોગમાં કાળા તવા જેવા માં થાય છે તેથી તિલકલક કહે છે. આ ત્રણે વજનિત હોય છે.
શુકદેનું સાધ્યાસાધ્યપણું. ઉપર કહેલા અઢાર ભેદમાંથી માંસાબુંદ, માંસપાક, વિધિ અને તિલકલક એ ચાર, અસાધ્ય છે-બાકીને સાધ્ય છે એમ જાણવું.
રાગ ઉપાય. શુકદેવના સર્વ પ્રકાર ઉપર ઝેરને નાશ કરનારા ઉપાય કરવા. જળ મુકાવીને ઝેરી લેહી કહાડી નંખાવવું, રેચ આપ. હલકાં ભોજન કરાવવાં. અથવા ત્રિફળાના કવાથની સાથે શુદ્ધ ગુગળ પાવો. અથવા ઠંડા દુધના લેપ તથા સિંચન કરવાથી શકદેષ મટે છે. અને થવા રસવંતીને લેપ કરે તે દુર્ગધિપરૂ, વ્રણ, સેજે, અરજ અને શળ એઓ કરીને સહિત સઘળા પ્રકારના લિંગ સંબંધિ થએલા રોગને જડમાંથી ઉખેડી નાખે છે. અથવા દારુહળદર, તુલસી, જેઠીમધ, ઘરમાંના ધુમાડાને ધુંસ અને હળદર એઓના કચ્છથી પકાવેલું તેલ તેને અત્યંગ-માલેસ કરવાથી દિના વેગો નાશ થાય છે. આ દરર્વિતૈલ કહેવાય છે. ભાવપ્રકાશ. અથવા કાંસકીના તેલનું મર્દન કરવાથી શુકદોષ મટે છે. સર્વસંગ્રહ.
શકદોષનો અધિકાર સંપૂર્ણ.
કોઢરેગનો અધિકાર.
કોઢનાં નિદાન તથા સંખ્યા. પરસ્પર વિરોધ થનારાં અન્ન પાનોના ખાવા પીવાથી, પાતળા તથા ભારે પદાર્થોના ખાવાથી, મળ-મૂત્ર-વમનાદિના વેગને રોકવાથી, બહુ જમ્યા પછી કસરત કરવાથી, અગ્નિને કે સૂર્ય વગેરેને તાપ સેવવાથી, શીત, ઉષ્ણ, લઘન તથા આહારની મર્યાદા રહિત વિધિ સે
૧ વાસ્યાયન કહે છે કે-ભીલામાનાં બીજ, શક નામનો પાણીને કડા અને કમળનાં પાંદડાં એઓને વાસણની અંદર બાળી ભસ્મ કરી તે ભસ્મમાં સિંધાલુણ મેળવી ઉભી રીંગણીના ફળનારસમાં વાટી પછી ઇંદ્રિને પાડાના છાણથી સારે પેઠે ધોઈ તેના ઉપર એ ભસ્મને લેપ કરે તે મન માનતી ઇંદ્ધિ વધે છે, એમાં જરા રાંદેહ નથી.
આસગંધ, શતાવરી, ઉપલેટ, જટામાંસી અને રીંગણીનાં ફળ એઓની ચટણી કરે તેલમાં નાખી તેલથી ચારગણા દુધમાં તેલ પકાવવાની રીતિ પ્રમાણે પકાવવું. તે તેલનો માલેસ કરવાથી ઇન્દ્રિ, સ્તન અને કાનની બૂટ વધે છે. આ અધધાદિ તેલ કહેવાય છે. એમ ભાવમિશ્ર કહે છે.
For Private And Personal Use Only